રચનાવલી/૯૪: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્થળ બદલાય છે, સમય બદલાય છે. મનુષ્યની પેઢીઓ બદલાતી રહે છે. જમાનો બદલાય છે. પણ સ્ત્રીપુરુષ વચ્ચેનાં આકર્ષણો અને સામાજિક વ્યવસ્થાઓનાં માળખાંઓ વચ્ચેનાં ઘર્ષણો સતત થતાં જ રહ્યાં છે. એમાં કોઈ ભાગ્યે જ ફેર પડ્યો છે. મોટાભાગની પ્રેમકથાઓનો કરુણ અંત આવે છે અને એને કારણે લગ્નજીવનમાં પણ કરુણતા સર્જાય છે. કારણ પ્રેમ એ નૈસર્ગિક આકર્ષણ છે અને લગ્ન એ સામાજિક વ્યવસ્થા છે. જગતભરના કથાસાહિત્યમાં કોઈપણ પ્રેમકથાની નીચે પડેલું આ એક સર્વસામાન્ય હાડપિંજર છે, જેમાં પછી લોકો રંગ ઘૂંટીને લોકસાહિત્ય સર્જે છે કે લેખકો પ્રાણ પૂરીને કથાવાર્તા રચે છે.  

ભારતીય નવલકથામાં જ્ઞાનપીઠ ઍવાર્ડને કારણે જેમનું નામ જાણીતું છે તે વિશ્વનાથ સત્યનારાયણ તેલુગુ સાહિત્યકાર છે. એમની નવલકથા ‘એકવીરા' પણ આવી જ કોઈક પ્રેમકથા રજૂ કરે છે. વિશ્વનાથ સત્યનારાયણ કવિ છે, વિવેચક છે, નિબંધકાર છે, પણ વિશેષ કરીને તેઓ નવલકથાકાર છે. ‘કવિ સમ્રાટ'ના બિરૂદથી નવાજાયેલા આ તેલુગુ નવલકથાકારની વિશિષ્ટ કૃતિ ‘રામાયણ કલ્પવૃક્ષ’ જ્ઞાનપીઠ માટે પસંદ થઈ હતી. એમની નવલકથા ‘સહસ્રફેણ'ને આન્ધ્ર વિશ્વવિદ્યાલયમાં સ્થાન મળ્યું છે. પણ અહીં જે એમની નવલકથા એકવીર'ની વાત કરવાના છીએ એ એમની ઐતિહાસિક નવલકથા છે. દક્ષિણ ભારતનું વાતાવરણ એમાં બરાબર ઊતર્યું છે. અને એમાં ય આન્ધ્ર પ્રદેશના પ્રચલિત કુચીપુડીને આ નવલકથામાં એક અંગ બનાવીને દાખલ કર્યું છે. ઉપરાંત આન્ધ્રના મધ્યકાલીન રાજપ્રકરણનો પણ એમાં સમાવેશ થયો છે. પોર્ટુગલો આવ્યા અને એમનો રંજાડ શરૂ થયો એ સમયની વાતને અહીં વણી લેવામાં આવી છે.  
ભારતીય નવલકથામાં જ્ઞાનપીઠ ઍવાર્ડને કારણે જેમનું નામ જાણીતું છે તે વિશ્વનાથ સત્યનારાયણ તેલુગુ સાહિત્યકાર છે. એમની નવલકથા ‘એકવીરા' પણ આવી જ કોઈક પ્રેમકથા રજૂ કરે છે. વિશ્વનાથ સત્યનારાયણ કવિ છે, વિવેચક છે, નિબંધકાર છે, પણ વિશેષ કરીને તેઓ નવલકથાકાર છે. ‘કવિ સમ્રાટ'ના બિરૂદથી નવાજાયેલા આ તેલુગુ નવલકથાકારની વિશિષ્ટ કૃતિ ‘રામાયણ કલ્પવૃક્ષ’ જ્ઞાનપીઠ માટે પસંદ થઈ હતી. એમની નવલકથા ‘સહસ્રફેણ'ને આન્ધ્ર વિશ્વવિદ્યાલયમાં સ્થાન મળ્યું છે. પણ અહીં જે એમની નવલકથા ‘એકવીરા'ની વાત કરવાના છીએ એ એમની ઐતિહાસિક નવલકથા છે. દક્ષિણ ભારતનું વાતાવરણ એમાં બરાબર ઊતર્યું છે. અને એમાં ય આન્ધ્ર પ્રદેશના પ્રચલિત કુચીપુડીને આ નવલકથામાં એક અંગ બનાવીને દાખલ કર્યું છે. ઉપરાંત આન્ધ્રના મધ્યકાલીન રાજપ્રકરણનો પણ એમાં સમાવેશ થયો છે. પોર્ટુગલો આવ્યા અને એમનો રંજાડ શરૂ થયો એ સમયની વાતને અહીં વણી લેવામાં આવી છે.  
દક્ષિણમાં વેગે નદી મદુરા નગરની એક બાજુ ખાઈનું કામ કરે છે અને ત્રણ બાજુ એને કિલ્લાની ઊંચી દીવાલો છે. વેગે નદીને કાંઠે બે મિત્રો મળ્યા છે. એકનું નામ છે કુટ્ટાન અને બીજાનું નામ છે વીરભૂપતિ. કુટ્ટાન મદુરાના નાયક રાજાઓના મુખ્ય સેનાપતિ અને સેતુઓના સ્થપતિ ઉદયનનો એક માત્ર પુત્ર છે; જ્યારે વીરભૂપતિ રાજવલ્લિપુરનો નિવાસી છે. એનાં માતાપિતા ગરીબ છે. બંને મિત્રો મદુરામાં પ્રશિક્ષણ લઈ રહ્યા છે. વીરભૂપતિને આશા છે કે પ્રશિક્ષણ પૂરું થતાં મિત્ર કુટ્ટાનની ઓળખાણથી એને કોઈ સારી નોકરી મળી જશે.  

કુટ્ટાને મિત્ર વીરભૂપતિ આગળ પોતાની વ્યથા રજૂ કરી : પોતે પરણેલો છે, પણ પરણતાં પહેલાં એ એક મીનાક્ષી નામની સુન્દરીના પરિચયમાં આવેલો. મામાની હવેલી પાસેના મન્દિરઉદ્યાનમાં માળા ગૂંથતી ચાલતી આવતી મીનાક્ષીની સંમુખ પોતે થયેલો. અને મીનાક્ષી એનાં ચરણ પાસે ફૂલની માળા છોડીને ચાલી ગયેલી. પિતાની મરજી વિરુદ્ધ ન જઈને પરણી ગયેલો પોતે હવે મીનાક્ષીને ભૂલી શકતો નથી. એનું દુઃખ મિત્ર વીરભૂપતિ આગળ કુટ્ટાન પ્રગટ કરે છે. બીજી બાજુ વીરભૂપતિ પણ મિત્ર કુટ્ટાન પાસે કબૂલ કરે છે કે પોતાનો ખેડૂત પરિવાર છે પણ પોતે અત્યંત આકર્ષક હોવાથી ગામની બહારના કોઈ મહેલના ગોખમાં દેખાયેલી સુન્દરીને મન આપી બેઠો છે. એ યુવતી કોણ હતી અને કેવી રીતે મળી શકાય એની એને કાંઈ ખબર પડતી નથી. માતાપિતા રાજકન્યાના મોહમાં કોઈ જોખમ ન ઊભું કરવા માટે વીરભૂપતિની પાસેથી વચન લે છે અને વીરભૂપતિનો પ્રેમ મરુભૂમિમાં અદશ્ય થનારી જલધારાની માફક લુપ્ત થઈ ગયો છે.  