રવીન્દ્રપર્વ/૩૦. સંસાર સજાવ્યો હતો

Revision as of 09:00, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૦. સંસાર સજાવ્યો હતો| }} <poem> સંસાર સજાવ્યો હતો રમણી તેં જેમ મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૦. સંસાર સજાવ્યો હતો

સંસાર સજાવ્યો હતો રમણી તેં જેમ
મારું આ જીવન આજે સજાવી દે તેમ
નિર્મલ સુન્દર કરે. ફેંકી દે તું ખોળી
કસ્તરકચરું ક્ષુદ્ર રહ્યું હોય જે કૈં.
અનેક આલસ્યક્લાન્ત દિનરજનીના
ઉપેક્ષિત છિન્ન ખણ્ડ વળી. આણી નીર
માજિર્ત કરી દે મારાં સકળ કલંક.
આવર્જના સર્વ આજે ફેંકી દે બ્હાર.
જ્યહીં મારું પૂજાગૃહ નિભૃત મન્દિરે
ત્યહીં તું નીરવે આવ દ્વાર ખોલી ધીરે —
મંગલ કનકઘટે પુણ્ય તીર્થજલ
જતનથી રાખ ભરી, પૂજાશતદલ
સ્વહસ્તે ચંટ્ટટી તું લાવ. પછી આપણે બે
એકાસને દેવસમ્મુખ બેસીએ આજે.
(સ્મરણ)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪