વસુધા/બંધાઈ ગયું

બંધાઈ ગયું

બેઠી બિસ્તર બાંધવા પ્રિયતણો લૈ ત્યાં પ્રવાસે જવા,
બાંધ્યાં કોટ ખમીસ ધોતર ડબી અસ્ત્રો અને સાબુ યે,
ને ત્યાં ગાંઠ ઘણી કસી, પણ વળી મંડી જ સૌ છોડવા.
આવ્યો પ્રીતમ પૂછતો, ‘ક્યમ અરે, પાછું બધું છોડતી?’
બોલી: ‘ભૂલથી આ બધાંની ભળતું બંધાઈ હૈયું ગયું.’