રવીન્દ્રપર્વ/૧૪૨. તત્ત્વજ્ઞાનહીન

૧૪૨. તત્ત્વજ્ઞાનહીન

જો ગમે તો રુદ્ધ નેત્રે બેસી ધરો ધ્યાન વિશ્વ સત્ય છે કે મિથ્યા પામો એનું જ્ઞાન. ત્યાં સુધી હું બેસી રહી તૃપ્તહીન નેત્રે આ વિશ્વને જોઈ લઉં દિનના આલોકે (ગીત-પંચશતી)