વસુધા/પ્રશ્નની દશા

Revision as of 03:18, 24 May 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્રશ્નની દશા

‘આવશે? આવશે ક્યારે ઉરને તોરણે ઉષા
જિન્દગી ભરથી જામ્યાં અંધારાંને ઉલેચતી?’

પ્રશ્નના પૂર્વ ભાગે તું ઊભી, ઊભો હું ઉત્તરે,
અને ત્યાં આપણી વચ્ચે ખેંચાતુ ચિહ્ન પ્રશ્નનું
લંબાતું ચપટું થાતું પોતાની બાંકી ઊર્ધ્વતા
તજીને લંબ લીટી થૈ પડતું; ખેંચતાણમાં
લીટી તું ખેંચી જાતી ને નીચેનું ટપકું રહી
જાય છે હાથમાં મારા – શૂન્યમાં શૂન્ય ઉત્તર!