રવીન્દ્રપર્વ/૨૩. અનન્ત પ્રેમ

Revision as of 08:43, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩. અનન્ત પ્રેમ| }} <poem> તને જ સદાયે ચાહી છે મેં જાણે :::: શતરૂપે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૩. અનન્ત પ્રેમ

તને જ સદાયે ચાહી છે મેં જાણે
શતરૂપે શતવાર
જનમે જનમે, જુગે જુગે અનિવાર!
ચિરકાલથકી મુગ્ધ હૃદય
ગૂંથ્યા કરે ગીતહાર;
અનેક રૂપે ધારીને કણ્ઠે
સ્વીકાર્યો તેં ઉપહાર,
જનમે જનમે, જુગે જુગે અનિવાર.

સુણું જેમ જેમ અતીતની કથા,
પ્રાચીન પ્રેમની વ્યથા,
અતિ પુરાતન વિરહ-મિલન-કથા,
અસીમ અતીતે મીટ માંડી જોતાં
દેખા દે ન્ઢ્ઢ અવશેષે
કાળની તિમિર રજની ભેદીને
તારી જ મૂરતિ સઝ્રખ,
ચિરસ્મૃતિમયી ધ્રુવતારકાને વેશે.

આપણે બે જણ આવ્યાં છે વહેતાં
જુગલ પ્રેમના વ્હેણે
અનાદિ કાળના હૃદયસ્રોત થકી.
આપણે બે જણે કરી સાથે ક્રીડા
કોટિ પ્રેમિકની માંહે
વિરહવિધુર નયનસલિલે
મિલનમધુર લાજે,
પુરાતન પ્રેમ નિત્યનૂતન સાજે
આજે એ જ ચિરકાળતણો પ્રેમ

અવસાન અહીં પામે
પૂંજીભૂત થઈ તારાં આ ચરણો પાસે.
નિખિલનું સુખ, નિખિલનું દુ:ખ,
નિખિલ પ્રાણની પ્રીતિ,
એક જ પ્રેમની માંહે ભળી ગઈ
સકલ પ્રેમની સ્મૃતિ,
સકલ કાળની, સકલ કવિની ગીતિ.
(માનસી)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪