રંગ છે, બારોટ/4. ચાર સાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 33: Line 33:
{{Poem2Open}}
{{Poem2Open}}
હે હંસા! તું સાયરને મનાવી લે. એની પાસે હાથ જોડ. જેનાથી આપણે સારાં લાગીએ ને શોભીએ, તેનાથી દોસ્તી ન તોડાય.
હે હંસા! તું સાયરને મનાવી લે. એની પાસે હાથ જોડ. જેનાથી આપણે સારાં લાગીએ ને શોભીએ, તેનાથી દોસ્તી ન તોડાય.
{{Poem2Close}}
<poem>
હંસા! સાયર સેવીએં જેની જળ બરોબર પાળ,
ઓછો રાજા ન સેવીએં, જેનો ઉચાળો અંતરિયાળ.
</poem>
{{Poem2Open}}
પણ હંસલો તો ગયો તે ગયો. જતાં જતાં કહેતો ગયો કે મારે ઘણાંય સરોવર પડ્યાં છે, કાંઈ આ એક માથે ભૂંગળું નથી ભાંગ્યું, ત્યારે સાયરે કહ્યું કે હા ભાઈ!
{{Poem2Close}}
<poem>
હંસાને સાયર ઘણાં, પોહપ ઘણાં ભમરેશ;
સુમાણસને સુમાણસ ઘણાં, મર ને જાય વિદેશ.
</poem>
{{Poem2Open}}
પુષ્પને ભમરા પણ ઘણા મળી રહેશે. સારા માણસને સારા માણસ સાંપડી રહેશે. ભલે તું વિદેશ જાતો.
આમ પ્રધાન પણ રાત–દી સબૂરી સાચવીને બેઠો છે. એને તો આશા છે કે કોઈક દી રાજાનું મન ઠેકાણે આવશે. એમાં ભગવાનને કરવું છે અને ઈશ્વરને વાત રાખવી છે તે એક દિવસ પ્રધાનને કાને આવા બોલ પડ્યા : “લ્યો રે કોઈ ચાર સાર! એક એક સારના રૂપિયા એક એક હજાર!”
{{Poem2Close}}
<poem>
“સમજે તો લાખના
ને ન સમજે તો રાખના!”
</poem>
{{Poem2Open}}
અરે, આ ચાર સાર કોણ વેચે છે? ઊઠીને મારગને માથે ડોકું કાઢ્યું ત્યાં તો એક ફકીર બોલતો હતો —
“લ્યો રે ભાઈ! ચાર સાર : એક એકના રૂપિયા એક હજાર : સમજે તો લાખના ને ન સમજે તો રાખના!”
સાંભળીને માણસો મશ્કરી કરતાં કરતાં ચાલ્યાં જાય છે. કોઈ વળી કહેતાં જાય છે : “ગેલસાગરો છે, ગેલસાગરો!” ત્યાં તો મેડી માથેથી મનસાગરા પ્રધાને સાદ કર્યો : “એ સાંઈ! આંહીં આવજો આંહીં.”
મેડી માથે તેડાવીને રૂપિયા ચાર હજાર સામે મેલી દઈને કહ્યું કે “લાવો, ચાર સારનો ખરડો.”
ફકીરે ચાર સાર લખેલી કાગળની ચપતરી આપી, તે મનસાગરા પ્રધાને વાંચી –
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits