રવીન્દ્રપર્વ/૧૨૬. કોન્ સુદૂર હતે આમાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૨૬. કોન્ સુદૂર હતે આમાર

ક્યાંક દૂર દૂરથી મારા મનમાં, મારા સમસ્ત પ્રાણમાં વાણીની ધારા વહી આવે છે. એ મારા કાનમાં ક્યારેક શું કહે તે ક્યારેક સાંભળું છું. ક્યારેક નથી સાંભળતો. મારી નિદ્રામાં, મારા કોલાહલમાં મારાં આંખનાં અશ્રુમાં એનો જ સૂર, એનો જ સૂર જીવનની ગુફાના ઊંડાણમાં ગુપ્ત ગીતને રૂપે મારા કાનમાં બજ્યા કરે છે. કોઈ ઘન ગહન નિર્જન તીરે એનું ભાંગવા ઘડવાનું છાયાતળે ચાલ્યા કરે, હું જાણતો નથી કે કયા દક્ષિણના પવનથી ઊછળતા તરંગોમાં એ ચઢે છે, પડે છે. આ ધરણીને એ ગગનપારની આકૃતિમાં તારા સાથે બાંધી દે છે. સુખ સાથે દુ:ખને ભેળવીને એ કાનમાં ને કાનમાં રડે છે : ‘આ નહીં, આ નહીં.’ (ગીત-પંચશતી)