રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/2: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
રવીન્દ્રનાથની પ્રતિષ્ઠાના અધ:પતનનું ત્રીજું કારણ જે થોમ્પ્સને નોંધ્યું છે અને અમે બધાં પણ તેની સાથે સંમત છીએ. પહેલા વિશ્વયુદ્ધના અંતથી સાહિત્યના ભાવમાં ઘણો બદલાવ આવ્યો હતો. માત્ર પશ્ચિમમાં જ નહીં પણ રવીન્દ્રનાથના દેશમાં પણ ભાવ, શૈલી, સ્વરૂપ તેમ જ કવિનો કવિતા અને જગત પ્રત્યેનો દૃષ્ટિકોણ, બધું જ બદલાઈ ગયું છે. આ ક્રાંતિનો આરંભ તેમ જ પરાકાષ્ટા રવીન્દ્રનાથે જોઈ હતી. તેમણે ૧૯૩૦ના દસકામાં ગદ્યકાવ્યો અને રોજીંદા જીવનની કવિતાઓ લખી એટલે ઘણા બંગાળીઓ એમ માને છે કે એેમના પર આ ક્રાંતિની અસર પડી હતી. પણ હું તેમ નથી માનતો. તેમની કવિતાનું બાહ્ય સ્વરૂપ બદલાયું હતું પણ તે તો પહેલાં અનેક વાર બદલાયું હતું. પણ એેમના જીવન પ્રત્યેના અભિગમમાં કે ભાષાના ઉપયોગમાં તે પોતાની બહાર નીકળ્યા ન હતા. બંગાળી જાણનારા અને રવીન્દ્રનાથની સાથે સદા સંપર્કમાં રહેલા થોમ્પ્સનનું માનવું છે કે એલિયટથી પ્રભાવિત યુગમાં રવીન્દ્રનાથને ન્યાય મળવો અશક્ય છે. આ મંતવ્ય સાચું છે કે પછી સાચા સવાલને ટાળવાનો પ્રયાસ છે?<ref>રવીન્દ્રનાથની પાશ્ચાત્ય ખ્યાતિની પાછળ કામ કરી રહેલા રાજકીય પરિબળોની વાત કરવા હું નથી માંગતો પણ પહેલા વિશ્વયુદ્ધ પછી જર્મન પ્રજાએ એેમને આપેલું માન એ ભૂતપૂર્વ શત્રુના શત્રુને અપાતું માન હતું. એક પ્રશંસકે ૧૯૨૧માં લખ્યું હતું: ક્કજર્મનીમાં રવીન્દ્રનાથના આગમનથી એક બુદ્ધિહીન ખળભળાટ મચી ગયો છે . . . કે પછી રાજકારણી તુક્કો . . . જનતા એેમને જર્મનીની મહાનતાના  . . . અને શત્રુઓએ તેના પર કરેલા ઘોર અન્યાયના સાક્ષી તરીકે બીરદાવવા માંગે છે. ઘણાંને એમ લાગે છે કે એક હિન્દુસ્તાની માટે આ અશક્ય છે અને તેઓ રવીન્દ્રનાથના પ્રશંસકોની એક વિદેશીને આદરભાવે જોવા માટે ટીકા કરે છે. તેઓ કહેતા કે વિદેશી નોબેલ પુરસ્કાર વિજેતાને ઢોંગી માનનારા પણ તેને પગે પડતા હતા જ્યારે એેમનાથી ઘણી વધારે લાયકાત ધરાવનારા જર્મનોને આ સન્માન નથી મળ્યું.ક્ર બીજી તરફ શિષ્ટ અને સંસ્કૃત અંગ્રેજોને થતું કે ભારતમાં અંગ્રેજ ગેરવર્તણૂક માટે રવીન્દ્રનાથ થકી બદલો ચૂકવાય છે. યેટ્‌સ આઇરીશ હતા અને રાજકીય દૃષ્ટિએ અંગ્રેજોની સામે હતા. તેમણે નોબેલ પુરસ્કાર જાહેર થતાં પહેલાં, ૧૯૧૨માં, રવીન્દ્રનાથને કોઈ સમિતિમાં લેવા માટે ભલામણ કરી હતી કારણ કે રવીન્દ્રનાથને સન્માનવા એ અંગ્રેજોના દૃષ્ટિકોણથી રાજાશાહીનું શાણું પગલું ગણાશે! અંગ્રેજ અમલદારો માટે રવીન્દ્રનાથમાં એક સ્થાયી મિત્રની અપેક્ષા હતી; તેઓ માનતા હતા કે એક ભારતીયને મળેલો નોબેલ પુરસ્કાર સાંસ્થાનિક શોષણનો બદલો હતો અને અંગ્રેજ સામ્રાજ્યનું સમર્થન હતું. તેમણે સરનો ખિતાબ આપીને રવીન્દ્રનાથની ખુશામત કરી પણ ૧૯૧૯માં જલિયાનવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં જ્યારે રવીન્દ્રનાથે ખિતાબ પાછો આપ્યો ત્યારે કલકત્તાના ધ ઈન્ગ્લીશમેન નામના અખબારે હૃદયમાં રહેલું ઝેર ઓકતા લખ્યું: ક્કઆનાથી કાંઈ જ ફરક નથી પડતો એમ જાણીને રવીન્દ્રનાથ સખેદ આશ્ચર્ય પામશે . . . આ બંગાળી કવિ સર કહેવાશે કે સીધોસાદો બાબુ એનાથી અંગ્રેજ રાજ્ય કે ન્યાયની શાખ, પ્રતિષ્ઠા કે રાજ્યને બે પૈસાનો પણ ફેર પડવાનો નથી.ક્ર રવીન્દ્રનાથની સાહિત્યિક લાયકાતને માટે તે જ વર્તમાનપત્રમાં અહેતુપૂર્ણ હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં લખ્યું હતું: ક્કતે(રવીન્દ્રનાથ) કર્નલ ફ્રેન્ક જ્હોન્સન(પંજાબના માર્શલ લૉના વહીવટદાર) કરતાં વધુ વિખ્યાત લેખક નથી!ક્ર બાર વર્ષ પછી પણ બીજા એક અંગ્રેજ વર્તમાનપત્રે બે રાજકીય કેદીઓની હથિયારધારી રક્ષકો દ્વારા હત્યાના વિરોધમાં રવીન્દ્રનાથે લખેલો પત્ર છાપવાની ના પાડી હતી.</ref>  

રવીન્દ્રનાથને વડ્‌ર્ઝવર્થ અને હ્યુગો સાથે સરખાવીને વાત પડતી મૂકી શકાય તેમ છે. એમ કહી શકાય કે સમયની ચેતના આ કવિઓનો વિરોધ કરે છે; આ શોચનીય હોઈને પણ તે માટે કાંઈ પણ કરી શકાય તેમ નથી. આજના બહુ ઓછા વાચકો - માત્ર પાશ્ચાત્ય જ નહીં - વડ્‌ર્ઝવર્થ કે શૅલીને બે ચાર કડીને બાદ કરતાં કંટાળ્યા વિના સતત આનંદથી વાંચી શકે. આપણને ગમે કે ન ગમે, રવીન્દ્રનાથમાં વડ્‌ર્ઝવર્થ, શૅલી અને કીટ્‌સના અંશ ક્યાંક ક્યાંક વેરાયેલા પડ્યા જ છે. ક્યાંક ક્યાંક તે આપણને વ્હીટમેનની પણ યાદ અપાવે છે. ભલે તેમનામાં કેટલીક લાક્ષણિકતાઓ સરખી હોય પણ આપણે રવીન્દ્રનાથને કવિ તરીકે શૅલી કે કીટ્‌સ, વડ્‌ર્ઝવર્થ કે ટેનીસન, કે પછી બીજા કોઈ પણ રોમેન્ટિક કવિની કક્ષામાં મૂકી શકીએ? રવીન્દ્રનાથને તેમની સમગ્રતામાં જોતા તરત જ ખ્યાલ આવશે કે આ સંભવ જ નથી. બંગાળી સાહિત્યમાં તેમનું સ્થાન ફ્રેન્ચમાં હ્યુગોના સમાન છે. કવિતાના કેટલાક પ્રકારોમાં અને ગદ્યમાં બંને કરતાં મહાન સાહિત્યકારો છે. પણ જ્યારે તેમનું વૈવિધ્ય, વૈપુલ્ય અને વિસ્તાર જોઈએ ત્યારે રવીન્દ્રનાથને એક આગવું સ્થાન આપવાની ઈચ્છા પ્રબળ થતી જાય છે. વૈપુલ્યની સરખામણીમાં યુરોપના માત્ર ગુથે તેમની સાથે ઊભા રહી શકે અને તે બંને વચ્ચેનું સામ્ય સુયોગ્ય કહેવાય. અને સમયની ચેતના ગુથેના પણ વિરોધમાં નથી? તેમની ભવ્ય કલ્પના અને કુશળ પ્રસ્તુતિને કારણે ગુથેની કવિતા, કવિતા તરીકે સૂક્ષ્મ સંવેદનશીલ વાંચકોને પણ સ્પર્શતી ન હોય એ વાત આપણે નથી જાણતા? છતાંય હ્યુગો અને લામાર્ટિન ફિક્કા પડી ગયા અને વડ્‌ર્ઝવર્થની અસર પણ ભૂસાઈ ગઈ તોય ગુથે સમયના પ્રવાહમાં અડીખમ ઊભા છે! શ્રી. ટી. એસ. એલિયટ, જેમને કવિ તરીકે સન્માનતા નથી એવા ગુથેને સંત તરીકે સ્વીકારે છે. ક્લૉડેલ માટે ગુથે છે: ‘પેલો મહાન ગંભીર ગધેડો!’ વૅલેરી ગુથેનું વર્ણન કરતાં કહે છે: ‘જગતના રંગમંચ પર માનવજાતની સૌથી વધુ નસીબવંતી પ્રસ્તુતિ!’ બીજી સૌથી વધુ નસીબવંતી પ્રસ્તુતિ, નસીબની ગૌરવપૂર્ણ બલિહારી તે રવીન્દ્રનાથ - અને પશ્ચિમ એમનો પરિચય કર્યા પછી પોતાના પરિઘની બહાર ચાલી જવા દે છે!
રવીન્દ્રનાથને વડ્‌ર્ઝવર્થ અને હ્યુગો સાથે સરખાવીને વાત પડતી મૂકી શકાય તેમ છે. એમ કહી શકાય કે સમયની ચેતના આ કવિઓનો વિરોધ કરે છે; આ શોચનીય હોઈને પણ તે માટે કાંઈ પણ કરી શકાય તેમ નથી. આજના બહુ ઓછા વાચકો - માત્ર પાશ્ચાત્ય જ નહીં - વડ્‌ર્ઝવર્થ કે શૅલીને બે ચાર કડીને બાદ કરતાં કંટાળ્યા વિના સતત આનંદથી વાંચી શકે. આપણને ગમે કે ન ગમે, રવીન્દ્રનાથમાં વડ્‌ર્ઝવર્થ, શૅલી અને કીટ્‌સના અંશ ક્યાંક ક્યાંક વેરાયેલા પડ્યા જ છે. ક્યાંક ક્યાંક તે આપણને વ્હીટમેનની પણ યાદ અપાવે છે. ભલે તેમનામાં કેટલીક લાક્ષણિકતાઓ સરખી હોય પણ આપણે રવીન્દ્રનાથને કવિ તરીકે શૅલી કે કીટ્‌સ, વડ્‌ર્ઝવર્થ કે ટેનીસન, કે પછી બીજા કોઈ પણ રોમેન્ટિક કવિની કક્ષામાં મૂકી શકીએ? રવીન્દ્રનાથને તેમની સમગ્રતામાં જોતા તરત જ ખ્યાલ આવશે કે આ સંભવ જ નથી. બંગાળી સાહિત્યમાં તેમનું સ્થાન ફ્રેન્ચમાં હ્યુગોના સમાન છે. કવિતાના કેટલાક પ્રકારોમાં અને ગદ્યમાં બંને કરતાં મહાન સાહિત્યકારો છે. પણ જ્યારે તેમનું વૈવિધ્ય, વૈપુલ્ય અને વિસ્તાર જોઈએ ત્યારે રવીન્દ્રનાથને એક આગવું સ્થાન આપવાની ઈચ્છા પ્રબળ થતી જાય છે. વૈપુલ્યની સરખામણીમાં યુરોપના માત્ર ગુથે તેમની સાથે ઊભા રહી શકે અને તે બંને વચ્ચેનું સામ્ય સુયોગ્ય કહેવાય. અને સમયની ચેતના ગુથેના પણ વિરોધમાં નથી? તેમની ભવ્ય કલ્પના અને કુશળ પ્રસ્તુતિને કારણે ગુથેની કવિતા, કવિતા તરીકે સૂક્ષ્મ સંવેદનશીલ વાચકોને પણ સ્પર્શતી ન હોય એ વાત આપણે નથી જાણતા? છતાંય હ્યુગો અને લામાર્ટિન ફિક્કા પડી ગયા અને વડ્‌ર્ઝવર્થની અસર પણ ભૂસાઈ ગઈ તોય ગુથે સમયના પ્રવાહમાં અડીખમ ઊભા છે! શ્રી. ટી. એસ. એલિયટ, જેમને કવિ તરીકે સન્માનતા નથી એવા ગુથેને સંત તરીકે સ્વીકારે છે. ક્લૉડેલ માટે ગુથે છે: ‘પેલો મહાન ગંભીર ગધેડો!’ વૅલેરી ગુથેનું વર્ણન કરતાં કહે છે: ‘જગતના રંગમંચ પર માનવજાતની સૌથી વધુ નસીબવંતી પ્રસ્તુતિ!’ બીજી સૌથી વધુ નસીબવંતી પ્રસ્તુતિ, નસીબની ગૌરવપૂર્ણ બલિહારી તે રવીન્દ્રનાથ - અને પશ્ચિમ એમનો પરિચય કર્યા પછી પોતાના પરિઘની બહાર ચાલી જવા દે છે!

તમે કહેશો કે આ દૃષ્ટિથી ગુથે અને રવીન્દ્રનાથની તુલના ન થઇ શકે. ગુથે માત્ર સાહિત્યના અર્થમાં નહીં પણ આદર્શના અર્થમાં પણ યુરોપીયન છે - સમગ્ર યુરોપીય ચેતનાનો સ્થાપક છે અને માટે તે પશ્ચિમને માટે અનિવાર્ય છે. પણ એ ભૂલવું ન જોઈએ કે જગત સાહિત્યની વિભાવના ગુથેએ જ પ્રસ્થાપિત કરી હતી. સાથે એ પણ નોંધવું જોઈએ કે આજે પણ મોટા ભાગના યુરોપિયનો માટે યુરોપ એટલે જ જગત; અર્થાત્‌ તેમને માટે યુરોપની બહારના જગતનું કોઈ અસ્તિત્વ જ નથી. ગુથે એ તેની યુરોપિયન ચેતનામાંથી જગત વિકસાવ્યું અને તેને જ્ઞાન લાધ્યું કે સાહિત્ય એક આંતરરાષ્ટ્રીય વાર્તાલાપ છે અને સમગ્ર જગત ગમે તેટલું વિશાળ હોય પણ તે વતનનો જ વિસ્તાર છે. અને પછી: ‘હું શોધું છું મારું એ ઘર જે બધે જ હોય; મને શોધ છે એ વતનની જે દરેક દેશમાં હોય.’ આ અંતિમ વિધાન રવીન્દ્રનાથ ટાગોરનું છે, જે બંગાળી હતા, ભારતીય હતા અને માનવ બાળકને જગતના સાગરતટે રમતા જોતા હતા. આમ આપણે કહી શકીએ કે ગુથેના સ્વપ્નનો પ્રથમ કુદરતી આવિષ્કાર રવીન્દ્રનાથના વ્યક્તિત્વમાં થયો; ગુથેની સભાન શોધ જેને માટે હતી તે રવીન્દ્રનાથમાં અંત:પ્રજ્ઞાની અનુભૂતિ હતી જે તેમના આરંભના તેમ જ પરિપક્વ સર્જનોમાં દેખાય છે અને તેને કારણે તેમણે પોતાની માતૃભૂમિને સર્વવ્યાપી કહી અને પોતે કહ્યું કે જ્યાં તે જગત સાથે જોડાયેલા છે ત્યાં તે ઈશ્વરને મળે છે. તેમના કાવ્યોમાં સૌથી વધુ આવતો શબ્દ વિશ્વ છે અને કદાચ તેથી જ બંગાળીઓએ તેમને વિશ્વકવિ કહ્યા હશે! પણ ગુથેના શબ્દો યાદ કરીએ તો રવીન્દ્રનાથને માટે આ યથાર્થ વિશેષણ નથી?