વસુધા/વિનમ્ર વિજય

Revision as of 05:50, 10 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિનમ્ર વિજય|}} <poem> બઢે ગરજતા અને ઢળત ફીણમાં ફાટી જૈ સમુદ્રજળઘોડલા ખડકને મથે ખોદવા; ચઢે ખડકથી ય ઉગ્ર ખડકે બની ત્રાટકે, સવેગ ભટકાય, ત્યાં તટતણું હસે ટેકરા! પરાજિત થએલ રાશિ જળના ઢ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વિનમ્ર વિજય

બઢે ગરજતા અને ઢળત ફીણમાં ફાટી જૈ
સમુદ્રજળઘોડલા ખડકને મથે ખોદવા;
ચઢે ખડકથી ય ઉગ્ર ખડકે બની ત્રાટકે,
સવેગ ભટકાય, ત્યાં તટતણું હસે ટેકરા!

પરાજિત થએલ રાશિ જળના ઢળ્યા ને ચડ્યા
અનેકશઃ તે ય ના તટતણે ખર્ચો કાંકરો,
ખર્ચે ય નહિ કાંકરો ત્રિગુણ શક્તિના અબ્ધિથી
ધરાતટ તણો, પ્રમત્ત પછડાઈ અબ્ધિ રહ્યો!

તહીં મુદિત ભાનુએ જલધિને ઉઠાવ્યા કરે,
કરી લઘુક વાદળું ખડકથી ય સો સો ગણા ૧૦
પ્રચંડ ગિરિમાં વિખેર્યું કરી બુંદબુંદે બધું.

ઉદાસ જલ અબ્ધિનું ખડક ભેદી ત્યાં તે ઝર્યું,
જઈ જલધિને મળ્યું વિજયની કહેતું કથા;
અને ઉદધિ ઊછળ્યો પરમ પ્રેમનાં ફીણથી!