26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 45: | Line 45: | ||
ધન્ય માણારો જીવણો, ધન્ય સોમાવંતી નાર, | ધન્ય માણારો જીવણો, ધન્ય સોમાવંતી નાર, | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
પછી માણાએ દિલ્હીમાં ચોરી કરાવી : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
માણે ચાર મોકલ્યા, ચોરી કરવા ચોર; | |||
ઢેલી શે’ર ઢંઢોળતાં, બેઠા કરે બકોર. | |||
સંવત ખટ સતાશીએ, આસો માસ ઉદાર; | |||
માંડવગઢ ને માળવો, ધન્ય વાળારી વાર! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
દસ પેઢી પછી અણહુલપાટણ આવ્યા. તેની સાખ પૂરતું બિરદ ચારણના દુહામાં છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
જો જેતપરા જાત, ગુજરગઢ છાંડે કરે, | |||
ચાંપા! ચેરો થાત, અણહલવાડે એભાઉત! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[હે જેતપરના રાજવી! તું જો ગુજરગઢ છોડીને ચાલ્યો જાત, તો હે ચાંપરાજ વાળા! એભલના પુત્ર! તારી નિંદા થાત.] | |||
પછી સૂરવાળો વઢવાણમાં થયા. પછી વાળા વલ્લભીપુર આવ્યા. સૂરનો એભલ બીજો, જેણે મે વાળ્યા, કોઢ ટાળ્યો, ક્રોડ કન્યા પરણાવી. | |||
એભલના ત્રણ : અણો એભલનો, એણે માથું આલ્યું, ચાંપરાજ એભલનો, એણે ધીંગાણું કર્યું; શેળાઈત એભલનો, એને શાપ થયો. વાત આવી છે — | |||
ગામ આવડ તાંતાણાનો મામડિયો ચારણ. એને સાત દીકરી. પણ સાત બેન વચ્ચે ભાઈ ન મળે. સાતેય બેનોએ ડીલનો મેલ ઉતારીને પૂતળું કર્યું, અંજળિ છાંટી સજીવન કર્યું. મેરખિયો નામ પાડ્યું. | |||
બેનોએ કહ્યું, “માડી મેરખિયા! જા વળે, શેળાઈત વાળાના ખાડુમાં રાતડીઓ દૈત પાડો થઈને રે’ છે, એંધાણી લેખે એના નાકમાં સવા શેર સોનાનું નાકર છે. એને લઈ આવ.” | |||
મેરખિયો પાડાને લાવ્યો આવડ તાંતાણાને સીમાડે. કેરડાના ઝાડવા ઉપર મેરખિયાને ઓરખો બેસાર્યો ને પછી સાતે બેન્યુંએ પાડાને વરોધ્યો. વધ કરીને મંડી રોડ (રક્ત) પીવા. | |||
વળામાં ખબર પડી. વાર ચડી. | |||
મેરખિયે સાતેય બેન્યુંને કહ્યું, “આઈ, ખે ઊડતી સૅ, અહવાર આવતા સૅ.” (ધૂળ ઊડે છે. સવારો આવે છે.) | |||
સાતેય બાઈઓએ પાડાના ચામડાનો ભેળિયો (કાળું ઓઢણું) કર્યો, હાડાંના માળીંગા (પાણા) કર્યા, ને લોહીની લાખ કરી. મંડી ભેળીઓ રંગવા. | |||
પણ આવેલા અસવારોમાંથી એક આયરને પાડાનું નાકર હાથ આવી ગયું. શેળાઈતે હુકમ દીધો : “એલા, આ તો કામણગારાં છે. બાળી દ્યો જીવતાં!” | |||
સાતેય બેનોને જીવતી બાળીને વાર પાછી વાળી, ત્યાં તો વળાને પાદર તળાવમાં સાતેય બોન્યું ના’ય છે! મેરખિયો કાંઠે બેઠો બેઠો ધ્યાન રાખે છે. | |||
શેળાઈતે માગ્યું, “માતાજી, તમને મેં બાળ્યાં, મને શરાપો.” | |||
આઈઓએ કહ્યું, “બાપ, તોળું (તારું) વટલાણ થાશે. વળા મુકાશે.” | |||
વળે એભલ વાળાનો પાળિયો ઝાડ હેઠળ આથમણે મોઢે છે. | |||
વળા છૂટી ગયું. ચાંપરાજ ને શેળાઈત ચીતળમાં વસ્યા, ને અણાનો વસ્તાર તળાજે રહ્યો. એ ન વટલ્યો. | |||
અણાનો ગોલણ વાળો. ગોલણ અને નેત્રમની પ્રેમકથાના દુહા છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
અમે ગોલણનાં ગરાક, ગોલણ ગનકારે નઇં; | |||
દલ ઊભું દરબાર, વાળા! વિનતિયું કરે, | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[હું ગોલણની ગ્રાહક (અભિલાષુ) છું, પણ ગોલણ મને માનતો નથી. દિલ તારે દરબારે ઊભું છે ને હે વાળા! વિનવણાં કરે છે.] | |||
{{Poem2Close}} |
edits