સંચયન-૬૦: Difference between revisions

()
()
Line 138: Line 138:
==સમ્પાદકીય==
==સમ્પાદકીય==
<big>{{color|DarkGreen|ગ્રંથાવલોકન માટે જગા છે ખરી?}}</big>

{{Poem2Open}}
‘જ્યાં સુધી પુસ્તક પરીક્ષાનું ઈલાયદું ચોપાનિયું ન નીકળે ત્યાં સુધી વિવેચન માટે વિલંબ ન થાય એવી અધિપતિમાત્રને હું અરજ કરું છું.’ (શેઠ વલ્લભદાસ પોપટ, વિજ્ઞાન વિલાસ, નવે-ડિસે, ૧૮૮૨)

ગુજરાતી ભાષામાં જ નહીં, કોઈપણ ભાષામાં ગ્રંથાવલોકનનો ભારે મહિમા છે કેમકે તાજેતરનાં પ્રકાશનો સાહિત્યની ગતિવિધિનો એક આલેખ પૂરો પાડતાં હોય છે. પ્રકાશનની જાણકારી સાથે એ ઉત્તમ પુસ્તકોની તારવણી કરી આપતાં હોય છે. કવિતા, વિવેચન અને સંશોધનનાં પુસ્તકોને બદલે ચરિત્રાત્મક કે પ્રેરણા આપનારાં પુસ્તકો શાને આટલાં વધી રહ્યાં છે એ વાત પ્રકાશિત થયેલી આ સમક્ષાઓ પરથી આપણે તરત જાણી શકીએ છીએ. સાહિત્યજગતમાં સ્થિર થયેલા પ્રથિતયશ સર્જકનો નવો સંગ્રહ હોય કે કોઈ નવો આશાસ્પદ અવાજ હોય, એના લખાણમાં કશુંક ટકી શકે એવું છે કે કેમ એ સર્જનને યથાયોગ્ય માણનારો સમીક્ષક આપણને ચીંધી બતાવતો હોય છે. સમીક્ષાના આવા લાભ વિશે પૂર્વે જે કહેવાયું છે એ ઢગલાબંધ ને બેસૂમાર છે. કેટલાંક સામયિકોએ એકથી વધુવાર ગ્રંથાવલોકન વિશેષાંકો કરીને આનું મહત્ત્વ સ્થાપિત કરેલું છે. ગ્રંથ અને પ્રત્યક્ષને આપણે ગ્રંથાવલોકનોનાં ઉત્તમ સામયિક તરીકે સ્મરણમાં લાવીએ છીએ પરંતુ હવે એ સામયિકો નથી ત્યારે શું? આપણે તરત એમ કહીશું કે સમકાલીન સામયિકોની એ ફરજ બને છે કે એમણે આવી ગ્રંથસમીક્ષાઓ પ્રગટ કરવી. આવાં સામાયિકોમાં ગ્રંથાવલોકન કેન્દ્રમાં નથી. અન્ય સામગ્રી પણ છાપવાનો દાબ હોવાથી તેઓ પૂરતા પ્રમાણમાં સમીક્ષાઓ પ્રગટ કરી શકતાં નથી અને ક્યારેક તો આવી સમીક્ષાઓ મેળવવાની ઉદાસીન સ્થિતિને કારણે એવી સમીક્ષાઓ પ્રગટ કરવાની જ રહી જાય છે જે થવી જોઈતી હતી. કહે છે કે ગુજરાતી ભાષામાં દર વર્ષે લગભગ પાંચસો જેટલાં પુસ્તકો પ્રકાશિત થાય છે! એમાંના પંદર-પચીસ પુસ્તકોની વર્ષમાં સમીક્ષાઓ પ્રગટ કરનારાં સામાયિકો કેટલાં છે? જાણે આપણને આવા પ્રતિભાવ આપવાની દરકાર જ નથી અને એ કારણે અત્યંત મહત્ત્વની રચનાઓ વિશે એકાદ સમીક્ષા લેખ પણ જો પ્રગટ થાય છે તો આનંદ થાય કે ચાલો, કોઈની નજર તો સાવધાનપણે ફરી રહી છે. એક વર્ષનાં મહત્ત્વનાં પુસ્તકોની યાદી કોઈ કરે અને એમાંનાં એવાં કેટલાંક પુસ્તકોની નોંધ તૈયાર કરે કેજેની સમીક્ષા થવા પામી હોય તો એ ચિત્ર આપણને ઘણું પ્રક્ષોભ કરનારું નિવડે એમ છે. શિરીષ પંચાલ એક જગાએ કહે છે કે, ‘જો કોઈ સમીક્ષા લખી આપતું ન હોય તો સંપાદકે જાતે સમીક્ષા લખવાની તૈયારી દાખવવી પડે!’ ભાગ્યે જ કોઈને યાદ હશે કે કોઈ સંપાદકે આજકાલમાં આવી સમીક્ષાઓ લખી આપી હોય. સરવાળે સામયિકોમાં એક-બે સમીક્ષાઓથી આપણે સંતોષ પ્રાપ્ત કર્યા કરીએ છીએ. ગુજરાતમિત્ર કે દિવ્યભાસ્કર જેવાં અખબારો દર સપ્તાહે પ્રકાશિત પુસ્તકોની કમ સે કમ જે નોંધ લે છે એ આપણને આશ્વસ્ત કરે. આ બાબતે સંપાદકોની એક દલીલ એવી છે કે અમને પુસ્તકોની અભ્યાસપ્રદ સમીક્ષા કરનાર મળતા નથી. આ દલીલમાં પણ વજૂદ છે. સારગ્રહી કે ગોળગોળ સમીક્ષાથી આપણું દળદર ફીટે એમ નથી. વળી, ઝીણું કાંતનાર, લાગ્યું એવું લખવાની ટેવ ધરાવતા સમીક્ષકો જ આપણે ત્યાં કેટલા છે? લેખકને પોતાને અનુકૂળ પ્રતિભાવ સ્વીકારવાની ઘણી હોંશ હોય છે પરંતુ જરા સરખી ટીકા ખમી ખાવાનું કૌવત કેળવાયું ન હોવાથી સમીક્ષક જાણે દુશ્મન બની બેસે છે! આવા સમયે મેઘાણીએ નાથાલાલ દવેને પુસ્તક સમીક્ષામાં દોષ બતાવવામાં આવે ને તે ન ગમે તો એનો ઉપાય દર્શાવતાં કહ્યું હતું કે, ‘એવો દોષ ગમાડવાની લેખકે ધીરે ધીરે ટેવ પાડવી જોઈએ.’ તેઓ આગળ કહે છે કે ‘I Review the book, and not its man.’(હું પુસ્તકનું અવલોકન કરું છું. લેખકનું નહીં.) સમીક્ષાના આવા અનેક પ્રશ્નોની વચ્ચેથી માર્ગ શોધીને આપણે નવાં નવાં ઉત્તમ પુસ્તકોની સમીક્ષાને હાથમાં લઈએ તો સાહિત્યમાં વખતોવખત ચેતન પ્રસરતું રહે...

{{Poem2Close}}
{{right|'''કિશોર વ્યાસ'''}}<br>
{{right|'''કિશોર વ્યાસ'''}}<br>
<center>
<center>