સંચયન-૬૦: Difference between revisions

no edit summary
()
No edit summary
Line 596: Line 596:
JAGDISH SWAMINATHAN
JAGDISH SWAMINATHAN
oil on canvas 36 1/8 x 24 in. (91.8 x 61 cm.)</poem>
oil on canvas 36 1/8 x 24 in. (91.8 x 61 cm.)</poem>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[File:Sanchayan 60 Pic 4.jpg|400px|center]]
==નિબંધ==
<br><br>
<center>{{rotate|350|[[File:Sanchayan 60 Pic 5.jpg|250px|center]]}}</center>
<big>{{color|red|ત્રિકાલ}}</big><br>
<big>{{color|Orange|~ દિગીશ મહેતા}}</big>
'''પ્રભાતઃ'''
{{Poem2Open}}
ભગવાને રાત્રિઓ કેમ બનાવી હશે તેમ પૂછીએ તો તેનો જવાબ તો ઈંગ્લિશ રોમેન્ટિક કવિ બાયરને આપ્યો છે: એને તો એ વાતમાં શક નથી કે તેણે રાત્રીઓ તો પ્રેમ કરવા જ બનાવી છે - જો કે કવિ છે એટલે કંઈક રમ્ય સ્પર્શ તો તેની વાતમાં હોય જ - બાયરનને તો ફરિયાદ છે કે આવી સરસ રાત્રિ પૂરી થાય છે અને દિવસ ઊગી જાય છે -
પણ આપણા ભારતીય સંસ્કારો કંઈક જુદું કહે છે. સવાર ઊગે છે હૃદયમાં પડેલા આત્મતત્ત્વનું સ્મરણ કરવા: હૃદિ સંસ્થિ તમાત્મતત્ત્વમ્। સૂર્ય ઊગે, પ્રકાશ ફેલાય, એ સમય છે આ રીતે ઊંઘમાંથી જાગવાનો -
સવાર સાથે કેવાં કેવાં દૃશ્યો આંખ આગળ આવે છે: ટ્રક ભરીને કામે ચઢવા જતા મજૂરોના ચહેરા પર, તેમના ઊડતા વાળ પર પડતાં સૂર્યનાં પહેલાં કુમળાં કિરણો, તેમાંથી જાગતું દ્વૈતભાન, કામ કરી કરી કેવા રુક્ષ થઈ ગયેલા પંજા, હાથ; કેવાં નાજુક એ સામે સોને રસાયલાં કિરણો, દુકાનનું બંધ શટર ઊંઘભેર હાથે ઉપાડતો દુકાનદાર... બસ, યાત્રા શરૂ.
સવાર એ આરંભનું ચિહ્ન છે, જેમ રાત્રિ વિરામનું. દિવસ-રાતનું આ ચક્ર છે, જેમ શિશિર પછી હેમંત પછી ગ્રીષ્મ - એ ઋતુઓનું. એક વાર આ સત્ય પમાય પછી માણસે કંઈ કરવાનું જાણે રહેતું નથી. એણે માત્ર આ દિવસ-રાતના કે પછી ઋતુઓના ચક્રને અનુકૂળ જ થવાનું છે. શેક્સપિયર એના સુવિખ્યાત કોમેડી As you like itમાં એક જગ્યાએ પોતાના જેક્સ નામના પાત્ર પાસે કહેવરાવે છે તેમ માણસનું જીવન પોતે પણ આમ એક ચક્ર, એક સાઈકલને અનુસરે છે; આ ‘એઝ યુ લાઈક ઈટ’માંનો પેલો સેવન એજીઝ ઑફ મૅન, માનવજીવનને સાત તબક્કાઓમાં એમ એક પછી એક વિસ્તરતાં વલયોમાં વધતું, વિકસતું અને અંતે વિરમતું જોતો પૅસેજ છે. એમાં જે આરંભનો, પ્રાતઃનો, સવારનો તબક્કો છે. એનું બહુરમ્ય વર્ણન છે. At first the infant, Mewling and pucing in the nurses arm: પેલી નર્સના હાથમાં કૂજતું અને મલકતું અને એમ ચેતનથી ધબકતું એનું બાળસ્વરૂપ - એ સવારનું સૂચક છે, પરોઢનાં ધૂમકેતુને યાદ કરીને કહીએ તો જીવનનું પરોઢ.
આમ બાળસ્વરૂપનું વર્ણન કરતી વખતે જાણે કવિઓનું અંતર હસી ઊઠે છે. પેલું સંસ્કૃત વર્ણન યાદ આવે: आलक्ष्य दंतमुकुलान्यनिमित्त हासैः। બાળકનું એ અનિર્મિત હાસ, એના એ દંતમુકુલ - એ સવારનું સૂચક છે, જ્યારે બધાંનો હજુ આરંભ થાય છે.
ઉદય, જન્મ, પછી એ કૃષ્ણનો હોય કે ક્રાઈસ્ટનો હોય કે શ્રીરામનો હોય, હંમેશાં આનંદ આપે છે. શ્રીરામનું બાલસ્વરૂપ, એનું કેવું સરસ વર્ણન છે: किलकी उठत धाव, गीरत, भूमि लटपटाव - હસી, હસીને, ઊઠીને દોડી જાય છે, મજાનું નાનું ગલોટિયું ખાઈ, પડી જાય છે, વળી ઊઠીને દોડી જાય છે - અને આ બધું જોઈ રાજા દશરથની રાણીઓ હરખાય છે, ભગવાનને ગોદમાં લે છે, દશરથકી ભાર્યાં - સવારનું આથી વધુ સારું સાદૃશ્ય કયું હોઈ શકે?
કદાચ દરેક વ્યક્તિ માટે સવારનું પ્રતીક જુદું જુંદું હોય છે. તમે નહીં માનો પણ સવાર- પ્રભાતનું મારે મન પ્રતીક - એક ચોક્કસ દૃશ્ય છે. અમારા ગામમાં ગોવિંદમાધવનું એક બહુ પવિત્ર અને કદાચ પુરાતન એવું મંદિર છે, જોકે કેટલું પુરાતન એ તો કોણ જાણે. એક વાર વહેલી સવારે, ઘણી વહેલી સવારે, ત્યાં જવાનું બનેલું જ્યારે પૂજારી એ મૂર્તિઓને સ્નાન કરી શણગાર સજાવતા હતા. એ સવારની તાજપ, એ મૂર્તિઓનું મર્માળું, હૂંફાળું ઊઘડતી સવાર જેવું અનન્ય સૌંદર્ય, એ મંદિરની પરકમ્માનો ઠંડો સ્પર્શ, એ બધું એવું અંકાઈ ગયું છે કે એ પછીના ઘોંઘાટ વચ્ચે પણ એ જેમનું તેમ સચવાઈ પડ્યું છે. અત્યારની પરિભાષામાં કહીએ તો કમ્પ્યુટરમાં હોય તેમ સ્ટોર થઈ ગયું છે. પેલું કહ્યું એ હૃદિ સંસ્કૃરીત્ આત્મતત્ત્વમ્ - એ જ હશે?
એક પહેલી - ઉખાણું પૂછવાનું મન થાય કે સવારનાં પહેલાં કિરણો તમને ક્યાં પડતાં જોવા ગમે? એક જવાબ તો દેખીતો છે કે હિમાલયના કોઈ ઉન્નત શિખર પર, જ્યાં એ કિરણો આસ્ફાલિત થઈ શતશતવિધ વિસ્તરી એક અનેરો તેજપુંજ રચી રહે. પણ દર વખતે માણસને આવાં અદ્ભૂત દૃશ્યોની અપેક્ષા નથી હોતી. આપણી રોજબરોજની એસ.ટી. બસની સીટ પર બેસી સહેજ ઊછળતાં-કૂદતા એક ગામથી બીજા ગામ જતાં, અરે, કોઈકવાર તો બસની છતનો સળિયો માંડ પકડી બાજુમાં ઊભેલા ઊંચા માણસના ખભાની પેલીપાર બારી બહાર દેખાતા દૃશ્યના ચીંધરડા પર ચમકી રહેલાં વહેલી સવારનાં સૂર્યકિરણો પણ કાંચનજંઘાના શિખર પર પડેલાં, ઊગતા સૂર્યના કિરણો જેટલાં જ રોમાંચક લાગે છે. પછી ભલે એ બારી બહાર સરકી જતાં રહેતાં ઝાડની ડાળીઓ, ઝાડનાં થડ પર જ, નીચે ખેતરમાં ઊભરાતા પીળા, લીલા મોલ પર કે નવા ખેડેલા ચાસ પર જ પડતાં હોય. શી ખબર કેમ પણ ઝાડની ટોચ કરતાં ઝાડના થડ પર પડેલાં, ઊઘતા સૂર્યનાં કિરણો મને તો વધુ આકર્ષે છે.
ફ્રેંચમાં કવિતાનાં સ્વરૂપોમાંનું એક સ્વરૂપ છે: ઓબાડે, Aubade - પણ એ પરોઢિયાના કાવ્યનું સ્વરૂપ છે, સવારને આવકારતું. પણ આપણે ફ્રેંચ સુધી શું કામ જવું પડે. આપણું વિખ્યાત કાવ્યસ્વરૂપ પ્રભાતિયું ક્યાં નથી, જે ઓછામાં ઓછું આપણા આદ્યકવિ નરસિંહ જેટલું જૂનું છે: જાગને જાદવા, તુજ વિના ધેનમાં કોણ જાશે? - તારા વિના ધેનુ લઈને, ગાયો લઈને, ચારવા કોણ જાશે? દિવસ કેમ ઊગશે? પણ કૃષ્ણ જ્યાં ગાયો ચરાવા નીકળતા હતા એ ગોકુળ-વૃંદાવનની સવારો તો સનાતન છે કેમ કે એ આપણા મનોરાજ્યની સવારો છે!  એ સવાર તો ક્યારેક જ ઊગે છે.
આજે તો આપણે આજના એક કવિનું પ્રભાતિયું યાદ કરીએ. પંક્તિ એ જ લીધી છે પણ જરા નાજુક મરોડ આપી એને આપણી આજ સાથે સાંધી દીધી છે અને નરસિંહને આજમાં, આજને નરસિંહમાં એમ ઓતપ્રોત કરી દીધા છે. મનહર મોદીનું એ પ્રભાતિયું છે, જેનું શીર્ષક છે, ‘જાગને જાદવા’ -
{{Poem2Close}}
{{Block center|<poem>તેજને તાગવા, જાગને જાદવા

આભને માપવા, જાગને જાદવા

એક પર એક બસ આવતાને જતા

માર્ગ છે ચાલવા, જાગને જાદવા</poem>}}
{{Poem2Open}}
છેલ્લી પંક્તિઓ છે:
{{Poem2Close}}
{{Block center|<poem>આપણે આપણું હોય એથી વધુ

અન્યને આપવા જાગને જાદવા

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગને જાદવા.</poem>}}
{{Poem2Open}}
'''મધ્યાહ્ન:'''
{{Poem2Open}}
મધ્યાહ્ન એ આમ તો શુદ્ધ સંસ્કૃત શબ્દ છે, એ જ બતાવે છે કે સંસ્કૃત શબ્દનો આપણને હજુ કેટલો બધો ખપ છે. દિવસનો મધ્ય ભાગ, એને માટે બપોર કહી શકાય, પણ મધ્યાહ્નમાં જે રણકો છે એની એ જ અર્થછાયા બીજા કોઈ શબ્દમાં નથી.
દિવસનો મધ્ય ભાગ, બપોર, જ્યારે શું શું બનતું હોય એ કરતાંય શું શું ન બનતું હોય, એમ પૂછવાનું મન થાય. સીમ શાંત થઈ ગઈ હોય, પાંદડું પણ હાલતું ન હોય, ધોમ ધખતો હોય, કોઈ ઝાડના પોલાણમાંથી કોઈ પંખીનો ફફડાટ, નીચે તેની છાયામાં સુસ્ત પડ્યા રહેલા પશુનો, કોઈ ગૂંચળું વળી પડી રહેલા કૂતરાનો, કોઈ ઉદ્યમી ખિસકોલીનો સળવળાટ - આવાં ચિત્રો મનમાં ઊપસી રહે.
પણ શી ખબર કેમ, બપોરની વાત નીકળતાં કોઈ નિર્જન, શાંત વિસ્તારનું સ્મરણ થાય છે - પછી ભલે ત્યાં સરસ, સુઘડ, નકશીદાર રીતે જાણે કંડારી કાઢેલાં ખેતરોમાં લચેલા લીલા મોલ ઊંચા વધી સ્થિર ઊભા હોય, પમ્પ સાથે એમનેમ નવરું પડ્યું રહ્યું હોય, કોઈપણ બપોર એટલે નિશ્ચલતા, પછી તે ગામની સીમની હોય, કે કોઈ નાના ગામના બજારમાં ગાદી પર આડા પડી, ગલ્લા પર પગ લંબાવી, મોંએ છાપું ઢાંકી, સારી એવી ઊંઘ ખેંચી કાઢતા દુકાનદારની છબી હોય.
શહેરની વાત જુદી છે. ત્યાં પણ બપોરે નિશ્ચલતા, સ્થિરતા તો છે જ પણ એ શહેરની ઓફિસો, ઓફિસીઝની બપોરની નિશ્ચલતા જુદી છે. શહેરના મધ્ય ભાગમાં જેમ દિવસના મધ્ય ભાગમાં, બપોર, જે એક જાતની સ્તબ્ધતા, નિશ્ચલતા, પ્રવર્તે છે તે કહેવાતું હોય તો એક રીતની ગતિશીલ નિષ્ક્રિયતા છે. પોતાના ઇન્કવાયરીના કાઉન્ટરની પાછળ બેઠેલી છોકરીને તંગ મુદ્રાએ પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં લહેરાવાયેલા વિવેકભર્યા લહેકામાં નોંધાતો તણાવ, અંદર કેબિનમાં બેઠેલા સાહેબની મુલાકાતીઓ સાથેની વાતચીતમાં ઊપસતી તીવ્રતાની, સમય નથીના સંદેશની ક્વચિત્ ઉગ્ર લકીરો, એ સાથે ચાલુ રહેતા નવરાશ અને મોકળાશના હાવભાવનો ઉપચાર, અંદર ગૂંજતું એરકન્ડિશનિંગનું ઠંડી હવાનું વલણ, ઉઘાડ વાસ થતાં બારણાં, પડતાં ઉપાડાતાં પગલાં ફાઈલો-પેપર્સની આવનજાવન -
આ બધી નગરની કે પછી મહાનગરની બપોરની છબીઓ છે. આ કર્મક્ષેત્ર છે. અહીં કામ થાય છે પણ ઓફિસનું કામ કોઈ ફેક્ટરી કે ખેતરમાં ચાલતા કામ જેવું દેખીતું કામ નથી, એ અદૃશ્ય કામ છે. હવે તો એ દિવસે દિવસે હવાનાં આંદોલનોમાં, દરિયા પાર વહેતી રહેતી સંજ્ઞાઓમાં, કમ્પ્યુટરના પડદા પર ચમકીને બીજી જ ક્ષણે નાની-નાની ચીપ્સમાં પાછી સંગોપાઈ જતી માહિતી, ઈન્ફર્મેશ બનીને ઈલેક્ટ્રોનિક દ્રવ્ય - જો એ દ્રવ્ય કહેવાતું હોય તો - તેમાં ઓગળી જતી સામગ્રીનો, સમયના, પ્રકાશના, સ્થૂળ અંતરની સમગ્ર માપણીઓના માનદંડોને ભેદી નાખી, અત્યંત તરલ ગતિએ ચાલતો સંદેશાવ્યવહાર છે. એ સંદેશાવ્યવહારના સમુદ્રમાં વળી બીજી પોતાની નાનકડી બોટ, નાનકડી નાવ ચલાવતા રહેવું, એમાંથી પરિણામો નિપજાવવાં, એનું નામ કામ, કામની એ આજની વ્યાખ્યા છે અને આ કામ મધ્યાહ્ને થાય છે, બપોરે થાય છે, બહુમાળીય મકાનોના મજલાઓમાં પંખીઓના માળાની જેમ પથરાયેલી કેબિનોમાં, ઓફિસીઝમાં.
ચક્રનું પ્રતીક તો બહુ જૂનું છે. नीचैएेच्छत्युपरि च दशा तक्रने मिक्मेळ - આ તો મેઘદૂતની પંક્તિ છે અને એમ નીચેથી ઉપર અને ઉપરથી નીચે - એ વિશ્વ સમસ્તમાં સતત ચાલતી પ્રક્રિયાનું પ્રતીક ચક્ર છે, જે માનવચેતનામાં જાણે સર્જન જૂનું પડેલું છે. ઈસુની સદીનું વળી, એક વધુ હજાર વર્ષનું આવર્તન આજે જ્યારે પૂરું થાય છે ત્યારે મધ્યાહ્નનું જાણે એક નવું જ સ્વરૂપ ઊઘડે છે. દિવસને, એણ સંસ્કૃતિઓને પણ પોતપોતાનો ઉદય, મધ્યાહ્ન અને અસ્ત હોય છે. આયરિશ કવિ ડબલ્યું.બી. યેટ્સ સમગ્ર ચેતનાને, સમગ્ર માનવ ઈતિહાસને આમ પ્રતીકોમાં વિહરતાં જુએ છે. એ રીતે જોઈએ તો અસ્ત થતા આ સહસ્રાબ્દ સાથે જાણે પશ્ચિમી સંસ્કૃતિનો મધ્યાહ્ન હવે પૂરો થાય છે -
પણ મધ્યાહ્નની ઉજવણી માટે આપણે ઈંગ્લિશ કવિને શું કામ યાદ કરવો પડે. આ રહ્યું ‘ઋતુસંહાર’માંનું ગ્રીષ્મનું વર્ણનઃ सूर्याः स्पृहणीयचंद्रमा -  પ્રચંડ સૂર્ય, એ મધ્યાહ્ન -મધ્યાહ્નનું - આહ્વાહન કદાચ આથી વધુ પડઘાતા ઉદ્ગારથી ક્યાંય નહીં થયું હોય -
પણ મધ્યાહ્નનું - બપોરનું આહ્વાહન થતું જ રહે છે, વૈદિક સમયોથી આજ સુધી. હમણાં જ આપણા કવિ લાભશંકર ઠાકરનો એક સરસ લેખ વાંચ્યો. એનો આરંભ હતો, ‘એક બપોરે...’ એમ આરંભ કરી એમણે મોઢેરા, ત્યાંના સૂર્યમંદિરની પોતે કરેલી યાત્રાના વર્ણનનો આરંભ કર્યો છે. કેવો ચેતનવંતો ઉદ્ગાર છે, એક બપોરે... કોઈ નવલકથાનું, કોઈ વાર્તાનું, કોઈ નાટ્યનું શીર્ષક પણ હોઈ શકે: એક બપોરે... શી ખબર કેમ, કવિઓને બપોર, મધ્યાહ્ન પસંદ છે. આ રહ્યું કવિવર ટાગોરના ‘નૈવેદ્ય’ સંગ્રહમાં હેમંતની બપોરનું વર્ણન:
{{Poem2Close}}
{{Block center|<poem>“આજે હેમંતની શાંતિ ચરાચરમાં વ્યાપેલી છે.

જનશૂન્ય ખેતરમાં બળતા બપોરે શબ્દહીન,

ગતિહીન ઉદાર શાંતિ...”</poem>}}
{{Poem2Open}}
આ શાંતિમાં તૃણેતૃણમાં, ધૂળના કણેકણમાં, મારા અંગના રોમેરોમમાં, લોકલોકાંતરમાં, ગ્રહોમાં, સૂર્યમાં અને તારાઓમાં સદાકાળ અણુ-પરમાણુઓના નૃત્યનો કલ્લોલ - તારા આસનની આસપાસ અનંત કલ્લોલ (ચાલતો હોય છે તે) સાંભળું છું...
ટાગોરનું દર્શન તો વૈશ્વિક છે, પણ આપણા કવિ રાજેન્દ્ર શાહનું પેલું ગીત, એવી જ કોઈ બપોરની છવિ ઝીલે છે:
{{Poem2Close}}
{{Block center|<poem>“ઈંધણાં વીણવા ગઈ’તી મોરી સૈયર

ઈંધણાં વીણવા ગઈ’તી રે લોલ

વેળા બપોરની થઈ’તી મોરી સૈયર

વેળા બપોરની થઈ’તી રે લોલ.”</poem>}}
{{Poem2Close}}
બસ, એ વેળા બપોરની-નાં કેટકેટલાં રૂપ છે?
{{Poem2Open}}
'''સંધ્યાઃ'''
{{Poem2Open}}
સાંજ પડે શહેરનાં દૃશ્યામાંનાં એકથી તો આપણે ખાસ પરિચિત છીએ. એ દૃશ્ય છે સાંજે પાછાં ફરતાં વાહનોની વણજાર. એ વાહનો પાછાં આવે છે ઓફિસીઝમાંથી પેલાં બહુમાળી મજલાઓમાં છવાઈ ગયેલા વ્યાપાર અને વાણિજ્યના એ મધુકોષના નાના-નાના ગોખલાઓમાંથી. ઈંગ્લિશમાં એક સરસ શબ્દ છે: ‘સીટી સેન્ટર’. નગરનું એ ધીખતું કેન્દ્ર જે સાંજ પડે સમેટાઈ જાય છે. મધ્યાહ્ને ધમધમતું, માણસોથી ઊભરાતું, અવિરામ કામમાં ખૂપી જઈ જાણે ક્ષણભર નિશ્ચલ, સ્તબ્ધ થઈ ગયેલું એ નગરનું કેન્દ્ર બપોરના ચારેક વાગે જાણે એની સમાધિ છોડવા માંડે છે.
અત્યાર સુધી પોતાના પ્લાન ને પ્રોજેક્ટ ને રિપોર્ટ્સની માયાજાળમાં ખોવાયેલો એ એક્ઝિક્યુટિવ હવે ઘડિયાળ ચાર-સાડાચારનો કાંટો બતાવે ને જાણે ધીરે ધીરે એને ભાન થવા માંડે છે કે બીજું પણ એક વિશ્વ છે. સગાંવહાલાં, કુટુંબકબીલો, આડોશીપાડોશી એમનું, જ્યાં એણે પાછા જવાનું છે. ધીમેધીમે એ જાગે છે: नष्टो मोहः स्मृतिलब्ध्वा -
સાંજ એટલે ઓફિસ છોડી ઘરભણીની એ ગતિ. શિયાળો હોય તો આખા ગામમાં ધૂમધુમાડે હવે ઉપર આકાશમાં ગોરંભાય. નીચે ઊતરે, રસ્તા પર પથરાવવા માંડે. મોટરોની હેડલાઈટ્સના રેલામાં એની સેર સપ્તરંગી બની કોઈક વાર રમવા માંડે. ઉનાળો હોય તો આકાશ ઉપર નહીં પણ જાણે નીચે ઊતરી આવી વાહન-વાહન વચ્ચેનાં, રસ્તાની બે બાજુ વચ્ચેનાં, ખુદ માણસ-માણસ વચ્ચેનાં, એ બધાં જ પોલાણોમાં પ્રસરી જઈ, બધા જ જડ પદાર્થોને ગળી જવાનું જાણે એણે બીડું ઝડપ્યું હોય એમ સર્વ દૃશ્યને અવકાશમય કરી નાખતું હોય એવું લાગે. શહેરની સાંજોમાં કદાચ ચોમાસાની સાંજ વધુમાં વધુ સાંજ-સમી લાગે છે. બીજું શું કહેવું? ઉપર એક ચોકઠામાં વાદળ ઘેરી ઘટા ઘૂંટાતી હોય, કાળો ડમ્મર પેચ, એમાં વીજળી ઝબૂકી બીજી ક્ષણે લોપાઈ જતી હોય. જ્યારે આ બાજુ બિલકુલ ભૂરી, ઉપર ક્યાંક સુધી તણાઈ રહી, એક ધજાની જેમ ફરકી રહેતી નમતા સૂર્યના તડકાથી સોનાની પટ્ટીઓ ઓઢેલી આકાશની લકીર હોય. રસ્તા ઉપર હજુ હમણાં જ પડી ગયેલા ઝાપટાની છાલક સુકાઈ ન હોય. કોઈ વાહનનું પૈડું એને છંછેડી એમાંથી ઊઠતાં શીકરોના છંટકાવથી બસ માટે રાહ જોતાં નગરજનોને ભીંજવી જાય - લોકો એ સડકના પટ્ટાને જોઈ કહેશે: તને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું - ના, પણ આ તો પ્રેમગીત છે, એને આમ ન છેડાય - પ્રેયસીને કહેવાની હોય, એ વાત સડકને ન કહેવાય!
પણ, સાંજ એટલે નગરની સાંજ, નગર પર ઊતરતી સાંજ, એ સમીકરણ તો હજુ હમણાં આવ્યું. સદી બે-સદીથી ઔદ્યોગિક ક્રાંતિ ને એના પરિણામરૂપ પાંગરેલી નગર સંસ્કૃતિની પેદાશ છે એ. સાંજની એ છટા તો કેમ કહેવાય, કેમ કે નગરમાં, મહાનગરમાં પડતી એ સાંજ સૌંદર્યમય ભાગ્યે જ હોય છે. એમાં પાછાં વળતાં વાહનોનો નિર્વેદ છે, વળી, બીજા દિવસની સવાર માટે અત્યારથી સજ્જ થતા માણસનો અજંપો છે, એમાં પડતી રાત બહુ ટૂંકી હોવાની ફરિયાદ છે -
સાંજ જોવી હોય તો નગરમાં નહીં, કોઈ નાના ગામમાં જાઓ, સ્મોલ ટાઉનમાં - કડી, કલોલ, મહેસાણા - હમણાં નામ બોલવા જતો હતો. દરેક મહાનગરને આંગળીયે રમતી એવી વસાહતો હોય છે. પણ એ આંચલ પણ પૂરું થાય, એ પછી શરૂ થાય એ ખરેખરો ગ્રામ્ય વિસ્તાર, જે હવે ખસતો પાછો ને પાછો જતો જાય છે, એટલામાં તો કોઈ અન્ય મહાનગરના ઓછાયામાં એ એવી પડે છે - ત્યાં, ખરી તો ત્યાં પડે છે -
ગોધૂલિનો એ સમય, જ્યારે ગાડીઓ નહીં પણ ગાયો પાછી ફરે છે, તે વખતે ઊડતી રજ, વૃંદાવનના વિપનનો કોઈ છેડો, ત્યાંનાં વૃક્ષો અને વનરાઈ પર વિસ્તરતી સંધ્યા, ધીમેધીમે ઓસરતાં એ તેજ વિલીન થઈ જતાં ત્યાં ઓગળતી મધઝરતી નીલી, ભૂરી રાત્રિ - ક્યાં પેલા સીટી સેન્ટરનો જૂઠો, માયાવી મધુકોષ અને ક્યાં આ ગામની સીમમાં સાંજ પડે ઉઘડતો, ખેતરોની સુવાસથી મહેકતો, રસ્તે જતા એકલદોકલ રાહદારીના પગથી ઊડતા રજકણથી રમ્ય એવો આ ખરેખરો મધુકોષ -
પણ ગામ, આપણા પરિચિત ગામ કરતાંય ખરી સંધ્યા તો કોઈ પ્રવાસે ગયાં હોઈએ, અવનવીન દૃશ્યો સામે ઊઘડતાં હોય, કોઈ મસ્ત મજાનો, દૂર સુધી ખેંચાતો દરિયાકિનારો હોય કે કોઈ ગિરિમાળા વચ્ચે ઊતરતા અંધારામાં અજ્ઞાતમાં લઈ જતો પહાડી રસ્તો હોય - પણ આપણી કલ્પના પર શું કામ આધાર રાખીએ?
મારી સામે એક સરસ પ્રવાસવર્ણનનું પુસ્તક ખુલ્લુ છે. એમાં બીજા કોણ, આપણા કવિ કલાપીએ કરેલું કાશ્મીરના દાલસરોવરનું વર્ણન છે. ત્યાં સાંજ પડતી આવે છે. કલાપી લખે છે:
“સૂર્ય પશ્ચિમમાં અધોગતિ કરવા લાગ્યો. સંધ્યારાગ ખીલી નીકળ્યો. પૃથ્વી, આકાશ, પાણી અને વિશેષ કરીને પશ્ચિમ દિશાનું મુખ લાલચોળ થઈ ગયાં. સૂર્યદેવતાનાં તપાવેલાં સુવર્ણરેષા જેવાં કિરણો લાંબા થઈ પૃથ્વીના પશ્ચિમ છેડાને સ્પર્શ કરવા લાગ્યાં. જળમાં પડતાં વૃક્ષાદિનાં પ્રતિબિંબ ભૂંસાઈ જવા લાગ્યાં... થોડીવારમાં તો આ સુંદર દેખાવ અને આ મધુર અવાજ દેખાતા - સંભળાતા બંધ પડ્યા. સૂર્યબિંબ અદૃશ્ય થઈ ગયું.”
એનું એ દૃશ્ય, એ જ પૃથ્વી, એ જ આકાશ, એ જ પાણી, એ જ દિશાઓ - પણ કવિ જ્યારે એને ચીતરવા પીંછી બોળે ત્યારે એ સઘળાં કેવાં બદલાઈ જાય છે - કવિ કલાપી છે, પ્રણયોર્મિની છાલક તો તેના આ ગદ્યમાં પણ છે. આ સંધ્યાવર્ણનમાં પણ છુપાએલો ચહેરો તો સંધ્યારાગનો જ છે. સંસ્કૃતમાં પેલી સુંદર પંક્તિ છે ને? अनुरागवती संध्या, दिवसः तत्परः सरः -
સંધ્યા, સવારની જેમ કેટલી પુરાતન છે? ઈંગ્લિશમાં એક સરસ શબ્દ છે? eventide સાંજની ભરતી - નીચેનો દરિયો અને ઉપરનું આકાશ - નીચેની ભરતી ને ઉપરની - ચેતના તો એક જ છે -
{{right|<small>‘ત્રિકાલ’ (નિબંધસંચય)-માંથી
<br>સં.ઉત્પલ પટેલ</small>}}
{{Poem2Close}}
GIEVE PATEL -The Letter Home, 2002, acrylic on canvas, 59 x 72 in / 149.8 x 182.8 cm