રચનાવલી/૧૨૫: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
‘પંચતંત્ર’નો સંદર્ભ આ પ્રમાણે છે: દક્ષિણના મહિલારોય નગરના અત્યંત યશસ્વી અને કલાપ્રવીણ રાજા અમરશક્તિને ત્રણ દીકરા હતા : બહુશક્તિ, અગ્રશક્તિ અને અનંતશક્તિ. પણ ત્રણેના ત્રણે મહામૂર્ખ હતા. શાસ્ત્રો વાંચતા નહોતા અને વિવેક વગરના હતા. આથી રાજા અમરશક્તિને લાગ્યું કે જેમ પ્રસવ્યા વિનાની અને દૂધ ન આપતી ગાયનો અર્થ નથી તેમ વિદ્વત્તા વગરના અને વિવેક વગરના પુત્રોનો પણ કોઈ અર્થ નથી. અમરશક્તિએ પંડિતોની સભાને મૂર્ખ પુત્રોને બુદ્ધિવાન કરવા કોઈ ટૂંકો ઉપાય શોધવા જણાવ્યું. પણ પંડિતોએ કહ્યું કે વ્યાકરણ શીખતા જ બાર વર્ષ જાય. વળી ઉપરથી ધર્મશાસ્ત્ર, કામશાસ્ત્ર વગેરે શાસ્ત્રો શીખવાનાં. ત્યારે રાજ્યના સુમતિ નામના પ્રધાને કહ્યું કે આ જીવન ટૂંકું છે. ટૂંકમાં મૂર્ખને જ્ઞાન આપે એવો કોઈ ઉપાય અજમાવો. રાજાને ખબર પડી કે વિષ્ણુશર્મા નામનો એક અત્યંત પ્રતિષ્ઠિત બ્રાહ્મણ પંડિત છે, જે આ કામ કરી શકે તેમ છે; અને રાજાએ વિષ્ણુશર્માને બોલાવી કહ્યું કે ‘આ કામ પૂરું કરીશ તો સો ગામનો ધણી બનાવીશ.’ વિષ્ણુ શર્માએ કહ્યું કે ‘છ માસમાં ત્રણ પુત્રોને નીતિશાસ્ત્રમાં પારંગત ન કરું તો મારું નામ નહીં.’ આ પછી વિષ્ણુશર્માએ અમરશક્તિના ત્રણ પુત્રોને શિક્ષણ આપવા ‘પંચતંત્ર' રચ્યું. એવાં પાંચ તંત્રો છે તેથી એ ‘પંચતંત્ર’ કહેવાયું. આ પાંચ તંત્રો છે : મિત્રભેદ, મિત્રપ્રાપ્તિ, સંધિવિગ્રહ, લબ્ધપ્રણાશ અને અપરીક્ષિતકારક. દરેક તંત્રમાં મુખ્ય કથા છે અને એ મુખ્ય કથા સાથે બીજી ગૌણ કથાઓ ગૂંથાતી આવે છે. અલબત્ત પાંચમા તંત્રમાં મુખ્ય કથા જેવું ઓછું રચાયું છે.  

આપણે 'પંચતંત્ર'માંથી એક કથાનો નમૂનો જોઈએ. આ કથા છે જૂ અને માંકડની. કથાની શરૂઆતમાં એક શ્લોક જણાવે છે કે કોઈનું ચરિત્ર જાણ્યા વગર આશ્રય આપવો ન જોઈએ, જેમકે માંકડની ભૂલથી જૂ નાશ પામી. કોઈ એક રાજાનું સુન્દર શયનસ્થાન હતું. એમાં સફેદ ચાદરની વચ્ચે મન્દવિસર્પિણી નામની એક જૂ રહેતી હતી. રાજાનું  

જૂ સ્વાદિષ્ટ લોહી પી પીને એ સુખથી સમય પસાર કરતી હતી. એવામાં એ જ શયનસ્થાન પર એક અગ્નિમુખ નામનો માંકડ આવી ચડ્યો. જૂએ કહ્યું ‘આ મોટી જગ્યાએ તું કયાં આવી ચડ્યો? જલદી જતો રહે.' માંકડ કહે ‘આવેલાનું સ્વાગત કરવું જોઈએ. આ રીતે અપમાન ન કરાય.’ પછી માંકડ જૂને વિનવે છે : ‘મેં અનેક મનુષ્યોનું લોહી પીધું છે, પણ ક્યારે ય મધુર લોહી ચાખ્યું નથી. તો કૃપા કરી, વિવિધ ભોજન અને પકવાનથી મધુર થયેલું રાજાનું લોહી ચાખવાનું સુખ મને લેવા દે.’ માંકડ આગળ કહે છે લોકો જૂઠું બોલે છે, ન સેવવાનું સેવે છે કે પરદેશ જઈને વસે છે તે બધું જ પેટને માટે.’ ‘તો મને ભૂખ્યાને રાજાનું લોહી ચાખવા દે.’ જૂએ કહ્યું ‘માંકડ, હું રાજા ઊંઘમાં પડે પછી જ એનું લોહી પીઉં છું.’ માંકડ કહે ‘હું એમ જ કરીશ. ભગવાનના સોગંદ સાથે કહું છું કે તું પીશે પછી જ હું રાજાનું લોહી પીશ.' જૂએ કહ્યું ‘સારું. જેમ હથેલી ઘસીઘસીને ગરમ કરી હોય તો પણ પાછી ઠંડી જ પડી જાય છે તેમ ઉપદેશથી કોઈ સ્વભાવને થોડો સુધારી શકાય છે? રાજા હજી જાગતો હતો ત્યાં જ સોય જેવા ચટકાથી માંકડ રાજાને ચડ્યો. રાજા પથારીમાં બેઠો થઈ ગયો. ચાકરોને બોલાવ્યા. ચાકરોએ ચાદરને બરાબર જોઈ અને ચાદરની ગડીમાંથી જૂ અને માંકડને પકડી મારી નાખ્યાં.  
જૂ સ્વાદિષ્ટ લોહી પી પીને એ સુખથી સમય પસાર કરતી હતી. એવામાં એ જ શયનસ્થાન પર એક અગ્નિમુખ નામનો માંકડ આવી ચડ્યો. જૂએ કહ્યું ‘આ મોટી જગ્યાએ તું કયાં આવી ચડ્યો? જલદી જતો રહે.' માંકડ કહે ‘આવેલાનું સ્વાગત કરવું જોઈએ. આ રીતે અપમાન ન કરાય.’ પછી માંકડ જૂને વિનવે છે : ‘મેં અનેક મનુષ્યોનું લોહી પીધું છે, પણ ક્યારે ય મધુર લોહી ચાખ્યું નથી. તો કૃપા કરી, વિવિધ ભોજન અને પકવાનથી મધુર થયેલું રાજાનું લોહી ચાખવાનું સુખ મને લેવા દે.’ માંકડ આગળ કહે છે ‘લોકો જૂઠું બોલે છે, ન સેવવાનું સેવે છે કે પરદેશ જઈને વસે છે તે બધું જ પેટને માટે.’ ‘તો મને ભૂખ્યાને રાજાનું લોહી ચાખવા દે.’ જૂએ કહ્યું ‘માંકડ, હું રાજા ઊંઘમાં પડે પછી જ એનું લોહી પીઉં છું.’ માંકડ કહે ‘હું એમ જ કરીશ. ભગવાનના સોગંદ સાથે કહું છું કે તું પીશે પછી જ હું રાજાનું લોહી પીશ.' જૂએ કહ્યું ‘સારું. જેમ હથેલી ઘસીઘસીને ગરમ કરી હોય તો પણ પાછી ઠંડી જ પડી જાય છે તેમ ઉપદેશથી કોઈ સ્વભાવને થોડો સુધારી શકાય છે? રાજા હજી જાગતો હતો ત્યાં જ સોય જેવા ચટકાથી માંકડ રાજાને ચડ્યો. રાજા પથારીમાં બેઠો થઈ ગયો. ચાકરોને બોલાવ્યા. ચાકરોએ ચાદરને બરાબર જોઈ અને ચાદરની ગડીમાંથી જૂ અને માંકડને પકડી મારી નાખ્યાં.  
આમ, માંકડ, જૂ, કાગડો, ઘુવડ, ઊંદર, હંસ, કાચબો, ટિટોડી, હરણ, વાંદરો, મગર જેવાં અનેક પ્રાણીઓની આવી જીવતી અને બોલતી કથાઓ જીવનને એનાં વિવિધ સ્વરૂપમાં રજૂ કરે છે. બાળમાનસમાં કાયમ માટે વસી જનારા આ પ્રાણીપાત્રો બાળમાનસમાં જીવનની ઊંડી સમજને ઘર કરી આપે છે, એમાં શંકા નથી અને તેથી જ જગતના ઉત્તમ સાહિત્યમાં ‘પંચતંત્ર’નું સ્થાન છે.

{{Poem2Close}}
{{Poem2Close}}