રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૩૬. ઘુવડની સલાહ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૬. ઘુવડની સલાહ|}} {{Poem2Open}} એક હતી ખિસકોલી. એણે એક ઝાડ હેઠળ ઘર ક...")
 
No edit summary
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
એક હતી ખિસકોલી.
એક હતો ઘુવડ.


એણે એક ઝાડ હેઠળ ઘર કર્યું; ઘરને સરસ રીતે શણગાર્યું.
તે એક ઝાડની બખોલમાં બેઠો હતો.


ઘર જોઈ ગલબા શિયાળનું મન લલચાયું.
તેવામાં તેણે નીચે જમીન પર વાંસનો છોડ ઊગતો જોયો.


એ કહે: ‘આવા ઘરમાં ખિસકોલી રહે એ શોભે નહિ; આમાં હું રહું તો ઘર પણ શોભે અને હું પણ શોભું!’
તેણે બૂમ પાડી જંગલનાં બધાં પંખીઓને ભેગાં કરી કહ્યું: ‘અરે ઓ પંખીઓ!’ પેલા ઊગતા વાંસને પકડો ને એને મૂળમાંથી ઉખાડી ફેંકી દો! એ તમારો દુશ્મન છે.


ખિસકોલી તે વખતે ખેતરમાં મગફળી વીણવા ગઈ હતી, તેથી ઘરમાં કોઈ હતું નહિ. ગલબાએ તે જ ઘડીએ ઘરમાં ધામા નાખ્યા.
પંખીઓએ કહ્યું: ‘એ અમારો દુશ્મન કેવી રીતે?’ બાપડો ટચૂકડો છે!’


થોડી વાર પછી ખિસકોલી આવી. આંગણામાં પગ દેતાં જ તેને ખબર પડી ગઈ કે ઘરમાં કોઈ છે, એટલે એણે બૂમ પાડી: ‘એ…ઈ, ઘરમાં કોણ છે?
ઘુવડે કહ્યું: ‘કાલે એ મોટો થશે, ને એનાં કામઠાં બનશે!


શિયાળે કહ્યું: ‘કોણ તે હું છું, ગલબો શિયાળ — ઘરનો માલિક.
પંખીઓએ હસીને કહ્યું: ‘કામઠાં બને તેથી અમને શું?


ખિસકોલીએ કહ્યું: ‘આ મારું ઘર છે; તું નીકળ મારા ઘરમાંથી!’
ઘુવડે કહ્યું: ‘બીજી પણ એક વાત મારે તમને કહેવાની છે. પણે નદી કિનારે પેલાં બરુ ઊગે છે તેનેયે મૂળમાંથી ઉખાડી ફેંકી દો!’


ગલબાએ કહ્યું: ‘ઘર મારું છે, મને મારા ઘરમાંથી નીકળવાનું કહેનારી તું કોણ? હટ અહીંથી!’
પંખીઓને આ સાંભળી વધારે હસવું આવ્યું. તેમને થયું બહુ ભણી ભણીને ઘુવડનું આજે ફટકી ગયું લાગે છે.


ખિસકોલીએ કહ્યું: ‘તું ચોર છે, તું ખોટી રીતે મારા ઘરમાં ઘૂસી ગયો છે. હું કાજીને ફરિયાદ કરીશ.
તેમણે કહ્યું: ‘કેમ ભાઈ, એ બરુ પણ અમારું દુશ્મન છે શું?


‘ફરિયાદ કાલે કરતી હો તો આજે કર!’ ગલબાએ કહ્યું.
ઘુવડે કહ્યું: ‘હા, એ તમારું પાકું દુશ્મન છે! વાંસનાં કામઠાં પર ચડીને એ બરુ તીર બની ઊડીને તમને મારશે.


એટલામાં ત્યાં થઈને કૂકડો નીકળ્યો.
પંખીઓને આ બહુ ગમ્મતની વાત લાગી.


તરત ખિસકોલીએ બૂમ મારી: ‘એ…ઈ કાજી સાહેબ!, એ…ઈ કાજી સાહેબ! અમારો ન્યાય કરો!’
તેમણે કહ્યું: ‘બરુ ઊડશે કેવી રીતે! એને કંઈ પાંખો છે?


કૂકડાએ નજીક આવી કહ્યું: ‘બોલો, શી ફરિયાદ છે?’
ઘુવડે કહ્યું: ‘તમારાં પીંછાંની મદદ લઈ એ ઊડશે. પીંછાં છે રૂડાંરૂપાળાં, પણ એનામાં વિવેક બુદ્ધિ નથી એટલે તો હું તમને કહેતો રહું છું કે તમે તમારાં પીછાં વેરવાનું બંધ કરો! પેલો ગાંડા જેવો માણસ જંગલમાં ફરે છે એ જોયો? એ શું કરે છે, તમને ખબર છે? એ તમારાં વેરાયેલાં પીંછાં ભેગાં કરે છે, અને આ વાંસ અને બરુ ક્યારે મોટાં થાય તેની રાહ જુએ છે. પછી એ બરુનાં એ તીર બનાવશે, અને તેના છેડે તમારાં જ પીંછાં બાંધશે. તમારાં પીંછાંને લીધે એ તીર તમારા કરતાં પણ વધારે ઝડપથી હવામાં ઊડશે ને તમને પટકી પાડશે!


ખિસકોલીએ કહ્યું: ‘આ ઘર મારું છે, પણ એક બદમાશ એ બથાવીને બેસી ગયો છે. આપ હુકમ કરી મારા ઘરમાંથી એને કાઢો!
પંખીઓએ હસીને કહ્યું: ‘ઓહોહો! કેવી મોં માથા વગરની વાત કરો છો તમે?’ અમારાં મરી ગયેલાં પીંછાં અમારા કરતાં વધારે ઝડપથી ઊડે. એવું તે કદી બને ખરું? સાવ ગપ!


કૂકડાએ રુઆબથી કહ્યું: ‘હમણાં કાઢું!’ હું હુકમ કરું એટલી વાર હું કોઈની બદમાશી નહિ ચાલવા દઉં.’ બોલતાં બોલતાં એ જુસ્સામાં આગળ વધ્યો અને ઘરના આંગણામાં આવી ઊભો ને બોલ્યો: ‘એ…ઈ બદમાશ! સાંભળ! હું કાજી તને હુકમ કરું છું— મારી સામે અબઘડી હાજર થા!
ઘુવડે કહ્યું: ‘ગપ નહિ, બહુ ભણી ભણીને સાચી વાત કરું છું. પૂરો અભ્યાસ કર્યા પછી આ કહું છું.’


ગલબો શિયાળ ઘરના બારણામાં આવી ઊભો.
પંખીઓએ કહ્યું: ‘અમને તો તમારું ખસી ગયું લાગે છે.


કૂકડો એને જોઈ મનમાં કહે: ‘ઓહ, આ તો ગલબો મિનિસ્ટર છે! એની સામે હુકમ કરવામાં ભારે જોખમ! નોકરી જાય અને કદાચ જીવ ખોવા વારો આવે!’
ઘુવડ હવે કંઈ બોલ્યો નહિ.


તેણે કહ્યું: ‘ખિસકોલી બાઈ, તમે કહો છો કે ઘર તમારું છે, પણ હું અત્યારે નજરોનજર જોઉં છું તો ઘરમાં ગલબોજી રહે છે. તો જે ઘરમાં તમે રહેતાં નથી એ ઘર તમારું કેવી રીતે હોઈ શકે?’
:::*
વાતને કેટલોક વખત વીતી ગયો.


ખિસકોલીએ રોતાં રોતા કહ્યું: ‘સાહેબ, ઘર મારું છે. હું સાચું કહું છું, આ ઘર મારું છે.
વાંસ મોટો થયો, ને પાકો થયો એટલે પેલો ગાંડો માણસ તે કાપી ગયો. તેવી રીતે તે બરુ પણ કાપી ગયો. અને પછી એક દિવસ અચાનક તેણે વનમાં હાહાકાર ફેલાવી દીધો.


કૂકડાએ ગલબાને પૂછ્યું: ‘આ વિશે આપનું શું કહેવું છે?’
કામઠી પર તીર ચડાવી તેણે આકાશમાં ઊડતાં પંખીઓને નીચે પાડવા માંડ્યાં. પંખીઓને હવે ઘુવડની વાત યાદ આવી.


ગલબાએ કહ્યું: ‘હું આ ઘરમાં રહું છું એ આપ નજરે જુઓ છો, પછી મારે કંઈ કહેવાનું રહેતું નથી.
તેઓ હવે ઘુવડની પાસે ગયાં, ને બોલ્યાં: ‘ઘુવડ મહારાજ! પેલે દિવસે અમે તમારી મશ્કરી કરી, પણ હવે નથી! પેલો દુષ્ટ માણસ કામઠી પર તીર ચડાવી છોડે છે ને અમને આકાશમાંથી ઊડતાં હેઠે પાડે છે! એના હાથમાંથી બચવાનો હવે અમને કોઈ રસ્તો બતાવો!


કાજી કૂકડાએ ચુકાદો આપ્યો: ‘ખિસકોલીની ફરિયાદ કાઢી નાખવામાં આવે છે.’
ઘુવડે માથું ધુણાવી કહ્યું: ‘કોઈ રસ્તો નથી; તમારા જ શરીરનાં પીંછાં દુશ્મનના દળમાં જઈ ભળ્યાં છે, એટલે હું લાચાર છું.’


ચુકાદો જાહેર કરી કાજી સાહેબ ચાલી ગયા.
પંખીઓએ કહ્યું: ‘તો શું તમે હવે અમને કંઈ જ સલાહ નહિ આપો?’


ખિસકોલી ડૂસકાં ભરતી ત્યાંથી ચાલી નીકળી.
ઘુવડે કહ્યું: ‘સલાહ આપવાનો પણ સમય હોય છે. એ સમય જો એક વાર ગયો તો ફરી પાછો આવતો નથી!’ હવે હું માત્ર એટલું જ કહી શકું છું કે ચેતીને ચાલો!


એને રડતી જતી જોઈ ઝાડ પર બેઠેલા કપિએ એને પૂછ્યું: ‘શા દુ:ખે રડો છો, ખિસીબહેન?’
પંખીઓ નિરાશ થઈ ઘેર પાછાં ફર્યાં.


ખિસકોલીએ કહ્યું: ‘દુનિયામાં ગરીબનું કોઈ બેલી નથી, ભાઈ!’
{{Right|[નવાબસાહેબનાં ચા-પાણી]}}
 
કપિએ કહ્યું: ‘કોઈ જ નથી એવું તો કેમ કહેવાય, બહેન? સૂરજ હજી ઊગે છે તો!’
 
હવે ખિસકોલીએ રડતાં રડતાં પોતાની બધી વીતક વાત કરી.
 
એ સાંભળી કપિ વિચારમાં પડી ગયો. બીજી ડાળ પર એક કાગડો બેઠેલો હતો. તેણે બધી વાત સાંભળી હતી. તેણે કહ્યું: ‘કપિભાઈ, મને એની વાત સાચી લાગે છે.’
 
કપિએ કહ્યું: ‘તો સાચું લાગે છે એટલું કહીને આપણાથી છૂટી જવાય નહિ…’
 
‘નહિ જ. એને એનું ઘર પાછું મળે એવું કરવું જોઈએ.’ કાગડાએ કહ્યું.
 
‘સામે ગલબો શિયાળ છે—રાજાનો મિનિસ્ટર!’ કપિએ કહ્યું.
 
‘હા, સામે જૂઠ અને પ્રપંચ છે.’ કાગડાએ કહ્યું.
 
આ બે જણ વચ્ચે પછી ખાનગી મસલત ચાલી. તેમણે કંઈક નક્કી કર્યું.
 
*
કાજીની કોરટમાં જીત્યા પછી ગલબો ખૂબ આનંદમાં હતો. એ ઘરના ઊંબરામાં જ બેઠો. ખિસકોલીની કેવી દુર્દશા થાય છે એ જોવાનું એને મન હતું.
 
એટલામાં એણે રસ્તે જતા કોઈ બે જણને વાતો કરતા સાંભળ્યા.
 
એક જણ કહેતો હતો: ‘પે…લું ઘર જોયું?’
 
બીજાએ કહ્યું: ‘હા, જોયું! શું છે એનું?’
 
‘એ ભૂતિયું ઘર છે, એમાં ભૂત રહે છે. એક રાત પણ કોઈ એમાં રહી શકતું નથી. કોઈ જરી ઝોકું ખાય તો ભૂત તરત એને બોચીમાંથી પકડે છે અને મારી ખાય છે.’
 
‘બાપ રે, મને કોઈ મફત આપે તો યે આવા ઘરમાં હું ન રહું!’
 
ગલબાએ બહાર નજર કરી જોયું તો એક હતો વાંદરો ને બીજો હતો કાગડો.
 
એ લોકોના ચાલી ગયા પછી ગલબો કહે: ‘હું કંઈ આવાં ભૂતબૂતમાં માનતો નથી. ભૂતને નજરે દેખું તોયે માનું નહિ એવો હું બુદ્ધિવંતો છું.’
 
આમ કેટલોક વખત વીતી ગયો. અચાનક કંઈ અવાજ સાંભળી ગલબાએ રસ્તા ભણી નજર કરી જોયું તો એક તેતર અને એક કબૂતર વાતો કરતાં જતાં હતાં.
 
તેતરે ખિસકોલીવાળું ઘર દેખાડી કહ્યું: ‘આ ઘર વેચાય છે, બહુ સસ્તામાં મળે એમ છે. મારો વિચાર એ લેવાનો છે. તમારી શી સલાહ છે? મિત્ર તરીકે તમે સાચી સલાહ અ આપજો!’
 
કબૂતરે ઘર સામે જોઈ કહ્યું: ‘ઊંહું! ઊંહું!’
 
તેતરે કહ્યું: ‘કેમ ઊંહું?’
 
કબૂતરે કહ્યું: ‘મને પણ તારી જેમ એ ઘર ખરીદવાનો વિચાર આવેલો, એટલે મેં તપાસ કરી તો મને માલૂમ પડ્યું કે એ ભૂતિયું ઘર છે; એમાં એક બ્રહ્મરાક્ષસ રહે છે. ત્યાં કોઈ રાત રહી શકતું નથી. કહે છે કે માણસ જરી ઊંઘવાનું કરે તો તરત બ્રહ્મરાક્ષસ આવીને એને બોચીમાંથી પકડે છે ને મારી ખાય છે!’
 
‘બાપ રે!’ તેતર ફફડી ગયું. ‘સારું થયું તમે મને ચેતવ્યો!’ આમ વાતો કરતા કરતા તેઓ ચાલી ગયા.
 
ગલબો મનમાં કહે: ‘હેં, શું આ ભૂતિયું ઘર છે? એમાં બ્રહ્મરાક્ષસ રહે છે? બ્રહ્મરાક્ષસ તો ભૂત કરતાંયે ભૂંડો!’
 
એ ભયથી ફફડી ગયો, પણ ગલબો બહાદુર હતો, કહે: ‘હું ઊંઘીશ જ નહિ, પછી બ્રહ્મરાક્ષસ મને શું કરવાનો છે?
 
મનમાં આવું બોલ્યો ખરો, પણ એને ઊંઘવું હતું, પરાણે આંખો ઉઘાડી રાખી બેઠો હતો.આમ કેટલોક વખત ગયો. વળી એણે કંઈ વાતચીત થતી સાંભળી. બહાર નજર કરી એણે જોયું તો એક સસલું અને એક હરણ વાતો કરતાં જતાં હતાં.
 
હરણ કહેતું હતું: ‘દોસ્ત, પરમ દિવસે તારી જનમગાંઠ છે. ખરું ને?’
 
સસલાએ કહ્યું: ‘છે જ તો! જનમગાંઠને એવી ટેવ છે કે હા કહો કે ના કહો, પણ વરસે વરસે એ આવે જ છે.’
 
હરણે કહ્યું: ‘હું તને તારી જનમગાંઠ પર એક ફક્કડ ચીજ ભેટ આપવા ચાહું છું — એવી ભેટ કે તું જીવે ત્યાં લગી એ તારી સાથે રહે.’
 
‘વાહ! એવી કેવી ભેટ છે એ?’ સસલાએ પૂછ્યું.
 
‘ઘર!’ હરણે કહ્યું.
 
‘ઘર? બહુ સરસ! મને એ સાંભળી આનંદ થયો.’ સસલાએ કહ્યું.
 
હરણે કહ્યું: ‘એ ઘર દેખાડવા જ હું તને અહીં લઈ આવ્યો છું સામે જો, પેલું દેખાય છે ને, એ જ એ ઘર! છે ને સરસ?’
 
આ સાંભળી સસલાનું મોં વિલાઈ ગયું. તેણે કહ્યું: ‘આ ઘર તારે મને ભેટ આપવું છે? મિત્ર થઈને?’
 
હરણે નવાઈ પામી કહ્યું: ‘કેમ, કંઈ વાંધો છે?’
 
‘વાંધો લાખ મણનો! એ તો ભૂતિયું ઘર છે. એમાં એક નહિ, બે ભૂત રહે છે, તેમાં એક તો બ્રહ્મરાક્ષસ છે. જો જરી ઊંઘવાનું કર્યું તો ભૂત બોચીમાંથી પકડે છે અને ન કર્યું તો બ્રહ્મરાક્ષસ છાતી પર ચડી બેસે છે. આવું ઘર ભેટમાં ન અપાય, ભાઈ! આના કરતાં તો તું મને ધક્કો મારી ઊંડા કૂવામાં નાખે એ સારું!’
 
આમ વાતો કરતાં કરતાં બેઉ ચાલી ગયાં.
 
ગલબાએ આ વાતચીત બરાબર સાંભળી. સાંભળીને એ ફફડી ગયો. બુદ્ધિવંતો હોવાનો એનો ફાંકો ઊતરી ગયો. એ મોટેથી બોલ્યો: ‘નક્કી આ ઘર ભૂતિયું છે. ત્રણ—ત્રણ જણ એને ભૂતિયું કહે છે એટલે એ ભૂતિયું જ છે જ.’
 
એ મોટેથી બોલી ઊઠ્યો: ‘છિ:! આવા ઘરમાં હું નહિ રહું. છો ખિસકોલી અહીં રહેતી ને મરતી! એ મરે એ જ લાગની છે.’
 
તે જ ઘડીએ એણે ઘર છોડી દીધું.
 
વાંદરો અને કાગડો ઝાડ પર બેઠા બેઠા ગલબા પર નજર રાખી રહ્યા હતા. ગલબો મોટેથી બોલ્યો તે તેમણે સાંભળ્યું અને એને ઘર છોડી ભાગી જતો પણ જોયો. તેતર, કબૂતર, હરણ, સસલું બધાં એમનાં મિત્રો હતાં. બધાંએ મળીને ગલબાને બિવડાવી ભગાડવાની યુક્તિ ગોઠવી હતી અને તે બરાબર પાર પડી હતી.
 
ખિસકોલી તો હજી ઝાડની નીચે લમણે હાથ દઈને બેઠી હતી. અચાનક એણે કપિનો અવાજ સાંભળ્યો: ‘ખિસીબહેન, ખુશ થાઓ! ગલબો ભાગી ગયો. તમારું ઘર ખાલી છે. ચાલો, અમે તમને ઘેર લઈ જઈએ!’
 
ખિસકોલી એટલી ભયભીત હતી કે ગલબો ઘર ખાલી કરી ગયો છે એ વાત એના માન્યામાં આવતી નહોતી. એ હેં હેં કરતી રહી, અને કપિ, કાગડો, તેતર, કબૂતર, સસલું, હરણ બધાં સરઘાસકારે ગોઠવાઈ ગયાં — કોઈ પીપૂડી ફૂંકે, કોઈ નગારી વગાડે, કોઈ શરણાઈ બજાવે!
 
જોવા જેવો ખેલ થયો. ખિસકોલીને લઈને સરઘસ ચાલ્યું, ને ખિસકોલીના ઘરે પહોંચ્યું.
 
ઘર ખાલી જોઈ ખિસકોલીના આનંદનો પાર ન રહ્યો. ઘરના કોઠારમાં સાચવીને રાખેલી મગફળીઓનો એણે આ સૌ મિત્રો સામે ઢગલો કરી દીધો અને કહ્યું: ‘ખાઓ ને ખુશ થાઓ! મારું બધું ધન તમારું જ છે એમ સમજજો!’
 
સઘળે આનંદ આનંદ થઈ રહ્યો.
 
{{Right|[‘અકલું ચકલું બાલવાર્તાવલિ’]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits