રવીન્દ્રપર્વ/૮૫. ઓગો વધૂ સુન્દરી

૮૫. ઓગો વધૂ સુન્દરી

હે સુન્દરી વધૂ, તું તો છે મધુમંજરી, પુલકિત ચંપાના અભિનન્દન સ્વીકાર. પર્ણના પાત્રમાં ફાગણની રાતે મુકુલિત મલ્લિકાની માળાનું તારે બન્ધન છે. હું વસન્તની સુવાસની અંજલિ લાવ્યો છું. એમાં પલાશનું કુમકુમ, ચાંદનીનું ચન્દન છે, પારુલ પુષ્પનો હિલ્લોલ છે, શિરીષનો હંડોિળો છે. મંજુલ વલ્લીના બંકિમ કંકણ છે. ઉલ્લાસથી ચંચળ વાંસવન કલ્લોલિત થઈ ઊઠ્યું છે. કંપતા કિસલયને મલયનો પવન ચૂમે છે. હે પ્રિયતમે, તારી આંખના પલ્લવ પર ગગનના નવનીલ સ્વપ્નનું અંજન આંજી લે. (ગીત-પંચશતી)