રવીન્દ્રપર્વ/૯૮. કદંબેરઇ કાનન
Jump to navigation
Jump to search
૯૮. કદંબેરઇ કાનન
કદમ્બના જ વનને ઘેરીને આષાઢના મેઘની છાયા ખેલી રહી છે. પિયાલ વૃક્ષો અભિનયના ઠાઠમાં પવનમાં ઝૂમે છે. વર્ષાના સ્પર્શથી વનવનમાં કમ્પ ફેલાઈ જાય છે. મારું આ વિરહી મન દૂર દૂર જવા માટે પાંખો પ્રસારે છે. કશા અકારણ વેગથી આકાશમાર્ગે બગલાંઓ દોડ્યે જાય છે. પાંખના ગીતનું તોફાન સ્પર્શવાથી પૂર્વની હવામાં તરંગો ઊઠે છે. તમરાંઓથી મુખર વાદળભરી સાંજે આ હૃદયમાં કોણ દેખા દે છે? સ્વપ્ન રૂપે ગુપચુપ મારી વ્યથા પર ડગ માંડીને આ કોણ ચાલે છે? (ગીત-પંચશતી)