યાત્રા/હું ગાન ગાઉં

Revision as of 10:48, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું ગાન ગાઉં|}} <poem> હું તારાં ગાન ગાઉં પિયુ પિયુ ટહુકતા બપૈયાની જેમ, હું તારાં ગાન રેલું છલછલ છલકતા સમુદ્રોર્મિ જેમ, હું તારાં ગાન ફોરું શત શત દલના ફુલ કે પદ્મ જેમ, હું તારો ગાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હું ગાન ગાઉં

હું તારાં ગાન ગાઉં પિયુ પિયુ ટહુકતા બપૈયાની જેમ,
હું તારાં ગાન રેલું છલછલ છલકતા સમુદ્રોર્મિ જેમ,
હું તારાં ગાન ફોરું શત શત દલના ફુલ કે પદ્મ જેમ,
હું તારો ગાન નર્તું વન વન મરુતે નર્તતા મત્ત તેમ.

જેણે મારા અધૂરા મનુજ – કરણમાં પૂરી કે નવ્ય શક્તિ,
જેણે જાળાં વિદારી રસ – અપરસનાં દીધી કે ઉચ્ચ ભુક્તિ,
જેણે ઊંચી અદીઠી ગગનતલ તણી દિવ્યની ભૂમિ ચીંધી,
જેણે મિટ્ટી તણી આ મુજ સહુ ઘટના તેજને બાણ વીંધી :

તે આ પૃથ્વી પરેનાં અબલ મનુજમાં ભવ્ય જે શક્તિપુંજ,
મૂર્છા નીરે ડુબેલાં અબુઝ મગજમાં દિવ્ય જે જ્ઞાનગંજ,
દુઃખો દૈન્યો તણા આ વિકલ વમળમાં સિદ્ધ આનંદ-અદ્રિ,
સૃષ્ટિ દોર્ભાગ્યમાં આ ધ્રુવતમ દ્યુતિનો કુલ્લ સૌભાગ્યચંદ્ર.

તેનાં હું ગાન ગાઉં પલ પલ રટત ભૂમિને જન્મ નવ્ય,
ઊંચા ચૈતન્ય વેશે સુમુદિત ભમતે ભાખતો ભાવિ ભવ્ય.

એપ્રિલ, ૧૯૪૩