રચનાવલી/૯: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના કેન્દ્રમાં ધર્મ છે અને ધર્મના કેન્દ્રમાં ભક્તિ છે. દક્ષિણ ભારતમાંથી ભક્તિઆંદોલનની છોળ ઉત્તરમાં જઈને પૂર્વ- પશ્ચિમમાં પ્રસરી ગઈ અને એણે ધર્મજ્ઞાનના ચિંતનયુક્ત પ્રવાહને ધર્મભક્તિના ઊર્મિયુક્ત પ્રવાહમાં પલટી નાખ્યો.  

ભક્તિ એ ધર્મનું અંગત સ્વરૂપ છે ભક્તિ વાયુ જેવા અદશ્ય તત્ત્વ સાથે બાથ નથી ભીડતી પણ ભક્તિ પાણી જેવા પ્રવાહી તત્ત્વમાં હાથ નાખે છે અને સ્પર્શે છે, એને સંવેદે છે ભક્તિના સ્વરૂપને સમજાવતા દેવજી મોઢા જેવા ગુજરાતી કવિએ એને અંગે એક સરસ પંક્તિ આપી છે : ‘ભક્તિ ઘટ્ટ થતાં થતાં થઈ ગઈ, શી અંતમાં રાધિકા’ ભક્તિ પરમ અદ્દેશ્ય તત્ત્વનું પ્રત્યક્ષ અદૃશ્ય અને ઘનરુપ છે.  
ભક્તિ એ ધર્મનું અંગત સ્વરૂપ છે ભક્તિ વાયુ જેવા અદૃશ્ય તત્ત્વ સાથે બાથ નથી ભીડતી પણ ભક્તિ પાણી જેવા પ્રવાહી તત્ત્વમાં હાથ નાખે છે અને સ્પર્શે છે, એને સંવેદે છે ભક્તિના સ્વરૂપને સમજાવતા દેવજી મોઢા જેવા ગુજરાતી કવિએ એને અંગે એક સરસ પંક્તિ આપી છે : ‘ભક્તિ ઘટ્ટ થતાં થતાં થઈ ગઈ, શી અંતમાં રાધિકા’ ભક્તિ પરમ અદૃશ્ય તત્ત્વનું પ્રત્યક્ષ દૃશ્ય અને ઘનરુપ છે.  
આથી જ મધ્યકાલીન કવિઓએ ચિંતન માટે યોગ્ય સંસ્કૃત જેવી અઘરી ભાષાને છોડીને લોકો જે બોલતા હતા તે ભાષાની નજીક જઈને ભક્તિને યોગ્ય લોકોની સરળ ભાષામાં રચનાઓ કરી. ગુજરાતી ભાષામાં પોતાની રીતે રામાયણ અને મહાભારત ઉતાર્યા, પુરાણો ઉતાર્યાં ભાગવત ઉતાર્યું અને ભગવદ્‌ગીતાનો પણ અખાના સમકાલીન કવિ નરહરિએ સૌથી પહેલો ગુજરાતીમાં પદ્ય અનુવાદ આપ્યો.  

ભગવદ્ગીતાનું આકર્ષણ ભારતની પ્રજામાં પહેલેથી જ રહ્યું છે. એનો પ્રભાવ એટલો મોટો છે કે એનો આધાર લઈને એનો સાર લઈને અને એનું સ્વરૂપ લઈને એ પ્રકારની બીજી અનેક ગીતાઓ મધ્યકાળમાં લખાયેલી છે. ખુદ ભગવદ્ગીતાને ગુજરાતીમાં ઉતારનાર નરહરિએ યોગમાર્ગની પરિભાષામાં ઈશ્વરસ્વરૂપ વર્ણવતી ‘જ્ઞાનગીતા’ અને લઘુ યોગવશિષ્ઠને આધારે અનુવાદ જેવી ‘વાસિષ્ઠસાર ગીતા’ પણ આપી છે. અદ્વૈતવાદને કાવ્યમાં પ્રત્યક્ષ કરતી અખાજીની ‘અખે ગીતા' તો મધ્યકાલીન કવિતાનું ઊંચુ શિખર છે. આ ઉપરાંત વેદતત્ત્વને પ્રગટ કરતી ગોપાલદાસની ‘ગોપાલ ગીતા’, વીસ વિશ્રામમાં ઉદ્ધવ અને ગોપીઓના પ્રસંગને રજૂ કરતી કવિ પ્રીતમની ‘સરસગીતા’, સીતા ત્યાગનો વેધક પ્રસંગ આપતી મુક્તનંદની ‘ઉદ્ધવગીતા’ અને વિધવાઓને લક્ષ્ય કરીને લખાયેલી ‘સતી ગીતા આ બધી મધ્યકાળમાં લખાયેલી ગીતાઓમાં કાવ્યતત્ત્વની રીતે ઉત્તમ ગણાતી ‘અખે ગીતા’ પછી લોકપ્રિયતાની દૃષ્ટિએ બીજું સ્થાન ‘અર્જુન ગીતા’નું આવે છે.  