રંગ છે, બારોટ/8. જનમના જોગી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
<Poem>
<Poem>


::::[1]
::::::[1]


:::ઉજેણ તો નગરીનાં રાજા બેસણાં,  
:::ઉજેણ તો નગરીનાં રાજા બેસણાં,  
Line 72: Line 72:
“હે મા! દોષ જોશીનો નથી, વાંક મારા કરમનો છે. ભણ્યો કદીક ભૂલે, પણ ભાગ્યમાં માંડેલ વિધાતાના લેખ નહીં મટે. મારા લલાટમાં ભેખ જ છે મા!” સાંભળીને જનેતા ચૂપ બન્યાં. દીવા ઝાંખા પડ્યા. જોશી ટીપણું સંકેલીને ચાલી નીકળ્યા.
“હે મા! દોષ જોશીનો નથી, વાંક મારા કરમનો છે. ભણ્યો કદીક ભૂલે, પણ ભાગ્યમાં માંડેલ વિધાતાના લેખ નહીં મટે. મારા લલાટમાં ભેખ જ છે મા!” સાંભળીને જનેતા ચૂપ બન્યાં. દીવા ઝાંખા પડ્યા. જોશી ટીપણું સંકેલીને ચાલી નીકળ્યા.
{{Poem2Close}}
{{Poem2Close}}
::::::[2]
{{Poem2Open}}
બાળક ભરથરી બાર વરસના થયા
{{Poem2Close}}
<poem>
:::બાર તો વ્રષના રે રાજા ભરથરી,
:::::::: ભણવા મેલ્યા છે નિશાળ જી.
:::ભણ્યા તો ગણ્યા રે વેદ શારદા,
:::::::: પરણાવો પીંગલાવતી નાર જી,
:::::::: કોડે રે પરણાવું રાણી પીંગલા.
</poem>
{{Poem2Open}}
નિશાળે બેઠા, ચાર વેદ, શાસ્ત્રો અને શારદાના તમામ ભંડાર ભણી ઊતર્યા. હવે તો પરણાવીએ કુંવરને. લાડેકોડે મારા બાળને પીંગલાવતી કુંવરી પરણાવું.
{{Poem2Close}}
<poem>
:::નાળેર તો આવ્યાં રે સીંગળદીપનાં,
:::::::: નાળેર મોતીડે વધાવો જી!
:::ઘડિયાં લગન તો લખાવજો,
:::::::: માતા મંગળ મોડીએ ગાય જી,
:::::::: કોડેથી પરણાવો રાણી પીંગલા.
</poem>
{{Poem2Open}}
સિંહલદ્વીપના રાજાની કન્યા પીંગલાનાં નાળિયેર આવ્યાં. ઘડિયાં લગન લખાયાં. માથા ઉપર મંગળ મોડિયો મૂકીને મા ગાણાં ગાય છે. ભરથરીની જાડેરી જાન જૂતે છે.
{{Poem2Close}}
<poem>
:::બાવન તો જાદવ રાજાની જાનમાં,
:::::::: નવ તો ભેળા છે નાથ જી;
:::ચોરાશી સદ્ધન રાજાની જાનમાં,
:::::::: ભેળા ગુરુ ગોરખનાથ જી,
:::::::: રાજા તો ચાલ્યા છે પ્રણવા પીંગલા.
</poem>
26,604

edits