વસુધા/નિશિગન્ધાની સુરભિને

નિશિગન્ધાની સુરભિને

જે એકલી બાગ સમસ્ત મારો
ભરી મુકે છે નિજની સુવાસથી.

ગુલાબ ને તે ગુલ કૈં અનેકના
નિશાસમે સૌ ભપકા ન કામના,
તે કામનાં જો શકીએ સૂંઘીચૂંટી.

પરન્તુ આ તો
વસેલ જ્યાં હોય જ ત્યાંથકી યે
બહાર એનો ભરપૂર રેલતી,
મૂકે ભરી આંતર બાહ્ય પ્રાણને.
જરૂર ના તેની કને જવાની, ૧૦
ન સ્પર્શવાની. નહિ ચૂંટવાની,

રાત્રે યદા આશ પ્રકાશકેરી
સરી પડે છે ઉરમાંથી વિશ્વના,
પદાર્થ જે તેજ વિષે સુમોહક
તે ધૂંધળા છાયસ્વરૂપ થૈ રહે,
ત્યારે ય પૃથ્વી ઉર જીવતું છે
જણાવતી જે ભ૨૫ૂ૨ પૂ૨થી
સદા અનિર્વાચ્ય સુવાસકેરા
છે એકલી જે બસ જિન્ગીને ૨૦
પ્રફુલ્લતાથી ભરનાર સુપ્રિયા!

નિશા સમે આ ક્યહીં તું? ક્યહીં હું?
ન જાણીએ તો ય સુવાસ તારી
આવે મને શોધતી, તેમ મારી
આ ભાવના શોધી તને શકે તો
એને ઘડી પા ધરશે ઉરે કે?