રચનાવલી/૧૧૮: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 11: Line 11:
આ પ્રસ્થાન કોઈ આર્યાવર્તની શોધમાં કરવાનું છે પણ આર્યાવર્ત પહોંચવાનો કોઈ નકશો પાસે નથી. કોઈ પિતામહોએ આર્યાવર્ત બતાવ્યું નથી. અને તો પણ ધ્રુવને લાખ હાથ જોડી એનાથી ઊલ્ટી દિશામાં દક્ષિણમાં ચાલવાનું છે. નાયકને ખબર છે કે સમયની એક જ દિશા છે એ આવે છે, આવી આવીને જાય છે અને આવતો રહે છે. મનુષ્યે શાશ્વત યાત્રીની જેમ ક્યાંય લાંબો પડાવ નાંખ્યા વિના મુકાબલો કરતાં આગળ વધવાનું છે. આ અવસ્થામાં બીજાના દુઃખને અપનાવીને જ દુઃખને દુઃખથાં જીતી શકાય છે. કદાચ બે હાથ પસારીએ અને ખાલી પાછા આવે, તો પણ એવી અવસ્થામાં વ્યાપેલી વિમૂઢતાને હસતા મોઢે ઝીલવાની છે. કારણ નાયકને ખબર છે કે મનુષ્ય ઇતિહાસ રચવા, અવસ્થા બદલવા સર્જાયો છે. આ દીર્થયાત્રા પછી યાત્રાઓનો ગતિ દરમ્યાન ભૂમિ પર ન તો શરણાર્થી બનવાનું છે, ન તો આક્રમક બનવાનું છે. યાત્રાઓ દરમ્યાન બદલાતી ભાષા, બદલાતા શત્રુઓ, મિત્રો, બદલાતાં લક્ષ્ય અને માર્ગ – બધાને જીરવવાનાં છે. મનુષ્ય યાત્રાઓ દરમ્યાન પોતાની હસ્તીને શોધવા નીકળ્યો છે. આથી જ આવનારા ઉષ:કાલોનો સામનો કરવા એ તૈયાર છે. ગતિશીલ મનુષ્ય માટે ગતિ એ જ માત્ર એનું જીવન છે. નાયક કહે છે : ‘જન્મભૂમિ છોડીને જ્યારે તમે ચાલ્યા છો ત્યારે યાદ રાખો કે જન્મ સ્વયં દીર્ઘ યાત્રાનો આરંભ છે.' મૃત્યુની વાત ભૂલીને મજા લેવાની છે અને જાણી લેવાનું છે કે અહીં અસ્થિરતા સિવાય કશુંય સ્થિર નથી.  

આ યાત્રાઓ દરમ્યાન સ્નેહ જ એક મંત્ર હોઈ શકે. સ્નેહનો અંશ જ્યારે જ્યારે ભુલાયો ત્યારે ત્યારે રાક્ષસો જન્મ્યા છે. જરા પણ સ્નેહ નહીં હોય તો મૂળ અને પાંદડાં ફૂટવાનાં નથી. આમાં તો હાથ થાકી જાય તો પગ સંભાળી લેશે, પગ લપસી પડશે તો હાથ ટેકો આપશે, હાથપગ ગળી જશે તો મન નિગરાની કરશે અને મન ડગશે તો આત્મા બચાવ કરશે. આવા સ્નેહનો મંત્ર મહાદુ:ખોને અગ્નિમાં પલટી નાખો પછી બે ચરણથી ત્રણ લોકને માપવા અઘરા. આ રીતે જ દુઃખકાલમાં દુઃખી અને સુખી કાલમાં સુખી થતી જન્માન્તર પરંપરા ચાલતી આવે છે.  

આ જન્માન્તર પરંપરાનું લક્ષ્ય કર્યું? નાયક એક ભરવાડ અને ઘેટાંના ટોળાની વાત માંડે છે. ઘાસની શોધમાં ભટકતા ભરવાડ આગળ ભૂત કહે છે : ‘જેટલાં બકરાં એટલું ઘાસ આપીશ પણ દરરોજ એક ઘેટું મને ખાવા આપવાનું.' પણ ઘેટાંઓનાં બચ્ચાંને જોઈ ભરવાડે કહ્યું ‘એવું ન થાય.’ ઘાસની શોધમાં ભરવાડ રણમાં આવી પડ્યો. ત્યાં એક વિકરાળ પ્રાણી કહે : ‘જેટલાં બકરાં એટલું ઘાસ આપીશ પણ દરરોજ બે બકરાં ખાવા આપવાનાં.' માતા બકરીઓ બોલી અમને આપી દો પણ બચ્ચાંઓને બચાવો.’ બચ્ચાં બોલ્યાં : ‘એવું ન થાય.’ છેવટે ભરવાડ આગળ વધ્યો. પછી એક ભીમકાય જનાવર સામે આવ્યું. કહે ‘તું અને તારાં બકરાં, બધાં જ મરવાનાં. કોઈ વિકલ્પ માની લે.' માતા બકરીઓ અને બચ્ચાંઓને બચાવવા ભરવાડે કહ્યું ‘બદલામાં તું મને લઈ લે. આમને છોડી દે.' આ કથા કહીને ગોત્રનાયકે પોતાની પ્રજાને નાયકનું ઊજળું દૃષ્ટાંત આપ્યું. સર્વ માતાઓને શુભાસન આપવા વિનંતિ કરી. કારણ માતાઓ જ ભવિષ્ય બનાવે છે. નાયક કહે છે : જ્યાં પણ આપણે પહોંચીશું, સમજજે કે એ આપણી મા છે.’ ગોત્રનાયકે દક્ષિણ સાગર તટના ગામમાં કોઈ બાળકના જન્મની વાત કરી અને જણાવ્યું કે એ બાળક જ ભવિષ્યમાં આપણે વિશે વાત કરશે.’  
આ જન્માન્તર પરંપરાનું લક્ષ્ય કર્યું? નાયક એક ભરવાડ અને ઘેટાંના ટોળાની વાત માંડે છે. ઘાસની શોધમાં ભટકતા ભરવાડ આગળ ભૂત કહે છે : ‘જેટલાં બકરાં એટલું ઘાસ આપીશ પણ દરરોજ એક ઘેટું મને ખાવા આપવાનું.' પણ ઘેટાંઓનાં બચ્ચાંને જોઈ ભરવાડે કહ્યું ‘એવું ન થાય.’ ઘાસની શોધમાં ભરવાડ રણમાં આવી પડ્યો. ત્યાં એક વિકરાળ પ્રાણી કહે : ‘જેટલાં બકરાં એટલું ઘાસ આપીશ પણ દરરોજ બે બકરાં ખાવા આપવાનાં.' માતા બકરીઓ બોલી અમને આપી દો પણ બચ્ચાંઓને બચાવો.’ બચ્ચાં બોલ્યાં : ‘એવું ન થાય.’ છેવટે ભરવાડ આગળ વધ્યો. પછી એક ભીમકાય જનાવર સામે આવ્યું. કહે ‘તું અને તારાં બકરાં, બધાં જ મરવાનાં. કોઈ વિકલ્પ માની લે.' માતા બકરીઓ અને બચ્ચાંઓને બચાવવા ભરવાડે કહ્યું ‘બદલામાં તું મને લઈ લે. આમને છોડી દે.' આ કથા કહીને ગોત્રનાયકે પોતાની પ્રજાને નાયકનું ઊજળું દૃષ્ટાંત આપ્યું. સર્વ માતાઓને શુભાસન આપવા વિનંતિ કરી. કારણ માતાઓ જ ભવિષ્ય બનાવે છે. નાયક કહે છે : ‘જ્યાં પણ આપણે પહોંચીશું, સમજજે કે એ આપણી મા છે.’ ગોત્રનાયકે દક્ષિણ સાગર તટના ગામમાં કોઈ બાળકના જન્મની વાત કરી અને જણાવ્યું કે એ બાળક જ ભવિષ્યમાં આપણે વિશે વાત કરશે.’  
છેવટે પો ફાટતાં યાત્રાનું મૂહુર્ત આવે છે. ગોત્રનાયક નૃત્યની પ્રતીક્ષા કરતાં જીવનની સ્તુતિ કરવાનું કહે છે. પણિક્કરનું ‘ગોત્રયાન’ આધુનિક મલયાલમ કવિતાનું અને ભારતીય કવિતાનું વિશેષ અર્પણ છે.  

{{Poem2Close}}
{{Poem2Close}}