રવીન્દ્રપર્વ/૯૭. કત રે તુમિ મનોહર

૯૭. કત રે તુમિ મનોહર

તું કેવો મનોહર છે તે માત્ર મન જ જાણે છે. મારું હૃદય તારા ગીતે થરથર કંપે છે. આજે આ પ્રભાતવેળાએ વાદળ સાથે તડકાની રમત ચાલી રહી છે. તારી તરફ જોતાં આંખ જળથી છલછલ થઈ ઊઠે છે. પ્રકાશનો ચંચળ ઝળહળાટ નદીના તરંગો પર નાચે છે. વનનું ખિલખિલ હાસ્ય પાંદડે પાંદડે દોડી જાય છે. આકાશમાં આ હું શું જોઉં છું. તારી આંખથી દૃષ્ટિ મારા પ્રાણમાં સુનીલ અમૃતની જેમ ઝરે છે. (ગીત-પંચશતી)