શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/થાય?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|થાય?|}} <poem> તડકાનું મા ઝભલું થાય? ચાંદરણાની ચાદર થાય? વાદળના...")
 
No edit summary
 
Line 27: Line 27:
<center>*</center>
<center>*</center>
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = તો —
|next = છોકરાં રે!
}}

Latest revision as of 11:57, 15 July 2022

થાય?


તડકાનું મા ઝભલું થાય?
ચાંદરણાની ચાદર થાય?

વાદળના ઓ પૉલ ઘણા;
એમાંથી શું તાર વણાય?

ઝાકળ અમને ઘણું ગમે;
એનાં તગતગ મોતી થાય?

ભૂરું ભૂરું આભ ગમે;
આભ અમારી આંખો થાય?

ઝરણું રૂમઝૂમ ઝણકે છે;
એ ઝરણાંનું ઝાંઝર થાય?

સરવર મીઠું ચમકે છે;
એ ચમકારે સવાર થાય?

 

*