રંગ છે, બારોટ/7. કાઠીકુળ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 45: Line 45:
ધન્ય માણારો જીવણો, ધન્ય સોમાવંતી નાર,
ધન્ય માણારો જીવણો, ધન્ય સોમાવંતી નાર,
</poem>
</poem>
{{Poem2Open}}
પછી માણાએ દિલ્હીમાં ચોરી કરાવી :
{{Poem2Close}}
<poem>
માણે ચાર મોકલ્યા, ચોરી કરવા ચોર;
ઢેલી  શે’ર ઢંઢોળતાં, બેઠા કરે બકોર.
સંવત  ખટ સતાશીએ, આસો માસ ઉદાર;
માંડવગઢ ને માળવો, ધન્ય વાળારી વાર!
</poem>
{{Poem2Open}}
દસ પેઢી પછી અણહુલપાટણ આવ્યા. તેની સાખ પૂરતું બિરદ ચારણના દુહામાં છે :
{{Poem2Close}}
<poem>
જો જેતપરા જાત, ગુજરગઢ છાંડે કરે,
ચાંપા! ચેરો થાત, અણહલવાડે એભાઉત!
</poem>
{{Poem2Open}}
[હે જેતપરના રાજવી! તું જો ગુજરગઢ છોડીને ચાલ્યો જાત, તો હે ચાંપરાજ વાળા! એભલના પુત્ર! તારી નિંદા થાત.]
પછી સૂરવાળો વઢવાણમાં થયા. પછી વાળા વલ્લભીપુર આવ્યા. સૂરનો એભલ બીજો, જેણે મે વાળ્યા, કોઢ ટાળ્યો, ક્રોડ કન્યા પરણાવી.
એભલના ત્રણ : અણો એભલનો, એણે માથું આલ્યું, ચાંપરાજ એભલનો, એણે ધીંગાણું કર્યું; શેળાઈત એભલનો, એને શાપ થયો. વાત આવી છે —
ગામ આવડ તાંતાણાનો મામડિયો ચારણ. એને સાત દીકરી. પણ સાત બેન વચ્ચે ભાઈ ન મળે. સાતેય બેનોએ ડીલનો મેલ ઉતારીને પૂતળું કર્યું, અંજળિ છાંટી સજીવન કર્યું. મેરખિયો નામ પાડ્યું.
બેનોએ કહ્યું, “માડી મેરખિયા! જા વળે, શેળાઈત વાળાના ખાડુમાં રાતડીઓ દૈત પાડો થઈને રે’ છે, એંધાણી લેખે એના નાકમાં સવા શેર સોનાનું નાકર છે. એને લઈ આવ.”
મેરખિયો પાડાને લાવ્યો આવડ તાંતાણાને સીમાડે. કેરડાના ઝાડવા ઉપર મેરખિયાને ઓરખો બેસાર્યો ને પછી સાતે બેન્યુંએ પાડાને વરોધ્યો. વધ કરીને મંડી રોડ (રક્ત) પીવા.
વળામાં ખબર પડી. વાર ચડી.
મેરખિયે સાતેય બેન્યુંને કહ્યું, “આઈ, ખે ઊડતી સૅ, અહવાર આવતા સૅ.” (ધૂળ ઊડે છે. સવારો આવે છે.)
સાતેય બાઈઓએ પાડાના ચામડાનો ભેળિયો (કાળું ઓઢણું) કર્યો, હાડાંના માળીંગા (પાણા) કર્યા, ને લોહીની લાખ કરી. મંડી ભેળીઓ રંગવા.
પણ આવેલા અસવારોમાંથી એક આયરને પાડાનું નાકર હાથ આવી ગયું. શેળાઈતે હુકમ દીધો : “એલા, આ તો કામણગારાં છે. બાળી દ્યો જીવતાં!”
સાતેય બેનોને જીવતી બાળીને વાર પાછી વાળી, ત્યાં તો વળાને પાદર તળાવમાં સાતેય બોન્યું ના’ય છે! મેરખિયો કાંઠે બેઠો બેઠો ધ્યાન રાખે છે.
શેળાઈતે માગ્યું, “માતાજી, તમને મેં બાળ્યાં, મને શરાપો.”
આઈઓએ કહ્યું, “બાપ, તોળું (તારું) વટલાણ થાશે. વળા મુકાશે.”
વળે એભલ વાળાનો પાળિયો ઝાડ હેઠળ આથમણે મોઢે છે.
વળા છૂટી ગયું. ચાંપરાજ ને શેળાઈત ચીતળમાં વસ્યા, ને અણાનો વસ્તાર તળાજે રહ્યો. એ ન વટલ્યો.
અણાનો ગોલણ વાળો. ગોલણ અને નેત્રમની પ્રેમકથાના દુહા છે :
{{Poem2Close}}
<poem>
અમે ગોલણનાં ગરાક, ગોલણ ગનકારે નઇં;
દલ ઊભું દરબાર, વાળા! વિનતિયું કરે,
</poem>
{{Poem2Open}}
[હું ગોલણની ગ્રાહક (અભિલાષુ) છું, પણ ગોલણ મને માનતો નથી. દિલ તારે દરબારે ઊભું છે ને હે વાળા! વિનવણાં કરે છે.]
{{Poem2Close}}
26,604

edits