યાત્રા/નવ ઠરતું

Revision as of 11:15, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નવ ઠરતું|}} <poem> અંતર ક્યાંય કયાંય નવ ઠરતું, તલસત તલસત કો રસનો રસ, {{space}} નિત્ય નયન નિર્ઝરતું. અંતરo કુંજકુંજનાં ફુલડે ફુલડે {{space}} મેં દૃગરસ જઈ ઢાળ્યો, પણ એકે નહિ પૃથિવીકુસુમે {{space}} મુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નવ ઠરતું

અંતર ક્યાંય કયાંય નવ ઠરતું,
તલસત તલસત કો રસનો રસ,
          નિત્ય નયન નિર્ઝરતું. અંતરo

કુંજકુંજનાં ફુલડે ફુલડે
          મેં દૃગરસ જઈ ઢાળ્યો,
પણ એકે નહિ પૃથિવીકુસુમે
          મુજ પ્રીતિરસ વાળ્યો. અંતરo

આ કવિઓનાં રસગોરસમાં
          મરકટ થઈ હું ઘૂમ્યો,
પણ અણથીજ્યો કો રસનિર્ઝર
          નહિ નયણાંને ઢૂક્યો. અંતરo

રે મન, કયાંય હશે મુદસાગર?
          ક્યાંય હશે ઋત-મેરુ?
શું કો જ્યોત અમર ક્યહીં જલતી?
          કો મુજ સરખે ભેરુ? અંતરo

કહે દિલ, આ ચલ ચંચલ જગમાં
          કોણ અચલ મમ આશા?
ક્યાં તુજ મુજ પ્રીતમ ધ્રુવ સાથી,
          તિમિરવિહીન પ્રકાશા? અંતરo

જુલાઈ, ૧૯૪૭