રચનાવલી/૧૭૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૭૩. ક્રેપની છેલ્લી ટેપ (બેક્ટિ) |}}
{{Heading|૧૭૩. ક્રેપની છેલ્લી ટેપ (સેમ્યુઅલ બૅકેટ) }}





Latest revision as of 08:26, 10 June 2023


૧૭૩. ક્રેપની છેલ્લી ટેપ (સેમ્યુઅલ બૅકેટ)


લેખક અવસાન પામે એટલે એની કીર્તિમાં થોડી ઓટ આવવા માંડે એવું ઘણાંબધા કિસ્સાઓમાં બનતું હોય છે, પરંતુ સેમ્યુઅલ બૅકિટ એવો લેખક છે કે ૧૯૮૯માં એનું અવસાન થયું અને આજ સુધીમાં એની ત્રણેક જીવનકથાઓ અને એના પરનાં થોકબંધ વિવેચનો બહાર આવ્યાં છે. અલબત્ત બૅકિટે હંમેશાં ઇચ્છવું હતું કે એનું જીવન નહીં પણ એનાં લખાણો માઇક્રોસ્કોપની નીચે મૂકવામાં આવે. પણ બૅકિટ એવો તો ઊંડો રહસ્યવાદી લેખક હતો, એની આસપાસના લોકોની એને માટે એવી તો મોટી ચાહના હતી અને એનાં લખાણો એવાં તો અહોભાવથી વંચાતા અને ભજવાતા રહ્યાં કે આમ બનવું સ્વાભાવિક હતું. ડબ્લીનના ફૉક્સરૉક પરામાં ૧૯૦૬માં જન્મેલા બૅકિટના બાળપણના દિવસો એનાં લખાણો માટે મહત્ત્વના રહ્યા છે. ગમે તે આઇરિશની જેમ બૅકિટ પણ એની મા સાથે ખૂબ વળગેલો રહ્યો. પણ પછી ટ્રિનિટી કૉલેજમાં લીધેલા ફ્રેન્ચના અભ્યાસ બાદ એના જીવનનો મોટો ભાગ માતાથી અને માતૃભૂમિથી દૂર ફ્રાન્સમાં વીત્યો. આથી એણે અંગ્રેજીમાં લખ્યું અને ફ્રેન્ચમાં પણ લખ્યું. પ્રસ્ત, જિદ વગેરે લેખકોને તો એ ચાહતો હતો. શૉપનહાવરનો પણ એના પર પ્રભાવ હતો પરંતુ દાન્તેનું ઘેલું તો બૅકિટને જીવનભર રહ્યું. એવો જ એને શોખ હતો ચિત્રકલાનો. અનેક આર્ટગેલેરીઓમાં આ કારણે એણે રખડ્યા કરેલું. આ બધા વચ્ચે જેમ્સ જોય્સનો એના મનમાં આદર્શ હતો, પણ માનસિક અસમતુલનના હુમલાઓ આવ્યા પછી બૅકિટે પોતાનો અવાજ શોધી લીધો હતો. આ સદીના ચોથા દાયકાના છેવટના ભાગમાં બૅકિટ પોતાની માતા સાથે રહેતો હતો ત્યારે કોઈ જબરદસ્ત પરિવર્તનમાંથી એ પસાર થઈ રહ્યો છે એનો અનુભવ કરે છે. આ અનુભવ જ સીધો એના નાટક ‘ક્રેપની છેલ્લી ટેપ'માં ઊતર્યો છે. પોતાના જીવનકથાકાર નોલ્સનને જણાવતાં એ કહે છે કે મારી માના ખંડમાં કોઈ દર્શન થયું આનો અર્થ એટલો જ કે બૅકિટને પોતાના ભવિષ્યનો -કલામાર્ગ કેવો લેવો એનો કોઈ સમર્થ અવબોધ તે વેળાએ થઈ ચૂક્યો. હવે એ પોતાનાં લખાણોમાં જીવનની ‘અંધારી બાજુઓ’ને પ્રવેશ આપશે. અતંત્રતા, યાતનાને પ્રવેશ આપશે અને જીવનની હયાતીમાં જે કરુણ સુખ પથરાયેલું છે એને વાચા આપશે. જેમ્સની સમૃદ્ધ શૈલી અને એનું રમતિયાળપણું બૅફિટે છોડી દીધા. બૅકિટે અલંકાર વગરની ભાષાનો માર્ગ અપનાવ્યો, વસ્તુની કરકસરનો માર્ગ અપનાવ્યો, નિષ્ફળતામાં પોતાનો ઉત્કર્ષ શોધતી કલાનો માર્ગ અપનાવ્યો. આ માર્ગ ‘એબ્સર્ડ’નો માર્ગ કહેવાયો, જેમાં આભાસ હેઠળ જીવાતી જીવનની ક્રૂરતાને બૅકિટે ખપમાં લીધી બીજી રીતે કહીએ તો જીવનની વેરવિખેર વિગતોને આભાસી રીતે જોડતી કડીઓને અને દુષ્ટ તર્કને બૅકિટે ફગાવી દીધાં. ‘વેઇટીંગ ફોર ગોદો’ બૅકિટની આ બાબતમાં જગમશહુર ઉત્તમ નાટ્યકૃતિ છે. પરંતુ, આ અનુભવની શરૂઆત થઈ, માતાના ખંડમાં. બૅકિટને પોતાની રીતે લખવાનો જે માર્ગ મળ્યો, એ નાટક તો છે ‘ગ્રુપની છેલ્લી ટેપ’. આ નાનું સરખું નાટક બૅકિટની બધી ખૂબીઓને અને એની નાટકકાર તરીકેની વિશેષતાને બરાબર દર્શાવે છે. આમ તો આ નાટક એકોક્તિ છે. એકોક્તિમાં બીજા પાત્રની કલ્પના કરીને એ પાત્રને સંબોધીને એક પાત્ર બોલ્યા કરતું હોય છે. પણ અહીં તો બોલનાર અને સાંભળનાર એક જ પાત્ર છે. ફરક એ છે કે સાંભળનાર વર્તમાનમાં છે અને બોલનાર ભૂતકાળમાં છે. અને એક જ વ્યક્તિના આ બે પાસાંઓની વચ્ચે ટેપરેકોર્ડર છે. સ્ટેજ પર ટેબલ છે અને ટેબલનાં બે ખાનાંઓમાંથી એકમાં ટેપ કરેલું સ્કૂલ છે અને બીજામાં કોરા સ્કૂલ છે. ક્રેપ પોતે બોલે છે, ગ્રુપ ટેપમાં બોલે છે અને ક્રેપ ટેપમાં પોતાનો અવાજ ટેપ કરવા બોલે છે. એમ ત્રેવડી ભૂમિકા પરથી આ નાટક ઊભું થાય છે. વળી વચ્ચે વચ્ચે બોલાતી વાત વિચારવા માટે વારંવાર ટેપને અટકાવવાનું બન્યા કરે છે. ક્રેપના જીવનમાં પણ વિધવા માતાનું સ્મરણ છે. એક નહેરના ઊંચાણ પરના મકાનમાં એ મરણને બિછાને છે. બહારના બાંકડા પરથી કેપ માને જોઈ શકે છે. અને ત્યાં ક્રૅપ કોઈ સફેદ વસ્ત્રમાં સજ્જ નર્સના સંપર્કમાં આવે છે. કદાચ એની સાથે મળવાના ઘણાં પ્રસંગોમાંનો એક પ્રસંગ વર્ણવાયો છે. કાળા ડિબાંગ ખડકો, દીવાદાંડીના પ્રકાશમાં ઊંચે ઊડતાં ફીણો અને વિસારે પાડેલો અંધકાર પણ - તોફાન અને રાત્રિ સાથે સંકળાયેલા અમંગળ અનુભવો સમજના પ્રકાશમાં ઓગળી જાય છે. ક્રુપે આ અનુભવ સાથે પ્રેમના અનુભવને એકરૂપ કરી દીધો છે. પણ આ અનુભવનું છટકણું સ્વરૂપ ભૂતકાળમાં જ રહી ગયેલા આ અનુભવની વેદના આખા નાટકને ઘેરી વળે છે. ક્રૅપ કહે છે કે બધું જ બધું ત્યાં છે. બધો જ પ્રકાશ અને અંધકાર, દુકાળ અને ઉત્સવ... ક્રૅપ આ વેદનામાંથી વારંવાર પસાર થવાનું ઇચ્છે છે. ફરી... ફરી... એ જૂની વેદના... એકવારમાં એ બસ નથી... આ નાટક બૅકિટના અંગત અનુભવના અપૂર્વ અને ભયજનકરૂપનું ઉદાહરણ છે. બૅકિટે એકવાર જાહેર કરેલું કે નવલકથા લખતાં લખતાં થાક ચઢે ત્યારે થિયેટર એ મારે માટે થાક ઉતારવાનું મુખ્ય સાધન છે, પણ બૅકિટને સૌથી વધુ યશ તો એનાં નાટકોએ જ રળી આપ્યો છે.