યાત્રા/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 127: Line 127:
{{Poem2Open}}
{{Poem2Open}}
'''યાત્રા (૧૯૫૧)''' : સુન્દરમ્ નો ગીતો, સૉનેટો, દીર્ઘ ચિંતનકાવ્યો અને પરંપરિત હરિગીત, ઝુલણા કે કટાવની રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ. યુગધર્મ પછી સ્વધર્મે વળેલી સુન્દરમ્ ની કવિતા અહીં આત્મધર્મ તરફ અધ્યાત્મમાર્ગે ફંટાયેલી છે. અહીં ગાંધીવાદી-સમાજવાદી વિચારણાનું શ્રી અરવિંદના પ્રભાવ હેઠળ ઉત્ક્રાંતિશીલ ઊધ્વર્વજીવનની ઝંખનામાં ઉપશમન થયું છે. ‘યાત્રા’નો યાત્રી ઊર્ધ્વસૃષ્ટિને ઝંખતો સંનિષ્ઠ, સત્યશોધક છે, પરંતુ એની શ્રદ્ધા કવિતા પર્યંત પહોંચવામાં ઊણી ઊતરતી હોવાની પ્રતીતિ રહે છે. તેમ છતાં અહીં ‘રાઘવનું હૃદય’, ‘નિશા ચૈત્રની’, ‘આ ધ્રુવપદ’, ‘ગુલબાસની સોડમાં’ વગેરે પ્રતિભાપૂર્ણ રચનાઓ છે. ‘ઉજ્જડ બગીચામાં’, ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’, ‘અનુ દીકરી’માં સામાન્ય અનુભવોની અસામાન્ય રજૂઆત કાવ્યોને રોચક બનાવે છે. એમાંય ‘અનુ દીકરી’માં મૃતદીકરી પ્રત્યેના વાત્સલ્યની તીક્ષ્ણ પરિણતિ અવિસ્મરણીય રીતે કરુણ છે. વ્યક્તિકાવ્યોમાં ‘શ્વેતકેશી પિતર’ અને ‘અહો ગાંધી’ નોંધપાત્ર છે. ભિન્ન ભિન્ન રાગોને સ્પર્શતી સૉનેટમાલામાં રાગોના વ્યક્તિત્વને સ્ફૂટ કરવાની કવિની નેમ છે. અહીં ‘ઢૂંઢ ઢૂંઢ’ અને ‘મેરિ પિયા’ વ્રજભાષામાં રચાયેલી મધુર ગીતરચનાઓ છે.

{{સ-મ|||'''—ચંદ્રકાન્ત ટોપીવાળા'''}}
{{સ-મ|||'''—ચંદ્રકાન્ત ટોપીવાળા'''<br>[http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Sundaram.html ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’પરથી સાભાર]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<hr>
{{Heading|સર્જક-પરિચય}}
{{Heading|સર્જક-પરિચય}}
[[File:Sundaram.jpg|frameless|center]]<br>
[[File:Sundaram.jpg|frameless|center]]<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
સુન્દરમ્ [જ. 22 માર્ચ 1908, મિયાં માતર, જિ. ભરૂચ; અ. 13 જાન્યુઆરી 1991, પુદુચેરી (પોંડિચેરી)] : ગુજરાતી સાહિત્યના પ્રમુખ કવિ, વાર્તાકાર, પ્રવાસલેખક, વિવેચક અને અનુવાદક. જન્મનામ ત્રિભુવનદાસ. પિતાનું નામ પુરુષોત્તમદાસ કેશવરામ લુહાર. માતાનું નામ ઊજમબહેન. શરૂઆતમાં કવિ તરીકે ‘મરીચિ’ ઉપનામ; પછી ‘કોયા ભગત’. વાર્તાકાર તરીકે ‘ત્રિશૂળ’ ઉપનામ. આમોદ તાલુકાના મિયાં માતર એમનું વતન. ત્યાં જ ગુજરાતી સાત ધોરણ સુધી અભ્યાસ. પછી આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી અને એક વર્ષ ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ.
'''સુન્દરમ્ [જ. 22 માર્ચ 1908, મિયાં માતર, જિ. ભરૂચ; અ. 13 જાન્યુઆરી 1991, પુદુચેરી (પોંડિચેરી)]''' : ગુજરાતી સાહિત્યના પ્રમુખ કવિ, વાર્તાકાર, પ્રવાસલેખક, વિવેચક અને અનુવાદક. જન્મનામ ત્રિભુવનદાસ. પિતાનું નામ પુરુષોત્તમદાસ કેશવરામ લુહાર. માતાનું નામ ઊજમબહેન. શરૂઆતમાં કવિ તરીકે ‘મરીચિ’ ઉપનામ; પછી ‘કોયા ભગત’. વાર્તાકાર તરીકે ‘ત્રિશૂળ’ ઉપનામ. આમોદ તાલુકાના મિયાં માતર એમનું વતન. ત્યાં જ ગુજરાતી સાત ધોરણ સુધી અભ્યાસ. પછી આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી અને એક વર્ષ ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ.

ઈ. સ. 1917માં મંગળાબહેન (અ. 2 સપ્ટેમ્બર 1969) સાથે લગ્ન. 1937માં પુત્રી સુધાનો જન્મ. 1925-1927 દરમિયાન ભરૂચમાંથી ‘વિનીત’ થઈ, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં આવ્યા. વિદ્યાપીઠના દ્વૈમાસિક ‘સાબરમતી’માંના ઉત્તમ લેખ માટે તેમને ‘તારાગૌરી ચંદ્રક’ પ્રાપ્ત થયો. 1926થી કાવ્યલેખનનો પ્રારંભ. ‘એકાંશ દે’ એ પ્રથમ કાવ્ય આ ‘સાબરમતી’ સામયિકમાં ‘મરીચિ’ ઉપનામથી પ્રગટ થયેલું. 1928-1929માં ‘સાબરમતી’માં ‘બારડોલીને’ – એ કાવ્ય ‘સુન્દરમ્’ના નામથી પ્રસિદ્ધ થયું. ત્યારબાદ ‘સાબરમતી’ના તંત્રી તરીકે કામગીરી શરૂ કરી. 1929માં સંસ્કૃત-અંગ્રેજી વિષય સાથે બીજા વર્ગમાં ‘ભાષાવિશારદ’. 1935થી 1945 સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા ‘જ્યોતિસંઘ’માં કાર્યકર્તા. 1930થી ઉમાશંકર જોશી સાથેની મૈત્રીનો પ્રારંભ. ગાંધીયુગના આ બે પ્રમુખ કવિઓ મિત્ર બન્યા અને ‘સારસ્વત સહોદર’ તરીકે ઓળખાયા. દરમિયાન ગાંધીજી-પ્રેરિત સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા. એ ભાવનાને વ્યક્ત કરતું ‘બુદ્ધનાં ચક્ષુ’ જેવું એમની કાવ્યદીક્ષારૂપ કાવ્યનું સર્જન થયું. 1933નું વર્ષ સુન્દરમ્ માટે મહત્વનું રહ્યું. એ વર્ષે તેમના બે કાવ્યસંગ્રહો પ્રગટ થયા : ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’ તથા ‘કાવ્યમંગલા’. તે જ વર્ષના અંતિમ ગાળામાં તેઓ દક્ષિણ ભારતની યાત્રાએ ગયા. આ પ્રવાસે તેમના પર અનેક રીતે પ્રભાવ પાડ્યો, જેના ફળરૂપે 1941માં ગુજરાતી સાહિત્યનો એક મહત્વનો પ્રવાસગ્રંથ ‘દક્ષિણાયન’ પ્રાપ્ત થયો. આ પ્રવાસ દરમિયાન લીધેલ પુદુચેરી(પોંડિચેરી)ની મુલાકાતે અને શ્રી અરવિંદના પ્રભાવે તેમના ઉત્તર જીવનની દશા-દિશા બદલી નાંખ્યા. 1940માં પ્રથમ વાર, 1943માં બીજી વાર તેમને શ્રી અરવિંદનો દર્શનયોગ થયો. પરિણામે 1945થી સપરિવાર તેઓે શ્રી અરવિંદ આશ્રમ, પુદુચેરી ગયા અને આજીવન આશ્રમને સમર્પિત થઈ રહ્યા. 1945ની સાલ આમ એમના જીવન માટે અતિ મહત્વની બની રહી. 1947થી ‘દક્ષિણા’ના તંત્રી રહ્યા. શ્રી અરવિંદના પ્રભાવને લીધે એ પછીના તેમના કાવ્યસર્જનની ભૂમિકા બદલાતી રહી. કોયા ભગત વાસ્તવિક સમાજદર્શનના દર્શક ને કથક હતા. પુદુચેરી-નિવાસ પછી તેઓ એક સાધકની આધ્યાત્મિક ભૂમિકામાં પ્રવેશ્યા. આમ કવિ અને સાધકનો સુંદર સમન્વય થયો. સૌમ્ય અને સ્નેહાળ વ્યક્તિત્વ ધરાવતા સુન્દરમ્ આજીવન સાચા અર્થમાં ‘કવિ’ અને ‘સત્યશોધક’ રહ્યા હતા. 1983માં માતર પાસે વાત્રક તટે ૐપુરી નગરીનું ખાતમુહૂર્ત કરી ત્યાં તેમણે સાધકો માટેનું સાધનાધામ કર્યું. 1987માં ફ્રાન્સના પૅરિસમાં શ્રી અરવિંદ હાઉસમાં શ્રી માતાજી તથા શ્રી અરવિંદની છબીઓનું તેમણે અનાવરણ કરી ત્યાં યોગસાધનાનાં કેન્દ્રોને વધુ સક્રિય કર્યાં. ઉત્તરવયમાં એક સાધક તરીકે તેમની જીવનચર્યા ચાલી અને સાથે જ સર્જનકાર્ય પણ અનવરત ચાલતું રહ્યું. સમાજની, પ્રકૃતિની, પરમતત્વની અનેક ભાવછબીઓ તેમણે કાવ્યના શબ્દમાં ઝીલી બતાવી. એ રીતે સુન્દરમ્ આજીવન કાવ્ય અને અધ્યાત્મના સંનિષ્ઠ ઉપાસક રહ્યા.

Navigation menu