વસુધા/‘છબીલી’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|‘છબીલી’|}} <poem> <center>[છેલ્લી ભારતલક્ષ્મી રાણી લક્ષ્મીબાઈ]</center> એ તે હતી વિપુલ ભારતકેરી લક્ષ્મી સૌન્દર્ય ને ગુણછટા ગરવી ધરંતી, અસ્તે જતા અણગણ્યા નૃપતારકોમાં, શોભી રહી મધુર ઉજ્જ્વ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 3: Line 3:


<poem>
<poem>
<center>[છેલ્લી ભારતલક્ષ્મી રાણી લક્ષ્મીબાઈ]</center>
<center><small>[છેલ્લી ભારતલક્ષ્મી રાણી લક્ષ્મીબાઈ]</small></center>
તે હતી વિપુલ ભારતકેરી લક્ષ્મી
તો હતી વિપુલ ભારતકેરી લક્ષ્મી
સૌન્દર્ય ને ગુણછટા ગરવી ધરંતી,
સૌન્દર્ય ને ગુણછટા ગરવી ધરંતી,
અસ્તે જતા અણગણ્યા નૃપતારકોમાં,
અસ્તે જતા અણગણ્યા નૃપતારકોમાં,
Line 10: Line 10:


રાજા અમીર ઉમરાવ સિપાહીઓની
રાજા અમીર ઉમરાવ સિપાહીઓની
માનીતી મુગ્ધ વયમાં મધુરી ‘છબીલી',
માનીતી મુગ્ધ વયમાં મધુરી ‘છબીલી’,
એ ખેલતી ધનુષબાણતણા અખાડા,
એ ખેલતી ધનુષબાણતણા અખાડા,
ઘોડે ચડી ઘુમત, એ તલવાર વીંઝી,
ઘોડે ચડી ઘુમત, એ તલવાર વીંઝી,
Line 17: Line 17:
ઝાઝું ઝબૂકી ગઈ અસ્ત થવાની પૂર્વે.
ઝાઝું ઝબૂકી ગઈ અસ્ત થવાની પૂર્વે.


ને એ બની અવર દ્રૌપદી, અાંહિ પાછા
ને એ બની અવર દ્રૌપદી, આંહિ પાછા
જામેલ ભારતસમાં ભડ જુદ્ધ માંહે,
જામેલ ભારતસમાં ભડ જુદ્ધ માંહે,
ખેલી રહી ખડગ ધારી અપૂર્વ શક્તિ,
ખેલી રહી ખડગ ધારી અપૂર્વ શક્તિ,

Latest revision as of 15:39, 7 June 2023

‘છબીલી’
[છેલ્લી ભારતલક્ષ્મી રાણી લક્ષ્મીબાઈ]

એ તો હતી વિપુલ ભારતકેરી લક્ષ્મી
સૌન્દર્ય ને ગુણછટા ગરવી ધરંતી,
અસ્તે જતા અણગણ્યા નૃપતારકોમાં,
શોભી રહી મધુર ઉજ્જ્વલ શુક્રતારા.

રાજા અમીર ઉમરાવ સિપાહીઓની
માનીતી મુગ્ધ વયમાં મધુરી ‘છબીલી’,
એ ખેલતી ધનુષબાણતણા અખાડા,
ઘોડે ચડી ઘુમત, એ તલવાર વીંઝી,
ભાલા ફગાવત, બની રણચંડી સાક્ષાત્
મૂર્તિ શું અંતિમ જ ભારતીયવીર્યશ્રીની ૧૦
ઝાઝું ઝબૂકી ગઈ અસ્ત થવાની પૂર્વે.

ને એ બની અવર દ્રૌપદી, આંહિ પાછા
જામેલ ભારતસમાં ભડ જુદ્ધ માંહે,
ખેલી રહી ખડગ ધારી અપૂર્વ શક્તિ,
દર્શાવી સ્ત્રીહૃદયની દૃઢ ધૈર્યભક્તિ.

એ ઉગ્ર અંતિમ ઉજાશ મહાગ્નિ આવો
સ્ત્રીત્વે ઝગ્યો પ્રખર એ કથની સદાની
રે’જો બની દલિત તેજવિહીન આજે
નિષ્પ્રાણ ભારત વિષે સુચિરં સુહાતી
ઊંચી અટૂલી અણબૂઝ સુદીપિકા શી! ૨૦