યોગેશ જોષીની કવિતા/કવચ તોડી...

From Ekatra Wiki
Revision as of 00:25, 20 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કવચ તોડી...

કવચ તોડી
ઈંડામાંથી
બચ્ચું
નીકળ્યું
બહાર...

આખુંયે
આકાશ
જુઓ
આ આવ્યું
માળામાં..!!!