રચનાવલી/૧૫૦: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫૦. દાદુ દયાલની સાખીઓ |}} {{Poem2Open}} મધ્યકાલીન સંતકવિ દાદુ દયાલનું મોટાભાગનું જીવન ભલે રાજસ્થાનમાં વીત્યું પણ એમનો જનમનો નાતો અમદાવાદ જોડે છે. અમદાવાદની સાબરમતી જોડે છે. લોકવા...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 11: Line 11:
બહુ ટૂંકાં વાક્યોમાં સંતકવિ કેટલું બધું ભરી દે છે એનું ઉદાહરણ જુઓ : ‘માખણ મન પાંહણ ભયા, માયા રસ પીયા / પાંહણ મન માંખણ ભયા, રામ રસ લીયા.’ (માયા રસ પીધો તો માખણ સરખું મન પાષાણ થઈ ગયું પણ રામરસ પીધો તો પાષાણ જેવું મન માખણ થઈ ગયું). પતિવ્રતા નારી અને વ્યભિચારિણી નારીનું એના જમાનાનું ઉદાહરણ લઈને દાદુ એકાગ્ર ભક્તિનું રહસ્ય સરલતાથી પ્રજાને સમજાવે છે : ‘દાદુ પતિ ભરતા કે એક હૈ, દુજા નાંહી આન / વિભચારનિ કે દોઈ હૈ પરઘર એક સમાન' (પતિવ્રતા માટે એક જ પતિ છે, બીજો કોઈ નથી. વ્યભિચારિણીને તો પારકું કે પોતાનું ઘર બંને સરખા છે). હિન્દુમુસ્લીમ ઝઘડાને, સંપ્રદાયો વચ્ચેના કલહને, ઊંચનીચના વિચારને એક ઉદાહરણના દોરે પરોવીને દાદુએ આકર્ષક રીતે સાખી લખી છે : ‘ખંડ ખંડ કરી બ્રહ્મ હૂં, પખિ પખિ લીયા આંટિ / દાદુ પૂરણ બ્રહ્મ તજિ બંધે ભ્રમકી ગાંઠિ.' (બ્રહ્મને ખંડ ખંડ કરી એના ટુકડે ટુકડા વહેંચી લીધા. પૂર્ણ બ્રહ્મને તજીને, બધા ભ્રમના બંધનમાં ફસાયા). અહીં દાદુ ‘બ્રહ્મ' અને ‘ભ્રમ'ને નજીક લાવીને લોકહૃદયમાં સંદેશો સોંસરવો ઉતારી દેવા મથ્યા છે. ક્યારેક એક જ ક્રિયાપદ ‘સૂતા’નો ઉપયોગ કરીને વારે વારે દોહરાવીને દાદુએ સૂતા લોકોને સમર્થ રીતે જગાડવા પ્રયત્ન કર્યો છે : ‘સૂતા આવૈ, સૂતા જાઈ સૂતા ખેલૈ સૂતા ખાઈ / સૂતા લેવૈ સૂતા દેવૈ દાદુ સૂતા જાઈ.’ (સૂતા આવ્યા છે, સૂતા જશે, સૂતા રમે છે અને સૂતા જમે છે. સૂતાં સૂતાં જ લેવડદેવડ કહે છે અને સૂતા જ જાય છે).  

ક્ષણે ક્ષણે ઓછા થતા જતા આયુષ્ય તરફ લોકોને સજાગ કરતું એમનું એક પદ જોવા જેવું છે : ‘જાગિ રે સબ રેનિ વિહાંની / જાઈ જનમ અંજરી કો પાની' (જાગ, રાત વીતી ગઈ છે અને જનમ ખોબાના પાણીની જેમ ટપકતું જાય છે). આ પછી ઘડી ઘડી ઘડિયાળ બજાવતા દિવસ અને રાત, સૂર્ય અને ચન્દ્રને કવિ દાખલ કરે છે. સરોવરનું પાણી, વૃક્ષની છાયા પણ એ જ સંદેશ આપે છે કે ‘નિસદિન કાલ મરા સે કાયા.' (કાળ નિશદિન કાયાનો કોળિયો કર્યે જાય છે)  

એક જગ્યાએ પોતે અને જગતને સામસામા રાખીને તેમજ પોતે અને જગતને એકબીજામાં એકઠા કરી સંત કવિ દાદુ દયાલ કહે છે કે ‘એક કહો તો દોઈ હૈ દોઈ કહો તો એક / યો દાદુ હેરાન હૈ..... આમ એક કહો તો બે છે અને બે કહો તો એક છે એ જોઈ હેરાન થતાં દાદુ દયાલ ભારતીય સંસ્કૃતિના સમર્થ સંવાહક છે. સાહિત્ય અકાદમી, દિલ્હીની ‘ભારતીય સાહિત્યના નિર્માતા' શ્રેણી અંતર્ગત રામબક્ષે લખેલું ‘દાદુ દયાલ' પુસ્તક ગુજરાતીમાં બિન્દુ ભટ્ટે કરેલા અનુવાદમાં મેળવી શકાય તેમ છે.  
એક જગ્યાએ પોતે અને જગતને સામસામા રાખીને તેમજ પોતે અને જગતને એકબીજામાં એકઠા કરી સંત કવિ દાદુ દયાલ કહે છે કે ‘એક કહો તો દોઈ હૈ દોઈ કહો તો એક / યો દાદુ હેરાન હૈ.....આમ એક કહો તો બે છે અને બે કહો તો એક છે એ જોઈ હેરાન થતાં દાદુ દયાલ ભારતીય સંસ્કૃતિના સમર્થ સંવાહક છે. સાહિત્ય અકાદમી, દિલ્હીની ‘ભારતીય સાહિત્યના નિર્માતા' શ્રેણી અંતર્ગત રામબક્ષે લખેલું ‘દાદુ દયાલ' પુસ્તક ગુજરાતીમાં બિન્દુ ભટ્ટે કરેલા અનુવાદમાં મેળવી શકાય તેમ છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૪૯
|next =  
|next = ૧૫૧
}}
}}