વસુધા/દ્યુતિ પલકતાં

Revision as of 01:27, 25 May 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દ્યુતિ પલકતાં

સજ્યા સૌ શોભાએ, તિમિરબુરખે કિંતુ ગરક્યા
મહા કો આગારે દ્યુતિ પલકતાં સર્વ સુષમા
ઝગી ઊઠે એની : તલકતલકે ઝુમ્મર બધાં,
અરીસાઓ હાસે, સુપ્રકટ પદાર્થો સહુ લસે.

પ્રિયે, એવું પ્રીતિ-દ્યુતિ તવ સ્ફુરંતાં જગતણા
ઝગી કોઠા ઊઠ્યા અવનવલ આનંદરસણે
નવેલા સૌન્દર્યે સઘળું અહિંયાં મંડિત બન્યું.

ઉષાઓ સન્ધ્યાઓ મધુર બની, કલ્લોલ વિહગો–
તણ હાવાં મીઠા, લલિતતર લ્હેરો અનિલની
બની છે જ્યોત્સનાઓ ધવલતર આસ્વાદસભર, ૧૦
અહો જે જે સુન્દર અધિકતર તે સુન્દર બન્યું !

બને એ તો, કિંતુ અરસ જડ હું આજ લગીનો
દિસું છું પોતાને અધિક ગમવા જેવી મુરતી,
પ્રિયે ! આવી તેં ના કદી કરી હશે કેઈ સુકૃતિ.