રચનાવલી/૧૧૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧૨. કયર (શિવશંકર પિલ્લાઈ) |}} {{Poem2Open}} કેરલ એ સંસ્કૃત પરંપરાનું અને સ્થાનિક કલાઓનું એક સમૃદ્ધ ધામ છે. ત્યાં એક રિવાજ છે કે રાત પડે દીવાને અજવાળે કુટુંબના વડીલ વૃદ્ધજન મહાભારત અ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 10: Line 10:
અલબત્ત, શિવશંકરે લખવાની શરૂઆત તો કવિતાથી કરેલી પણ એમની ગદ્યપ્રતિભા જોયા પછી કેન્દ્રીકાર કુમાર પિલ્લાઈ જેવા વિદ્વાને એમને કવિતાથી ગદ્ય તરફ વાળ્યા. ત્રિવેન્દ્રમના બુદ્ધિજીવી જૂથે અને કેરલના પ્રસિદ્ધ સાહિત્યિક સામયિકના તંત્રી એ. બાલકૃષ્ણ પિલ્લાઈએ આ લેખકને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડ્યું. ‘કેસરી'માં એમનું ઘણું સાહિત્ય પ્રકાશિત થયું.  

શિવશંકર પર અંગ્રેજી અને યુરોપીય સાહિત્યનો પ્રભાવ ઘણો રહ્યો પણ એમાં સૌથી મોટો પ્રભાવ ફ્રોઈડ અને કાર્લ માર્કસનો હતો. એમની કૃતિઓમાં જોરદાર સામાજિક સામગ્રી છે. એમાં અંદરખાને સામાજિક ટીકા છે. એમની કૃતિઓ ખાસ કરીને ડાબેરી વલણ પ્રગટ કરે છે. મલયાલમ સાહિત્યમાં મોટેભાગે મધ્યવર્ગીય જીવનની કથાઓ લખાતી હતી; એમાં શિવશંકર અને એમના સમકાલીનોએ ક્રાંતિકારક ફેરફાર આણ્યો અને કથાઓના કેન્દ્રમાં નીચલા સ્તરના દરિદ્રસમાજને મૂકો. વર્ગસંઘર્ષ અને માર્કસવાદી દૃષ્ટિકોણ સ્વાભાવિક રીતે પ્રવેશ પામ્યો.  

શિવશંકરને નામે ૩૫ જેટલી નવલકથાઓ અને પાંચસો જેટલી નવલિકાઓ બોલે છે. એમની નવલકથાઓમાં ચેમ્મીન’ ઉપરાંત ‘ચમારનો દીકરો' અને ‘બશેર ડાંગર' પણ પ્રસિદ્ધ છે. ચમારનો દીકરો'માં એક અસ્પૃશ્ય માતા પોતાના પુત્રને એવી રીતે તૈયાર કરવા મથે છે કે પોતાને જે સ્થિતિમાંથી ગુજરવું પડ્યું એમાંથી પુત્રને ગુજરવું ન પડે પણ એમાં કઠોર વાસ્તવિકતા અને સંનિષ્ઠા સાથે લેખકે એની અવદશા વર્ણવી છે. ‘બશેર ડાંગર’ ભૂમિહીન ખેતમજૂરો અને જમીનદારોના સંઘર્ષની કથા છે. ૧૯૭૮માં અનેક કૃતિઓને અંતે શિવશંકરે એમની સમર્થ કૃતિ ‘કયર’ સર્જી.  
શિવશંકરને નામે ૩૫ જેટલી નવલકથાઓ અને પાંચસો જેટલી નવલિકાઓ બોલે છે. એમની નવલકથાઓમાં ‘ચેમ્મીન’ ઉપરાંત ‘ચમારનો દીકરો' અને ‘બશેર ડાંગર' પણ પ્રસિદ્ધ છે. ચમારનો દીકરો'માં એક અસ્પૃશ્ય માતા પોતાના પુત્રને એવી રીતે તૈયાર કરવા મથે છે કે પોતાને જે સ્થિતિમાંથી ગુજરવું પડ્યું એમાંથી પુત્રને ગુજરવું ન પડે પણ એમાં કઠોર વાસ્તવિકતા અને સંનિષ્ઠા સાથે લેખકે એની અવદશા વર્ણવી છે. ‘બશેર ડાંગર’ ભૂમિહીન ખેતમજૂરો અને જમીનદારોના સંઘર્ષની કથા છે. ૧૯૭૮માં અનેક કૃતિઓને અંતે શિવશંકરે એમની સમર્થ કૃતિ ‘કયર’ સર્જી.  
‘કયર'માં શિવશંકર પિલ્લાઈની સર્જકતાની પરાકાષ્ઠા જોઈ શકાય છે. બસો વર્ષના ગાળામાં પથરાયેલી, ૧૦૦૦ જેટલાં પૃષ્ઠની આ બૃહન્નવલ હજાર જેટલાં પાત્રોની ભરમારથી છ પેઢીઓની કથા કહે છે. કેરલનું એક ગામ એના કેન્દ્રમાં છે. ૨૫૦ વર્ષ પૂર્વે આવેલા એક અમલદારે કરેલી ભૂમિની સરહદો અને ભૂમિની માલિકીથી શરૂ કરીને છેક આજની નક્સલવાદી આંદોલન સુધીના થાપટમાં એક ગામનો ધીમો પણ સળંગ વિકાસ રજૂ થયો છે. બીજી રીતે કહેવું હોય તો આ નવલકથામાં ગામ જ નવલકથાના નાયક તરીકે રજૂ થાય છે; જે સમયની સાથેસાથે જીવતું આવે છે, વિકસતું આવે છે અને બદલાતું આવે છે.  

૧૩૯ પ્રકરણોમાં વહેંચાયેલી આ નવલકથામાં ગામ છે તકષી. એમાં રહેતાં નાંબુદી, નાયર, ખ્રિસ્તી, મુસ્લીમ, તામિળ બ્રાહ્મણો, પુલય વગેરે અનેક પરિવારોની કથાસે૨ો અહીં ગૂંથાયેલી છે. જલમાર્ગોથી છવાયેલા આ વિસ્તારમાં જમીનમાલિકો, નાના ખેડૂતો અને ખેતમજૂરો વચ્ચેના વ્યવહારો અહીં અગ્રસ્થાને છે. સમાજની ઘણીબધી પ્રવૃત્તિ એના મન્દિરની આસપાસ થયા કરે છે. મનુષ્ય ભૂમિનો માલિક હોય કે ભૂમિને ખેડતો હોય, કોઈપણ રીતે મનુષ્યનો ભૂમિ સાથેનો નાતો એ આ નવલકથાની કરોડરજ્જુ છે. પ્રકરણે પ્રકરણે અહીં દૃશ્યો કેલિડોસ્કોપની જેમ બદલાતાં આવે છે; અને એમાંથી ગામજનોની પ્રણાલિગત જીવનશૈલીનો પૂરો પરિચય થતો આવે છે. પહેલાં ૧૬ પ્રકરણો નાટ્યાત્મક રીતે ગામનો સામાજિક પરિવેશ રજૂ કરે છે.  

Line 20: Line 20:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૧૧
|next =  
|next = ૧૧૩
}}
}}

Latest revision as of 15:17, 15 June 2023

૧૧૨. કયર (શિવશંકર પિલ્લાઈ)

કેરલ એ સંસ્કૃત પરંપરાનું અને સ્થાનિક કલાઓનું એક સમૃદ્ધ ધામ છે. ત્યાં એક રિવાજ છે કે રાત પડે દીવાને અજવાળે કુટુંબના વડીલ વૃદ્ધજન મહાભારત અને રામાયણ જેવાં મહાકાવ્યોમાંથી એના અંશોનું વાચન કરે. આવા જ અંશોના વાચનોથી કથા પી પીને એક કિશોર મોટો થયો અને કેરલનો સુપ્રસિદ્ધ નવલકથાકાર અને નવલિકાકાર સાબિત થયો; અને છેવટે ૧૯૮૪માં ભારતીય સાહિત્યમાં સૌથી મોટું સન્માનપાત્ર જ્ઞાનપીઠ પારિતોષિક મેળવ્યું. આ છે મલયાલમ ભાષાના સમર્થ સાહિત્યકાર તકી શિવશંકર પિલ્લાઈ. એપ્રિલ ૧૯૧૨માં કેરલ રાજ્યના તકષી ગામે જન્મેલા શિવશંકર પિલ્લાઈ આજે એમના ગામના નામથી જાણીતા છે. પિતા ખેડૂત, પણ કથકલી નૃત્યના માહેર. તકષીની શાળાથી શરૂ થયેલું શિવશંકરનું શિક્ષણ અંતે ત્રાવણકોર રાજ્યની રાજધાની ત્રિવેન્દ્રમની કૉલેજની કાયદાની ઉપાધિ આગળ પૂરું થયું. વચ્ચે માધ્યમિક શિક્ષણ સમુદ્રકાંઠાના અંબાલાપુષમાં લીધું. અંબાલાપુષે આ લેખક પર ઊંડી અસર પાડી છે. પછીથી વકીલાત પણ ત્યાં જ શરૂ કરી હોવાથી ત્યાંના માછીમારોના સમાજનો એમને નિકટથી પરિચય થયો; જેનો અનુભવ પછી એમની બહુ જ જાણીતી નવલકથા ‘ચેમ્મીન'માં ઊતર્યો છે. આ નવલકથા પરથી રામુ કારિયટે તૈયાર કરેલા ચલચિત્ર ચેમ્મીનને ૧૯૬૬માં ઉત્તમ ચલચિત્ર તરીકે પ્રેસિડન્ટનો ગૉલ્ડ મેડલ પણ મળેલો. વળી યુનેસ્કોએ પૂર્વ પશ્ચિમ કાર્યક્રમ અંતર્ગત આ નવલકથાને અનુવાદ માટે ખાસ પસંદ કરેલી. આ નવલકથાને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પણ સાંપડેલો છે. ‘ચેમ્મીન' એક શુદ્ધ કરુણ અંતવાળી પ્રેમકથા છે. એમાં માછીજીવનની શીલની પવિત્રતા અંગેની માન્યતા પર મુસ્લીમ માછીયુવક પરિકુટ્ટિમ અને હિન્દુ માછીકન્યા કરુત્તમ્માસનો બલિ કઈ રીતે ચઢે છે એનું સમુદ્રના વિવિધ મિજાજો વચ્ચે આલેખન થયું છે. અલબત્ત, શિવશંકરે લખવાની શરૂઆત તો કવિતાથી કરેલી પણ એમની ગદ્યપ્રતિભા જોયા પછી કેન્દ્રીકાર કુમાર પિલ્લાઈ જેવા વિદ્વાને એમને કવિતાથી ગદ્ય તરફ વાળ્યા. ત્રિવેન્દ્રમના બુદ્ધિજીવી જૂથે અને કેરલના પ્રસિદ્ધ સાહિત્યિક સામયિકના તંત્રી એ. બાલકૃષ્ણ પિલ્લાઈએ આ લેખકને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડ્યું. ‘કેસરી'માં એમનું ઘણું સાહિત્ય પ્રકાશિત થયું. શિવશંકર પર અંગ્રેજી અને યુરોપીય સાહિત્યનો પ્રભાવ ઘણો રહ્યો પણ એમાં સૌથી મોટો પ્રભાવ ફ્રોઈડ અને કાર્લ માર્કસનો હતો. એમની કૃતિઓમાં જોરદાર સામાજિક સામગ્રી છે. એમાં અંદરખાને સામાજિક ટીકા છે. એમની કૃતિઓ ખાસ કરીને ડાબેરી વલણ પ્રગટ કરે છે. મલયાલમ સાહિત્યમાં મોટેભાગે મધ્યવર્ગીય જીવનની કથાઓ લખાતી હતી; એમાં શિવશંકર અને એમના સમકાલીનોએ ક્રાંતિકારક ફેરફાર આણ્યો અને કથાઓના કેન્દ્રમાં નીચલા સ્તરના દરિદ્રસમાજને મૂકો. વર્ગસંઘર્ષ અને માર્કસવાદી દૃષ્ટિકોણ સ્વાભાવિક રીતે પ્રવેશ પામ્યો. શિવશંકરને નામે ૩૫ જેટલી નવલકથાઓ અને પાંચસો જેટલી નવલિકાઓ બોલે છે. એમની નવલકથાઓમાં ‘ચેમ્મીન’ ઉપરાંત ‘ચમારનો દીકરો' અને ‘બશેર ડાંગર' પણ પ્રસિદ્ધ છે. ચમારનો દીકરો'માં એક અસ્પૃશ્ય માતા પોતાના પુત્રને એવી રીતે તૈયાર કરવા મથે છે કે પોતાને જે સ્થિતિમાંથી ગુજરવું પડ્યું એમાંથી પુત્રને ગુજરવું ન પડે પણ એમાં કઠોર વાસ્તવિકતા અને સંનિષ્ઠા સાથે લેખકે એની અવદશા વર્ણવી છે. ‘બશેર ડાંગર’ ભૂમિહીન ખેતમજૂરો અને જમીનદારોના સંઘર્ષની કથા છે. ૧૯૭૮માં અનેક કૃતિઓને અંતે શિવશંકરે એમની સમર્થ કૃતિ ‘કયર’ સર્જી. ‘કયર'માં શિવશંકર પિલ્લાઈની સર્જકતાની પરાકાષ્ઠા જોઈ શકાય છે. બસો વર્ષના ગાળામાં પથરાયેલી, ૧૦૦૦ જેટલાં પૃષ્ઠની આ બૃહન્નવલ હજાર જેટલાં પાત્રોની ભરમારથી છ પેઢીઓની કથા કહે છે. કેરલનું એક ગામ એના કેન્દ્રમાં છે. ૨૫૦ વર્ષ પૂર્વે આવેલા એક અમલદારે કરેલી ભૂમિની સરહદો અને ભૂમિની માલિકીથી શરૂ કરીને છેક આજની નક્સલવાદી આંદોલન સુધીના થાપટમાં એક ગામનો ધીમો પણ સળંગ વિકાસ રજૂ થયો છે. બીજી રીતે કહેવું હોય તો આ નવલકથામાં ગામ જ નવલકથાના નાયક તરીકે રજૂ થાય છે; જે સમયની સાથેસાથે જીવતું આવે છે, વિકસતું આવે છે અને બદલાતું આવે છે. ૧૩૯ પ્રકરણોમાં વહેંચાયેલી આ નવલકથામાં ગામ છે તકષી. એમાં રહેતાં નાંબુદી, નાયર, ખ્રિસ્તી, મુસ્લીમ, તામિળ બ્રાહ્મણો, પુલય વગેરે અનેક પરિવારોની કથાસે૨ો અહીં ગૂંથાયેલી છે. જલમાર્ગોથી છવાયેલા આ વિસ્તારમાં જમીનમાલિકો, નાના ખેડૂતો અને ખેતમજૂરો વચ્ચેના વ્યવહારો અહીં અગ્રસ્થાને છે. સમાજની ઘણીબધી પ્રવૃત્તિ એના મન્દિરની આસપાસ થયા કરે છે. મનુષ્ય ભૂમિનો માલિક હોય કે ભૂમિને ખેડતો હોય, કોઈપણ રીતે મનુષ્યનો ભૂમિ સાથેનો નાતો એ આ નવલકથાની કરોડરજ્જુ છે. પ્રકરણે પ્રકરણે અહીં દૃશ્યો કેલિડોસ્કોપની જેમ બદલાતાં આવે છે; અને એમાંથી ગામજનોની પ્રણાલિગત જીવનશૈલીનો પૂરો પરિચય થતો આવે છે. પહેલાં ૧૬ પ્રકરણો નાટ્યાત્મક રીતે ગામનો સામાજિક પરિવેશ રજૂ કરે છે. પછી, એની જૂની વ્યવસ્થાઓ કઈ રીતે તૂટતી આવે છે, એ રજૂ થાય છે. કઈ રીતે ગરાસદારીની ગ્રામીણ આર્થિક વ્યવસ્થા ભાંગે છે, અને એની જગ્યાએ મૂડીવાદ આવે છે, કઈ રીતે જમીનના ઝઘડાઓ અંતહીન કાયદાની ચૂંગાલમાં ફસાઈને લોકોને પાયમાલ કરે છે, કઈ રીતે જાતભેદના ખ્યાલોથી સુખી દંપતીઓ હયાતીમાં આવતા નથી, કઈ રીતે નીચલા વર્ગના લોકોના શિક્ષણ માટે અવરોધો ઊભા કરવામાં આવે છે આ બધી વિગતો સાથે ગામની પડતી દશાને લંબાણપૂર્વક પરિવારોની કથા મારફતે રજૂ કરી છે. નવલકથાનો છેલ્લો ભાગ તો મણિકાન્તન જેવા પાત્રની નજરે રજૂ થયો છે. વિશ્વનાથન અને સુરેન્દ્રન જેવાં પાત્રો એમાં મદદ કરે છે. બીજા વિશ્વયુદ્ધ પછીના ખદબદતા દિવસો સાથે દેશના તત્કાલીન વર્તમાન ઇતિહાસની ઘટનાઓ સાંકળીને અહીં વ્યક્તિઓની અને પરિવારોની કથા કહેવાયેલી છે. નવલકથાનાં છેલ્લાં પૃષ્ઠો સામ્યવાદી અને અન્ય ડાબેરી વિચારસરણી ધરાવતા રાજકીય પક્ષો દ્વારા ઘડાતા જતા જમીનસુધારણાના કાયદાઓ સાથે નિસ્બત ધરાવે છે. આમ, દસ્તાવેજી સામગ્રીને અહીં કલ્પનાનો જબરો ઢોળ ચઢ્યો છે કે પછી કલ્પનાની સામગ્રીને અહીં દસ્તાવેજનો જબરો ઢોળ ચઢ્યો છે, એની આપણને સતત મૂંઝવણ રહે છે. કદાચ તેથી જ આ નવલકથા શિવશંકર પિલ્લાઈની સમર્થ નવલકથા બની શકી છે.