રચનાવલી/૨૦૦: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૦૦. ટ્રેનો પર ચાંપતો પહેરો (બોહુમિલ હ્રબલ) |}} {{Poem2Open}} પહેલા વિશ્વયુદ્ધમાં હારેલું જર્મની બમણા જોરે બીજા વિશ્વયુદ્ધને છંછેડે છે અને હિટલરની સરમુખત્યારી હેઠળ સામ્રાજ્ય વિસ...")
 
No edit summary
 
Line 16: Line 16:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૯૯
|next =  
|next = ૨૦૧
}}
}}

Latest revision as of 11:54, 9 May 2023


૨૦૦. ટ્રેનો પર ચાંપતો પહેરો (બોહુમિલ હ્રબલ)


પહેલા વિશ્વયુદ્ધમાં હારેલું જર્મની બમણા જોરે બીજા વિશ્વયુદ્ધને છંછેડે છે અને હિટલરની સરમુખત્યારી હેઠળ સામ્રાજ્ય વિસ્તાર આદરે છે. આ દરમ્યાન યુદ્ધખોરી અને નરસંહાર સાથે એક પછી એક જે પ્રદેશ હડપ થવા માંડે છે એમાં ઝેકોસ્લોવાકિયા પણ આવી જાય છે. પોલાન્ડ કે ફ્રાન્સ પર જર્મની જેવો કબ્જો જમાવે છે એવો જ કબ્જો એ ઝેકોસ્લોવેકિયા પર પણ જમાવે છે. જર્મનોની ક્રૂરતા અને બર્બરતાનો ઇતિહાસમાં કોઈ જોટો નથી. એમણે ફેલાવેલા ભય અને આતંકની કોઈ સીમા નથી, આ રીતે યુદ્ધ સમયના જર્મન તાબામાં આવી પડેલા ઝેકોસ્લોવેકિયાની સ્થિતિની ઝેક લેખક બોહુમિલ હૂબલે એની નવલકથા ‘ટ્રેનો પર ચાંપતો પહેરો’ (‘અ ક્લૉઝ વોચ ઓન ધ ટ્રેન્સ’)માં એક ઝલક આપી છે. ૧૯૧૪માં જન્મેલા બોહુમિલ હૂબલે પ્રાહમાં રહીને કાયદાનો અભ્યાસ કરેલો છે, પણ ૧૯૩૯ પછીના જર્મનોના તાબામાં ગયેલા ઝેકોસ્લોવાકિયામાં વકીલાત કરવી અશક્ય હોવાથી અને જાતજાતનાં કામો કરવા પડ્યાં છે. નોટરીના ક્લર્ક તરીકે, ટપાલી તરીકે, સ્ટીલના કારખાનાના મજદૂર તરીકે, થિયેટરના કર્મચારી તરીકે તો એણે અનુભવ લીધો પણ રેલ્વેના લાઇન્સમેન તેમજ ટ્રેનડિસ્પેચરનો પણ એણે અનુભવ લીધો. રેલ્વેનો અનુભવ એને એની આ નવલકથામાં કામમાં આવ્યો છે. અલબત્ત ૧૯૬૨ પછી આ લેખકે માત્ર સાહિત્યસર્જન પાછળ જ સમય ગાળ્યો છે તેમ છતાં એની આ પહેલી નવલકથા અત્યંત મહત્ત્વની પુરવાર થઈ છે. ‘ઊંડાણમાં પડેલ મોતી’, ‘ઉત્સાહવીરો’, ‘પુખ્ત છાત્રો માટે નૃત્યના પાઠો’ અને ‘હું હવે જેમાં રહેવા ઇચ્છતો નથી તે મકાન પર વેચાણની નોટિસ’ વગેરે આ લેખકની અન્ય નોંધપાત્ર રચનાઓ છે પણ આ લેખકનો યશ ‘ટ્રેનો પર ચાંપતો પહેરો પર’ મુખ્યત્વે ટકેલો છે. આ નવલકથાનો નાયક મિલોઝ ડ્રમા એક અત્યંત ભોળો અને નિર્દોષ યુવક છે એને જ મુખે કથા કહેવાયેલી છે. જર્મનીના તાબામાં ગયેલા ઝેકોસ્લોવાકિયાના એક નાના પણ અત્યંત મહત્ત્વના રેલ્વે સ્ટેશન પર એ નવા શિખાઉ તરીકે કામગીરી બજાવી રહ્યો છે. સ્ટેશન, સ્ટેશનની ટ્રાફિક ઑફિસ, પ્લેટફોર્મ અને આવતી જતી ટ્રેનોની આસપાસ આ નવલકથા આકાર લે છે. શરૂમાં મિલોઝ એના પિતાનો, પિતાના પિતાનો અને એના પિતાનો પરિચય આવે છે. ૧૮૩૦માં જન્મેલા એના પ્રપિતામહ લ્યૂક લશ્કરમાં ડ્રમરબૉય તરીકે ફરજ પર હતા. પણ એ જમાનામાં છોકરાઓ સૈનિકો પર પથરા ફેંકતા એમાં રસ્તાનો એક પથરો લ્યૂકને ઘૂંટણમાં વાગેલો અને અપંગ બનેલો. એને પેન્શન મળતું, રમની બાટલી અને તમાકુ પીધે રાખી લ્યૂક અડ્ડાઓમાં ઘૂમ્યા કરતા. મિલોઝ જણાવે છે એક પણ વર્ષ એવું નહીં ગયું હોય કે મારા પ્રપિતામહે લોકોનો માર ન ખાધો હોય. - મિલોઝના પિતામહ વિલેમ હિપ્નોટિસ્ટ હતા અને નાનાં સર્કસોમાં કામ કરે રાખતા. પણ જર્મનો આખા પ્રદેશ પર કબજો કરવા સરહદ વટાવી પ્રાહ તરફ જતા હતા, ત્યારે કોઈએ નહીં અને મિલોઝના પિતામહે હિંમત કરેલી અને હિપ્નોટીઝમના જોરે જર્મનોને અટકાવતા એમની સામે ગયા હતા. જર્મન સૈન્યની ટેન્કો ચાલી આવતી હતી, ત્યારે હાથ પસારી આંખ માંડી, ‘ફરી જાઓ અને પાછા ફરો"નું સૂચન કરતા એ સામે ઊભા રહી ગયા પણ ટેન્ક આગળ વધી અને એમના પર ફરી વળી. એમનું માથું કચડાઈ ગયું અને પછી જર્મનોને રોકનારું કોઈ રહ્યું નહીં. કેટલાકે પિતામહને મૂર્ખ ઠેરવ્યા પણ કેટલાકને લાગ્યું કે એમની જેમ જો એકે એક જણ સશસ્ત્ર જર્મનોની સામે ગયો હોત તો જર્મનોની શું ઓકાત હતી? મિલોઝના મર્મમાં આ અનુભવ ઊંડો પડેલો હતો. સ્ટેશનની ટ્રાફિક ઑફિસમાં વિચિત્ર સ્ટેશન માસ્ટર, સાહસિક ડિસ્પેચર અને સુન્દર ટેલિગ્રાફિસ્ટ સાથે ટેલિફૉનની ઘંટડીઓ, ટેલિગ્રાફની ટકટક અને સિગ્નલની સિસ્ટમ વચ્ચે કામ કરતો મિલોઝ જતી આવતી ટ્રેનોને બહુ નજુકથી જુએ છે. આ ટ્રેનો જ એને બહા૨ના જગતમાં ચાલી રહેલી ખાનાખરાબીનાં ચિત્રો પહોંચાડ્યાં કરે છે. ગુડ્ઝ ટ્રેન, પેસેન્જર ટ્રેન, મેઇલ ટ્રેન, લશ્કરી સરંજામ વહન કરતી કે સરહદ પરથી ટીપાઈને પાછી ફરતી ટ્રેનો જુદી જુદી કથા કહે છે. ગુડ્ઝ ટ્રેનમાં મૂંગા પ્રાણીઓની દિવસો સુધી ખોરાકપાણી વગર થતી હેરાફેરી કે ડબ્બાનું એક પણ અંગ સાજું ન બચ્યું હોય અને દરેક દરવાજા પર લોહીના ધબ્બા લાગ્યા હોય એવી લશ્કરી ટ્રેનોમાં મિલોઝ જર્મનોની લોહીતરસને છતી થતી જુએ છે. જર્મનોની જંગાલિયત ટ્રેનોની દશા અને એમાં આવતા અમલદારોની મનોદશા દ્વારા પ્રગટ થઈ છે. એક બાજુ સ્ત્રીપ્રસંગમાં એકવાર નિષ્ફળ ગયેલો મિલોઝ સ્ટેશનની ટ્રાફિક ઑફિસમાં એક સ્ત્રીપ્રસંગમાં પહેલીવાર સફળ થતાં વિશ્વાસ હાંસલ કરે છે. તો બીજી બાજુ ટ્રાફિક ઑફિસનો ડિસ્પેચર મિલોઝને લશ્કરી દારૂગોળો લઈ જતી ટ્રેનને ઉડાડી મૂકવાના કાવતરામાં સામેલ કરે છે. સ્ત્રીપ્રસંગે આવેલો વિશ્વાસ અને પિતામહ સાથેનો જર્મનોનો ક્રૂર વ્યવહાર મિલોઝને સાહસ કરવા પ્રેરે છે. અંધારી બરફ વરસતી રાત્રે સિગ્નલના થાંભલા પર ચઢી પસાર થતી ટ્રેઇનના વચલા કોઈ ડબ્બા પર બૉમ્બ ફેંકી મિલોઝ ટ્રેનને ઉડાડવામાં સફળ થાય છે પણ સાથે સાથે જીવલેણ રીતે જર્મનની ગોળીએ ઘવાય છે. મિલોઝના અંતિમ ઉદ્ગારો સાથે મિલોઝની વાત અને કથા એક સાથે પૂરી થાય છે. રેલ્વે જગતનું હૂબહૂ ચિત્ર ખડું કરતી આ નવલકથાએ નાના એક સ્ટેશનની વાત દ્વારા બીજા વિશ્વયુદ્ધના સમયના સમસ્ત વાતાવરણને પ્રતિબિંબિત કરી દીધું છે.