રવીન્દ્રપર્વ/૧૨૫. કોન્ આલોતે પ્રાણેર પ્રદીપ

૧૨૫. કોન્ આલોતે પ્રાણેર પ્રદીપ

હે સાધક, હે પ્રેમિક, હે પાગલ, તું કેવા પ્રકાશથી પ્રાણનો પ્રદીપ પ્રકટાવીને પૃથ્વી પર આવે છે? આ કાંઠા વગરના સંસારમાં દુ:ખ અને આઘાત તારા પ્રાણમાં વીણાને ઝંકારે છે. ઘોર વિપત્તિમાં તું કઈ જનનીના મુખ પરનું હાસ્ય જોઈને હસે છે? તું કોની શોધમાં બધા સુખમાં પૂળો મૂકીને નીકળી પડ્યો છે, કોણ જાણે! તને આમ વ્યાકુળ કરીને રડાવનાર કોણ છે તારો પ્રેમી? તને કશાની ચિન્તા નથી, તેથી જ હું વિચારું છું કે તારો સાથીસંગાથી કોણ હશે! તું મરણને ભૂલીને પ્રાણના કયા અનન્ત સાગરમાં આનન્દથી વહી રહ્યો છે? (ગીત-પંચશતી)