સંચયન-૬૦: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 471: Line 471:

વાટ સંકોરો, પૂરીને તેલ પેટાવો મને!

વાટ સંકોરો, પૂરીને તેલ પેટાવો મને!
{{right|''<small>{{Gap}}(‘મુખપોથી’: નવે. ર૦ર૩)</small>''}}</poem>}}
{{right|''<small>{{Gap}}(‘મુખપોથી’: નવે. ર૦ર૩)</small>''}}</poem>}}
==વાર્તા==
{{Poem2Open}}
[[File:Untitled1986 (Swaminathan).jpg|200px]]
<big>{{color|red|મિસ યુ રાહુલ }}</big><br>
<big>{{color|Orange|~ કોશા રાવલ}}</big>
‘પ્રેમ એટલે શું?’ કાચની પ્લેટ સાફ કરતા વિચારું છું. મેનન અને મારી વચ્ચે છે એ. રિમી અને મારી વચ્ચે છે એ. મા અને મારી વચ્ચે છે એ. રાહુલ અને મારી વચ્ચે હતો એ. હતો ખરો? કે છે? લાગણીની રીતે ઘણાં બધાં સાથે જોડાયેલી છું. જેન્યુન લાગણી કોને કહેવાય? પ્રેમમાં શુદ્ધ કે અશુદ્ધ સ્વરૂપ હોય ખરું? પ્રેમ એટલે શું? આ પ્રશ્નો ઊભા ને ઊભા જ છે. એ રાહુલ હતો, એટલી ખબર છે. પ્રેમ હતો કે નહીં?
અવઢવ વચ્ચે કાચના પ્યાલા ધોવા, હાથ ચાલ્યા કરે છે. સિંકમાં ધધડતું પાણી અને મનમાં ધધડતા વિચારો. રાહુલ, રાહુલ, રાહુલ. સતત યાદ રહેતા નામનો રણકાર મોટો થઈ જતાં હાથ અટકી ગયા. છાતીમાં થડકારો થયો. કપાળ પર હાથ ઘસી, ઊંડો ઉચ્છ(છ્)વાસ મૂક્યો. નળ બંધ કરી સિંક સાફ કરી હાથ લૂછતાં બહાર આવી. ટકટક ઘડિયાળ સામે જોયું. રોજની જેમ ફિટ સાડા આઠે ટિફિન લઈ મેનનસાહેબ ઓફિસે જતા રહ્યા. મારા મેનન સાહેબ-સિદ્ધાર્થ મેનન, એક અર્ધસરકારી કંપનીના સી.ઈ.ઓ છે. સવારથી રાત લગી એ ભલા અને એમનું કામ ભલું. એ ગયા પછી પ્લેટફોર્મ સાફ કરી છાપું લઈ હીંચકાં પર બેઠી. પાંચેક મિનિટ નજર ફેરવ્યા પછી ચારેબાજુ જોયું, વાદળો ઘેરાયેલાં હતાં. પવન પડી ગયો હતો. દૂરથી મોર ટહુક્યા અને રાહુલની એની મમ્મી સાથેની એ છેલ્લી સેલ્ફી મનમાં ઝબકી ગઈ. વાતાવરણમાં ભારે બાફ છે. અંધારિયા ઘરમાં જવાનું મન ન થયું છતાં ઊઠી. ફરીથી રસોડું ઠીકઠાક કરતી રહી પણ બેચેની ખસી નહીં. કપડાં ધોવા નાખ્યાં, ઘર ઝાપટ્યું પણ વિચાર એમ જ ચોંટી રહ્યા. બધુ કામ પતાવી ઘડિયાળમાં જોયું તો હજી દસ થયા હતા. ટકટક, શાંત ઘરમાં ટકટક...
દમુ આવી. ઘરની સફાઈ કરતાં કરતાં: “લાલાને રાતનો તાવ ચડ્યો છે, આરતીની ફી ભરવાની છે.” આવી બેચાર વાત કરી, એ વાસણ ધોવા ગઈ. વર ગયા પછી દમુ ઝટપટ કામ પતાવી, બીજે જવાની લ્હાયમાં હાંફળી-ફાંફળી કામ પતાવતી હોય છે. રિંગ સંભળાઈ, રિમીનો ફોન હતો. ‘કેમ છે રિમુ?’ જવાબમાં રિમીબેનનું હોસ્ટેલપુરાણ લાંબુ ચાલ્યું. ખાવાનું કેવું ખરાબ પણ બહેનપણીઓ કેવી સારીઃ ચેન્નાઈનું વાતાવરણ ગુજરાતથી કેટલુંક અલગ જ પડે, એના સ્ટડીની; કોલેજની એવી આડીઅવળી વાત કર્યા પછી ફોન મૂકતાં પહેલાં કહે,
‘મમ્મી, પપ્પા મજામાં?’
‘તું જ ફોન કરી પૂછતી હો તો!’
‘પપ્પા પાસે સમય જ ક્યાં હોય છે?’ કહી એ થોડી સેકંડ ચૂપ થઈ ગઈ, સ્વસ્થ થઈ બોલી, હવે ચાર-પાંચ દિવસ પછી ફોન કરીશ.
‘વાંચજે બરોબર, પહેલા સેમની પરીક્ષા પ દિવસ પછી, રાઈટ!’
‘ખી ખી ખી રાઈટ.’ ‘બેટા, ધ્યાન રાખજે.’ જવાબમાં એણે ‘હા મમા, લવ યુ’ બોલી ફોન મૂક્યો. હું બારી આગળ ઊભી રહી. બગીચામાં મેં અને રિમીએ સાથે વાવેલી લીલીની ક્યારીઓ પૂરબહાર ખીલી હતી. રિમી હતી ત્યારે દિવસો કેવા હર્યાભર્યા લાગતા! બગીચાની લૉન પર સૂતાં-સૂતાં, અમે ગીતો સાંભળતાં. સાથે ફૂલો ચૂંટી ફૂલદાનીમાં ગોઠવતાં, રિમી પાસે અઢળક વાતો હતીઃ શાળાની, બહેનપણીઓની, મેડમની, એનાં સપનાની વાતો. હું સાંભળતી રહેતી. ફરી ટકટક સંભળાયું. જોયું, સાડા બાર.
મોબાઈલમાં નોટિફિકેશન સાંભળતા જ રાહુલ યાદ આવ્યો જો કે હવે એનો મેસેજ ક્યાં આવવાનો! એમ જ મોબાઈલ ખોલ્યો. યૂ-ટ્યૂબમાં મુકેલી ફરાળી ખાંડવીની રેસીપીને બે નવા લાઈક્સ મળ્યા હતા. વોટ્સએપ પર દસબાર ફોરવર્ડેડ સંદેશા જોયા, મોબાઈલ બંધ કર્યો. સામેવાળાં મીનાબેનની બદલી થઈ છે, એમનો સામાન ભરાતો હતો. જતાં-જતાં કહે, આસ્થાબેન, ભાવનગર આવો તો ચોક્કસ આવજો.
એમને આવજો કહી, હીંચકે એમનેમ બેઠી. એટલામાં રસોડાથી થાળી પછડાવાનો અવાજઃ ઠીક ત્યારે, આવ્યા ખિસકોલીબહેન! રાહુલને ખિસકોલીની વાત કેટલી ગમતી! ઘણીવાર એ પૂછતો, તારી ખિસકું શું કરે છે? અને પેલી કચકચ કરતી સાત સહેલીઓ? મેં એને મારી આ બંને બે’નપણીઓ વિષે અગાઉ વાત કરેલી. મારી વા’લી શેતાન સાહેલીઓ પધારી ચુકેલીને! કકલાણ માચવતી સુહને ત્રણ-વાર રોટલીના ટુકડાં નીર્યાં. ખાતાં ખાતાં એ શાંત થઈ. ફરી ઘડિયાળની ટક-ટક.
આજે રાહુલે પણ મનમાં કક્લાણ મચાવતી છે! એનો ફોટો જોવા મોબાઈલ હાથમાં લીધો પણ મન પાછું પડ્યું. મોબાઈલ એમનેમ બાજુ પર રાખી, બેડરૂમમાં સૂતાં-સુતાં ટીવી.માં ચેનલો ફેરવી. ફરી મોબાઈલ હાથમાં લીધો. સાચવી રાખેલો રાહુલનો ફોટો એકીટશે જોઈ મનમાં ટીશ ઊઠીઃ મિસ યુ રાહુલ. મિસ યુ સો મચ. થયું. - રાહુલને હું ઓળખું છું ખરી?
‘ઓળખવું’ શબ્દ કેટલો છળ ભરેલો છે! મેનનને હું કેટલા ઓળખું છું.? મારી રિમીને પણ ઓળખું છું ખરી? હું તો એટલું જાણું કે રાહુલ અને હું સ્વભાવે અલગ છતાં ઘણી રીતે સરખાં હતાં. ઘોડાપૂરની જેમ ખાબકતા એના વિચારોની સામે મને બચાવવા, ઢાલ તરીકે ઘરનાં કે બહારનાં ફાજલ કામ મારી વહારે આવ્યાં, દર વખતની જેમ કપડાંનો કબાટ ગોઠવવા માંડ્યો. પછી ખૂરપી લઈ ક્યારાની માટી ઊથલાવી.
એ દિવસ મને બરાબર યાદ છે. ત્રણ દિવસનથી મેનન સાહેબ ઓફિસે ટુર પર હતા. હું ભેંકાર ઘરમાં ઓરડે-ઓરડે ભટકતી. મન ચોટતું ન હતું. હીંચકે બેસી, વાંચવાને બદલે અક્ષરો તાકતી હતી, ત્યાં અમરીશપુરીના ફોટોવાળો, ‘મોગેમ્બો ખુશ હુઆ’: નામ  ધરાવતા ટ્ વિટર એકાઉન્ટમાંથી એક સંદેશ ટપક્યો.
‘હાઈ આસ્થા, તારી આંખો સુંદર છે. મૃગનયનની સાથે વાત કરી શકું?’
રાબેતા મુજબના દિવસોમાં આવો સંદેશ વાંચી મેં મચક ન આપી હોત. આજે થયુંઃ ‘ચાલ, ટીખળ કરું.’
લખ્યુંઃ ‘બાય ધ વે, એક સવાલ પૂછું? ‘પ્રોફાઈલનો મોગેમ્બો’ - ‘શાહરૂખ ખાન’ કેવી રીતે બની ગયો?’
‘ઓહ! સેનોરીટા, સ્માર્ટી, હું શાહરૂખ તો નથી. / રાહુલ છું. / રાહુલ - નામ તો સુના હી હોગા આપને.’
થયું, આ તો ફિલમ-ચિલમપાર્ટી લાગે છે! થોડો ખેચું.
‘તો પછી રાહુલ- ‘મોગેમ્બો’ કેમ બન્યો? શાહરૂખ કેમ નહિ?’
‘તેરે સવાલ મે મોગેમ્બો ખુશ હુઆ, સેનોરીટા, લાઈફ ફક્સ મી અ લોટ. એટલે ક ક ક કિરણવાળા શાહરુખને બદલે ‘મોગેમ્બો ખુશ હુઆ’ બનવાની મજા કઈ ઓર.’
‘મોગેમ્બો! ઓર લાફ સે પરેશાન? બાત કુછ હજમ નહિ હુઈ!’
‘યુ નોટી, સેનોરીટા ઉર્ફ ક ક કિરણ, / બાય ધ વે, મોગેમ્બોને પ્રેમિકા હતી કે નહિ?’
‘ઓ મજનુ જી! આઈ એમ મેરિડ. તારા કરતાં મોટી. / બાય ધ વે, તારી ઉંમર મોગેમ્બો?’
‘ચોવી, વર્ષ’ કહી એણે ફોટો મોકલ્યો. જોતાવેંત ગમી જાય એવો. દાઢી-મૂંછવાળો, ગોરો, મજબૂત બાંધાનો. જો કે વખાણ કરવાને બદલે લખ્યુંઃ
‘રાહુલ, તારી ઉંમરના બમણા કરી, એમાંથી છ બાદ કરી દે. એવડી છું.’
‘ડુ યુ મીન ફોર્ટી પ્લસ! જા, જા ચોવીસની લાગે છે!’
હું મલકી, ચાંપલો! ફ્લર્ટિંગ કરવાનો આ ચવાયેલો કીમિયો છે, મિસ્ટર લલ્લુ પંજુ! હું તારી ફિરકીમાં નથી આવવાની.
“ઉંમર એ જસ્ટ આંકડાનો સરવાળો નથી. અનુભવનું ભાથું છે. સુખદુઃખના સરવાળા પછી મળેલી સમજણ છે. ઉંમર - એ તારી અને મારી વચ્ચેના શાણપણનું અંતર છે.
લી. પ્રખર જ્ઞાની શ્રી.શ્રી.શ્રી. આસ્થામૈયા.”
લખ્યા પછી સંતોષ થયો, સદગુરુ કે બી. કે. શિવાનીનાં યૂ-ટ્યુબ વિડિઓ જોવાનું સાવ એળે નથી ગયું.
‘મહા જ્ઞાની મહોદયા, તમારાં ચરણ ક્યાં છે? દંડવત પ્રણામ માતાજી.’
“શાહરૂખખાનને તો ખબર હશે, પુરુષનું મસ્તક ત્રણ વ્યક્તિઓ સામે જ ઝૂકે: દેવીમા, મા અને ભવિષ્યનાં બાળકોની મા. આઈ એમ નન ઓફ ધેમ.”
‘હા, મને ખબર છે તારે વર છે. બીજું કોણ છે ફેમિલીમાં?’
‘દીકરી ફર્સ્ટ યર એન્જિનિયરિંગ. હોસ્ટેલમાં રહે છે. બાકી મેં ઔર મેરી તન્હાઈ.’
‘અચ્છા. તો તું અને તારી તન્હાઈ કયા શહેરમાં વસો છો?’
‘સુરત, ગુજરાત’
‘ઓહ, તું ગુજરાતી છે. લે કર વાત, હું બી અડધો ગુજરાતી છું. પાપા પંજાબી, મમ્મા ગુજરાતી, આમચી મંબઈમાં રહું છું.’ લખી, એણે એનાં મમી-પપ્પા સાથેનો ફોટો મોકલ્યો. બ્લેઝર પહેરેલા, ટાલવાળા, બેઠી દડીના- એના પપ્પા અને હાઈફાઈ સોસાયટીની સ્ત્રી હોઈ એવી સોનેરીવાળ રંગાવેલી, લહેંગા-ચોળી પહેરેલી સહેજ ભરાવદાર એની મમ્મી બાજુમાં આ મજનુ રાહુલ: બ્લુ શર્ટ, બ્લેક બ્લેઝર પહેરી ઊભો હતો.
‘ટચ વુડ રાહુલ. કેવું સુંદર કુટુંબ છે!’
‘ફોટામાં દેખાય એ બધું રળિયામણું. હજુ બે મહિના પહેલાં મેં પાપાને ગુમાવ્યા. થાકી - હારી ટ્ વિટર પર આવ્યો છું.’
‘ઓહ! સો સોરી, તારા પપ્પાનું અવસાન થયું, સાંભળી દુઃખ થયું. શું થયું હતું, રાહુલ?’
‘કાર્ડિયાક અરેસ્ટ. અચાનક ગયા. લાઈફ વિધાઉટ પાપા અનબેરેબલ.’
‘સમજી શકું છું.’
‘હમ્મ. ચલ, ઓફિસે પહોંચી ગયો. પછી વાત કરીએ. બાય.’
‘બાય. રાહુલ ટેક કેર.’
{{Poem2Close}}
<center><nowiki>***</nowiki></center>
{{Poem2Open}}
ફૂલ વોલ્યુમ સાથે ગીતો સાંભળતાં રસોઈ બનાવતી જોઈ મેનન કહે, ઘણા વખતે ગીતો પાછાં ચાલું કર્યાં તે તો. ‘મેં કહ્યું હા, આજ ફીર જીને કિ તમન્ના હૈ.’ આખો દિવસ આનંદમાં જાય, એકલી એકલી હસ્યા કરું, સવારથી રાત સુધીમાં ગમે ત્યારે ઓનલાઈન થાઉં, મોગેમ્બો ઊર્ફે રાહુલ હાજર જ હોય! અમારી વાતો ફિલ્મી ઢબે ચાલે. ભાર વિનાની. એની ગમ્મતો પાર વિનાની. સેન્સ ઓફ હ્યુમર ગજબની. ક્યારેક રમુજી ટુચકાઓનો વરસાદ. ક્યારેક શાયરીની રમઝટ અને સદાયની ટિખળ, મને ચીડવી નાખે તેવી.
‘રાહુલ તું ગજબ છે!’
‘મારા પ્રેમમાં ન પડી જતી. મારે ઓલરેડી ગર્લફેન્ડ છે હો, આસ્થા’
‘ચલ હટ. આખા ચોખાથી મહાદેવને પૂજ્યા હોય ત્યારે મળે એવો વર છે મારે!’/ અચ્છા, ગર્લફ્રેન્ડ, એમ! ફોટો મોકલ.
એણે એક છોકરી સાથે પોતાનો ફોટો મોકલ્યો. નીચે લખ્યું હતું. નિકી, મારી ગર્લફ્રેન્ડ. સ્લીવલેસ, સફેદ અને હલકાં ગુલાબી સલવારમાં સજ્જ છોકરીની આંખો બંગાળી-બ્યુટી જેવી લાંબી અને ભાવવાહી હતી. રાહુલ સાથે એની જોડી જોઈ, હું ટાઈપ કરવા લાગી. ટાઈપ કરી મોકલું એ પહેલા  એણે લખી મોકલ્યુંઃ
‘કેવી છે, નિકી? હોટ છે ને?’ મેં કપાળ કૂટ્યું. ટાઈપ કરતાં અટકી ગઈ, એની નિકી હોટ છે કે નહિઃ આવું રાહુલ પૂછે એનો શો જવાબ હોય? થમ્સઅપનું ઈમોજી મોકલી હું ઓફ લાઈન થઈ ગઈ. થયું, સાવ પાગલ છે! શું લખવું, શું ન લખવું એનું ભાન નથી. જો કે ચોવીસ-પચીસ વર્ષનો છોકરો છે. થોડો મોટો છે? મજાક મસ્તી કરે. હું ‘આન્ટીજી’ જેવી છું. છો બોલતો.
દરરોજ જમવાનો સમય થાય એટલે એની થાળીનો ફોટો મોકલાવી પૂછેઃ “આમાંથી શું લઈશ?” ક્યારેક કહેતો, ‘મુંબઈ તો આવ. મસ્ત જમાડીશ. મારી મમ્મા સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. યુ નો, આઈ એમ મમ્મા’ઝ બેડ બોય’ એના અાગ્રહથી મન ભરાઈ જતું! છોકરો છે લાગણીવાળો. સવારે ઊઠું ત્યારથી લઈ રાત્રે સૂવું ત્યાં સુધીમાં અનેકવાર એની સાથે સંદેશાઓની આપ-લે થયા કરે. ભર્યું-ભર્યું લાગે. પરમ દિવસે વિડિયો કોલ કર્યો તો મારી રિમી કહે, ‘મમ્મા, તારી સ્કીન કેટલી ગ્લો કરે છે! નવુ ક્રીમ લાવી?’
‘એક નવો મિત્ર મળ્યો છે ટ્વીટર પર. તારી ખોટ પૂરે એવો વાતોડિયો!’
{{Poem2Close}}
<center><nowiki>***</nowiki></center>
{{Poem2Open}}
એ દિવસે મેનન અઠવાડિયાની ટુર પછી ઘરે આવવાના હતા. હું ખુશ હતી.
‘રાહુલ આજે મિસ્ટર મેનન આવે છે, થોડી ઉતાવળમાં છું, પછી વાત કરીએ?’
‘આસ્થા, થાકીને આવશે. એમને થોડો આરામ કરવા દેજે. તરત મચી ન પડતી.’ એક આંખ મિચકારતું ઈમોજી મોકલી એણે લખ્યું.
‘શટ યોર માઉથ.’
‘અરે, મેં તો તને ટીપ આપી.’
‘ઓહોહ હો! ડાહી સાસરે ન જાય અને ઘેલીને શિખામણ આપે!’ ‘બાય’ કહી હું ઓફલાઈન થઈ ગઈ. દોઢડાહ્યો! પોતે પરણ્યો નથી, હાલી મળ્યો શિખામણ આપવા! ગમે તે વાતને ઈરોટિક સરહદ સુધી લઈ જવાની એની ખતરનાક આવડત, મને હતપ્રભ કરવા પૂરતી હતી. એ ડ્રગ જેવો. વાત કરવાની એટલી મજા આવે કે મન લલચાઈ જાય. પછી સાવ ‘હલકા’ વિષય પર વાતોની ગાડી એવી ચડાવી દે કે ફસાઈ જવાય. મારા સુખી સંસારમાં ઘાતક બને એવા આ રાહુલ સાથે હવે નહીં બોલુ રે. અનેકવાર ખસિયાણા પડ્યા પછી મેં એને જવાબ ન આપવાનું શસ્ત્ર અપનાવ્યું. એ ડાઈરેક્ટ મેસેજ પર કેટલુંય મોકલતો રહે. હું જોઉં નહિ અથવા છેક બીજે-ત્રીજે દિવસ જવાબ આપું. જો કે આ અબોલા મારી માટે પણ આકરા રહેતા.
બે ત્રણ અઠવાડિયાં પછી નાના ગલૂડિયાવાળી જી.આઈ.એફ.સાથે એનો સંદેશો જોયો, એણે લખ્યું હતું, ‘વાત કર તો સારું લાગે આસ્થા.’
‘સારું. મન થાય ત્યારે વાત કરજે. તારાથી એક મેસેજ જેટલી દૂર છું.’ મે લખ્યું પછી જૂની અને જાણીતી ગમ્મતો અને મોં-માથાવિનાની વાતો પર બંને મન મૂકી હસ્યાં.
{{Poem2Close}}
<center><nowiki>***</nowiki></center>
{{Poem2Open}}
‘સાંભળ આસ્થા હિમ્મત હોય તો તારી મેકઅપવિનાની સેલ્ફી મોકલ.’ એણે એક દિવસ લખ્યું. ધડ દઈ ના કહી શકત. મેં સેલ્ફી પાડી. મોકલી. સફેદ કુર્તી પર લીલા રંગના ફૂલોની ભાત હતી. વાળા ખુલ્લા હતા. કપાળે આછો પરસેવો દેખાતો હતો. થયું દેખાડી દઉં, બધાં બ્યુટિપાર્લરને લીધે સુંદર નથી હોતાં.
‘માય ગોડ! ચોવીસ કેરેટનું સોનું! મેકઅપ વિના તું આટલી સુંદર!’ નિશાન ધાર્યું પડ્યું.
‘મતલબ મોગેમ્બો ખુશ હુઆ?’
ગજબ! તને આટલી સુંદર ધારી ન હતી! માય બ્યુટી, તને મળવા આવું?/ સુરત?/ તારા ઘરે? ગભરાઈ જવાનો વારો મારો હતો: કેમ? મેનનને શું કહું? આ હરખપદુડો મને મળવા આવ્યો છે!
‘સોરી, રાહુલ અમે હમણાં વતનમાં આવ્યા છીએ.’ ગાંઠ વાળી આ રોમિયોનો ભરોસો નથી કરવો. ગમે ત્યારે ટપકી પડે તો?
એ પછી ઘણા દિવસો એકબીજાના સંપર્કમાં ન હતાં. એકધાર્યા દિવસો વચ્ચે એક દિવસ સવારે એનો મેસેજ આવ્યો.
‘નિકી સાથે મારું બ્રેક અપ થયું.’ મનમાં કહ્યું, મને તો પે’લેથી જ ખબર હતી કે ઐસા હોના હી થા. નિકી તારી માટે હોટ હતી. પ્રેમાળ કે મીઠડી ન હતી.
‘ઓહ! બ્રેકઅપ! ધ મોસ્ટ ડિફિકલ્ટ ટાઈમ.’
હા. જાત સાથે લડુ છું. આસ્થા, મેમરિઝ કિલ મી.
‘શાંત થા રાહુલ. યાદો આપમેળે ઝાંખી પડશે.’
‘યાર, વિકએન્ડમાં શું કરું એ સમજાતું નથી. ઊંઘ નથી આવતી. મગજ ભમ્યા કરે. રાતોનીરાત રૂમમાં આંટા માર્યા કરું કે ડ્રિંક્સ લઈ બેહોશ થઈ જાઉં.’
‘આ સમય પણ જતો રહેશે. હિમ્મત રાખ.’
મને ખબર છે આવું કહેવું સહેલું હતું. રાહુલ માટે એક એક દિવસ કેવો અઘરો હશે, વિચારી ધ્રુજી જવાયું. એની સાથે વાત કર્યા પછી એ દિવસે હું હીંચકા પર સૂતી-સૂતી આકાશ જોતી રહી. દિવસ બહુ લાંબો લાગ્યો. એની ચિંતાએ મને ઘેરી લીધી. પછી થયું, મેનન ઝટ ઘરે આવે તો સારું. મેનનને રાહુલની વાત કરી તો બોલ્યા, ‘આજકાલના છોકરાઓ! જોયું આસ્થા, કોઈ ઊંડાણ નથી, એમના સંબંધોમાં કે વ્યવહારમાં.’
જો કે હાલચાલ પૂછી, રમૂજી ટૂચકાં ફોરવર્ડ કરી કે આડીઅવળી વાતો કરી, હું મિત્રધર્મ નિભાવતી રહી. થોડા દિવસ પછી એનો મેસેજ આવ્યો, એ ઘણો લાંબો હતો. નોકરીમાં એને કેવી-કેવી તકલીફો હતી, ધ્યેય પૂરી કરવાનું કેવું દબાણ હતું. કેવા ઝગડા થયા. કેટલો વ્યગ્ર હતો વગેરે લખી છેલ્લે લખ્યું; રાજીનામુ આપી, અત્યારે ઘરે જઈ રહ્યો છે. થયું, ઓહ, રાહુલ! તે નિરાશામાં શુંનું શું કરી નાખ્યું!
‘કંઈ નહીં. તું ચિંતા ન કર, મારું મન કહે છે, તને સારી નોકરી ને છોકરી મળે, યુ ‘ડિઝર્વ ધ બેસ્ટ.’
‘તે આવું કહ્યું તો સારું લાગ્યું. બીલીવ મી, થોડા દિવસમાં નોકરી તો શોધી લઈશ.’
‘રાહુલ, મમ્મા સાથે ક્યાંક ફરવા જઈ આવ ને! યુ બોથ નીડ ચેન્જ.’
{{Poem2Close}}
<center><nowiki>***</nowiki></center>
{{Poem2Open}}
થોડા દિવસ પછી એણે ફોટા શેર કર્યા.
‘જો આસ્થા, હું મમ્માને લઈ વૈષ્ણવદેવી ફરી આવ્યો. સારું લાગ્યું. સોમવારથી નવી જોબ જોઈન કરીશ.’
‘ગ્રેટ ગ્રેટ યાર.’
હા, પપ્પાના ડેથ પછી મમ્માને પહેલીવાર આટલી હસતી જોઈ સંતોષ થયો, આસ્થા. / લિસન, ગુડ પેકેજ ઓફર થયું છે.
‘વાહ! મમ્મીનાં લાડલા. ફોટોમાં તમને બંનેને ખુશ જોઈ, હું બહુ ખુશ થઈ./ યાર રાહુલ કપાળે ‘જયમાતાજી’વાળી પટ્ટીમાં તું મસ્ત લાગે છે./તારી અને મમ્મીની આ સેલ્ફી બેસ્ટ છે.’ ફાઈનલી કશુંક સારું થયું!
‘તારી સેલ્ફી મારા હૈયામાં કોતરાઈ ગઈ છે.’ એણે આંખ મારતું ઈમોજી મોકલી લખ્યું.
- મજનૂનાં ચમચા! બાય.
- બાય બાય.
{{Poem2Close}}
<center><nowiki>***</nowiki></center>
{{Poem2Open}}
થોડા દિવસ પછી થાળીના ફોટા આવતા બંધ. એના અકાઉન્ટમાં નવી પોસ્ટ ન દેખાઈ. બેત્રણ દિવસ એકધારું એનું એકાઉન્ટ ખોલી જોતી રહી, કોઈ નવી પોસ્ટ મૂકી છે કે કેમ? એની ટાઈમલાઈન શાંત જોઈ મારું મન બેચેન થઈ ગયેલું. થતું, મજનૂનો ચમચો ગયો ક્યાં? મારાથી રિસાયો છે કે શું?
હારીને અઠવાડિયે મેસેજ કર્યો: ‘હાઈ રાહુલ, ઓલ વેલ? ક્યાં છે તું?’
થોડીવાર પછી એક ફોટો મળ્યોઃ પગથી માથા સુધી પાટાપીંડી કરેલો. નીચે લખ્યું હતુંઃ
‘હું રાહલુની મમા છું. તું રાહુલની મિત્ર છે? પ્લીઝ, પ્રાર્થના કર કે રાહુલ બચી જાય. આઠ દિવસથી આઈ.સી.યુ.માં છે.’
‘શું થયું?’ મારાથી એકલાં એકલાં ચીસ નંખાઈ ગઈ.
કાર એક્સિડન્ટ.
આખો દિવસ એ ન જોયેલા છોકરાને બચાવવા પ્રાર્થના કરતી રહી. ત્રીજા દિવસે એના મમ્મીનો મેસેજ આવ્યો: રાહુલ ઈઝ નો મોર. મેસેજ, મજાક મસ્તી અને થોડાં સુખદુઃખ સંભળાવી એ ધુમ્મસમાં ઓગળી ગયો. હું એને ક્યાં પૂરો ઓળખતી’ય હતી. પણ ફોન હાથમાં લઉં ત્યારે એક ટીસ તો પાંચ મહિના થયા પછી પણ ઊઠે જ છે...
મિસ યુ રાહુલ, મિસ યુ....
(એતદ્ - ૨૦૨૩)
[[File:Sanchayan 60 pic 3.jpg|200px]]
{{right|GIEVE PATEL - Early Guest, 1940}}
{{right|w137.2 x h136.8 cm}}
{{right|Peabody Essex Museum, Gift of the Chester and Davida Herwitz Collection, 2003}}
{{right|JAGDISH SWAMINATHAN}}
{{right|oil on canvas 36 1/8 x 24 in. (91.8 x 61 cm.)}}