રંગ છે, બારોટ/6. દરિયાપીરની દીકરી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 248: Line 248:
કે’, “હા.”
કે’, “હા.”
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>[4]</center>
{{Poem2Open}}
લાટેલાટ દાયજો અને અરધી વસ્તી પોતાની સાથે લઈને ઉમા અચળા ખીચીને ગામ પહોંચી છે. જુમા ભેળી છે. અચળો તો સિંગળદીપથી પાછો વળ્યો તે ટાણે રસ્તામાંથી જ મેવાડની રાજકુંવરીને પરણીને ઘેર આવ્યો છે. મગરૂબ ઉમાને એ રાણી તરીકે રાખે નહીં, અને ઉમા મોજડી ઉતારે નહીં! ઉમાને ઠેકાણે કઈ રીતે પાડવી? કોઈ નથી જાણતું કે ઉમાના તગદીરને કયું તાળું લાગી ગયું છે. અપ્સરાનો શરાપેલ હાર ઉમાનો વેરી છે. હારને નાખી દીધેય કારી ફાવે તેમ નથી. એ હાર કોઈક અસ્ત્રીની ડોકમાં તો પડ્યે જ છૂટકો.
ઠીક મનવા! સબૂરી ધરીને જુમાએ અચળા ખીચીના પાટણ જેવું જ, નદીને સામે કાંઠે, બીજું પાટણ વસાવ્યું છે. જેવી અચળાની તેવી જ ઉમાના પાટણની રોજ કચેરી ભરાય છે. અચળાના પાટણનાં લોક આંહીં આવતાં–જતાં થયાં છે. ઉમાનાં રૂપ અને શીલ વખાણમાં છે.
પણ અચળાની આંખે મેવાડી રાણીએ અંધાર-પાટા બાંધી દીધા છે. અચળાનું રાજપાટ ચકલીના માળા ચૂંથાય એમ ચૂંથાઈ રહ્યું છે. મેવાડી રાણીએ ખેદાનમેદાન વાળ્યું છે. રાજકાજમાં અચળાનું ચિત્ત ચોંટવા દેતી નથી. મેવાડી રાણીને તો રટણ છે એકલા સાજશણગારનું. રાજની તમામ રિદ્ધસિદ્ધ એની ટાપટીપમાં જ ખરચાઈ રહી છે. ઉમા આવી છે, સામે કાંઠે રહે છે, પણ મેવાડી રાણી અચળાને આવવા દેતી નથી. એ તો રાણીવાસનો જ કેદી બન્યો છે.
ફિકર નહીં. હે જીવ! સબૂરી રાખો. શરાપેલ હારનો રસ્તો નીકળવાનો લાગે છે.
ધીમે ધીમે ધીમે, ઉમાના રતનહારની વાતો સામે કાંઠે પહોંચી. દેવાંગનાનો હાર મેવાડી રાણીનું દિલ ડોલાવવા લાગ્યો. એ હાર પહેર્યે તો માનવી દેવરૂપ બને છે! અરે જીવ! ક્યાંક એ હાર પહેરેલ મારી શોક્ય ઉમાને આ ઠાકોર જોઈ જશે તો? તો સત્યાનાશ વળશે.
વાતો આવી હતી કે મંતરેલો હાર છે. નક્કી અચળાને ચળાવી દેશે એની પે’રનારી!
વાતો જુમાએ જ વહેતી કરી હતી! વાતનું પરિણામ આવ્યું. મેવાડી રાણીએ કહેવરાવ્યું : “એ હાર આપો તો મોંમાગ્યાં ધન દઉં, જર દઉં, જમીન દઉં.”
“ના, એ કાંઈ ન જોવે. હાર લ્યો, પણ એક રાત ઠાકોરને અમારાં બા પાસે મોકલો.”
કે’, “ખુશીથી.”
મેવાડી રાણીએ અચળાને સમજાવ્યો, કે બચાડી છ મહિનાથી બેઠી છે. એક રાત જઈ આવોને! જગતમાં વગોણું થાય છે. આપણે જાવું ખરું, પણ એની સામે ન જોવું. વચન આપો. અચળાએ વચન આપ્યું.
આંહીં મેવાડી રાણીને ઉમાનો રતનહાર મળ્યો એટલે અચળાને સામે કાંઠે રાત રહેવા મોકલ્યો. પણ આખી રાત અચળો ઉમાદેના રંગમોલમાં પડખું ફેરવીને જ સૂઈ રહ્યો. રાતનો એક પહોર, બીજો પહોર, ત્રીજો — અને ઉમાદે ફડકી ઊઠી. અરે એક વાર જો સામે જુએને, તો તો હું એની નજરનું ઝેર નિચોવી દઉં. પણ આ તો પથરા જેવો પડ્યો છે! અબઘડી સવાર પડશે.
બોલાવો રે બોલાવો કોઈ જુમાને. જુમા આવી. ઉમાએ પોતાનું હીણભાગ્ય નજરે દેખાડ્યું. પલંગમાં પડ્યો છે આખી રાતનો મોઢું ફેરવીને!
જુમા પોતાનું બીન લઈને બેઠી. તાર ચડાવ્યા, બીનને માથે આંગળીયું ફરી. બીન હોંકારા દેવા મંડ્યું, અને જુમા દુહા ગાવા લાગી.
{{Poem2Close}}
<poem>
હાર દિયો ચાંદો કિયો. 
…………
…………
…………
</poem>
{{Poem2Open}}
અરે તકદીર, અમે અમારો હાર દઈ દીધો. અમે સાટું કર્યું. અમારો તો હાર પણ ગયો, અમે સાટવેલ વસ્તુ પણ મળી નહીં. અમારાં દુર્ભાગ્યની શી વાત કરીએ?
બીન જેવું નાજુક સાજ, એવું જ કાબેલ બાજંદું, અને એમાં આવા સમસ્યાના બોલ : સાંભળીને જાગતો પડેલો અચળો સળવળી ઊઠ્યો. આ હા હા! આ લોક નિર્ધન બની ગયાં લાગે છે. ખરચી માટે હેમનો હાર કોઈક વેપારીને હાટડે ઘરાણે મૂક્યો લાગે છે! મન પીગળ્યું. દયા આવી. પોતે ઊઠીને પૂછ્યું :
{{Poem2Close}}
<poem>
કણરે હાટે મૂકિયો, ભોજન લિયાં અપાર;
ઈ હારને છોડાવવા, વેગે કરશું વાર.
</poem>
26,604

edits