સંચયન-૬૦: Difference between revisions

further updation
No edit summary
(further updation)
Line 673: Line 673:
એનું એ દૃશ્ય, એ જ પૃથ્વી, એ જ આકાશ, એ જ પાણી, એ જ દિશાઓ - પણ કવિ જ્યારે એને ચીતરવા પીંછી બોળે ત્યારે એ સઘળાં કેવાં બદલાઈ જાય છે - કવિ કલાપી છે, પ્રણયોર્મિની છાલક તો તેના આ ગદ્યમાં પણ છે. આ સંધ્યાવર્ણનમાં પણ છુપાએલો ચહેરો તો સંધ્યારાગનો જ છે. સંસ્કૃતમાં પેલી સુંદર પંક્તિ છે ને? अनुरागवती संध्या, दिवसः तत्परः सरः -
એનું એ દૃશ્ય, એ જ પૃથ્વી, એ જ આકાશ, એ જ પાણી, એ જ દિશાઓ - પણ કવિ જ્યારે એને ચીતરવા પીંછી બોળે ત્યારે એ સઘળાં કેવાં બદલાઈ જાય છે - કવિ કલાપી છે, પ્રણયોર્મિની છાલક તો તેના આ ગદ્યમાં પણ છે. આ સંધ્યાવર્ણનમાં પણ છુપાએલો ચહેરો તો સંધ્યારાગનો જ છે. સંસ્કૃતમાં પેલી સુંદર પંક્તિ છે ને? अनुरागवती संध्या, दिवसः तत्परः सरः -
સંધ્યા, સવારની જેમ કેટલી પુરાતન છે? ઈંગ્લિશમાં એક સરસ શબ્દ છે? eventide સાંજની ભરતી - નીચેનો દરિયો અને ઉપરનું આકાશ - નીચેની ભરતી ને ઉપરની - ચેતના તો એક જ છે -
સંધ્યા, સવારની જેમ કેટલી પુરાતન છે? ઈંગ્લિશમાં એક સરસ શબ્દ છે? eventide સાંજની ભરતી - નીચેનો દરિયો અને ઉપરનું આકાશ - નીચેની ભરતી ને ઉપરની - ચેતના તો એક જ છે -
{{right|‘ત્રિકાલ’ (નિબંધસંચય)-માંથી

સં.ઉત્પલ પટેલ}}
{{right|‘ત્રિકાલ’ (નિબંધસંચય)-માંથી

સં.ઉત્પલ પટેલ}}

{{Poem2Close}}
{{Poem2Close}}
GIEVE PATEL -The Letter Home, 2002, acrylic on canvas, 59 x 72 in / 149.8 x 182.8 cm
[[File:Sanchayan 60 Pic 6.jpg|center|400px]]
GIEVE PATEL -The Letter Home, 2002, acrylic on canvas, 59 x 72 in / 149.8 x 182.8 cm

==સાહિત્ય જગત==
{{color|red|સર્જકતા...}}

{{color|Orange|~  પ્રમોદકુમાર પટેલ}}
{{Poem2Open}}
[[File:H0046-L136768970.jpg|400px|left]]
કળાનિર્માણમાં, માધ્યમ સાથેનો મુકાબલો એ પણ એક અનિવાર્ય ઘટના છે. ગણિત કે વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરતો ચિંતક / વૈજ્ઞાનિક તાર્કિક ચિંતનની પૂરી ચોકસાઈ અને ચુસ્તી જાળવવા મથે છે, વૈયક્તિક લાગણીઓનાં સાહચર્યોથી મુક્ત, ગમાઅણગમાઓથી મુક્ત, બિનંગત, ભાષા યોજવા તે પ્રવૃત્ત થાય છે. અતિ અમૂર્ત વિચારણાના સ્તરેથી તેઓ આગવું બૌદ્ધિક તંત્ર રચવા ઝંખે છે. કવિ કે લેખક, આથી ભિન્ન, શબ્દોની વ્યંજનાઓ, સાહચર્યો, સંસ્કારો આદિનો વિશેષ રીતે ઉપયોગ કરે છે. શબ્દનું સજીવ સ્પર્શસૂક્ષ્મ અને સઘન રૂપ તેને ઈષ્ટ છે. દીર્ઘ સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરામાં શબ્દોને જે કંઈ અર્થસમૃદ્ધિ મળી છે, તેને તે પોતાના લાભમાં ફેરવી નાખવા ચાહે છે. એટલે, સર્જનની પ્રક્રિયામાં ભાષાનું માધ્યમ સ્વયં કવિ / લેખકની સર્જકચેતનાને ઉદ્દીપ્ત કરે છે. એ રીતે ક્રમશઃ બીજરૂપ વસ્તુમાં નવસંસ્કરણ થતું રહે છે. કૃતિવિકાસમાં એકથી વધુ તબક્કે સર્જકને અમુક અનિર્ણિતતાનો સામનો કરવાનો પણ આવે. એવી ક્ષણે કૃતિના વિકાસની એકથી વધુ શક્યતાઓ દેખાય, એકથી વધુ દિશાઓની ઝાંખી થાય, ત્યારે રચાઈ ચૂકેલો ખંડ એમાં દિશાસૂચન કરી રહે. અંતે, કૃતિ પૂરી થાય છે ત્યારે વિકાસપ્રક્રિયાના તબક્કાઓ એની સંરચનામાં જળવાઈ રહે છે. એમાં સર્જનાત્મક ફાળ ભરવાના જે પ્રસંગો આવ્યા છે તે કૃતિની આંતરસંરચનામાં અનિવાર્ય અંશ બન્યા છે. ગણિત વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં સમસ્યા-ઉકેલની પ્રવૃત્તિમાં Creative leapનો પ્રસંગ આવે, પણ એમાં અંતિમ ઉકેલનું જ વિશેષ મૂલ્ય ઠરે છે. ઉકેલ મળ્યા પછી અવાંતર ફાળનું એટલું પોતીકું મહત્વ રહેતું નથી.
કવિતા સંગીત ચિત્ર શિલ્પ આદિ કળાઓની સર્જકતાના પ્રશ્ને દરેક કાળની આગવી રૂપનિર્મિત, રચનારીતિ, શૈલી, આદિના મુદ્દાઓ ય લક્ષમાં લેવાના રહે છે. કળાઓના ક્ષેત્રમાં નિરપેક્ષપણે નિર્બંધપણે સર્જકતા કામ કરે એમ માનવું મુશ્કેલ છે. કળાઓમાં ભિન્નભિન્ન પરિબળો સર્જનશક્તિને દિશા અર્પે છે, પરિમાણ અને વ્યાપ અર્પે છે, આગવું સંચાલનસૂત્ર નક્કી કરી આપે છે. મૂળ તો કવિ કે લેખકની કળા વિશેની વિભાવના અને અભિગમ એમાં ધ્યાનપાત્ર બને છે. પ્રશિષ્ટ વૃત્તિ અને રંગદર્શી વૃત્તિ પણ એમાં પ્રગટપણે કે પરોક્ષપણે ભાગ ભજવે છે. વળી, વાસ્તવવાદી વાર્તા નવલકથામાં માનતો લેખક માનવીય વાસ્તવ, પાત્રવિધાન, પ્રસંગસંકલન,ભાષાશૈલીના સ્તરેથી જે રીતે કામ કરે છે, તેમાં તેની સર્જકવૃત્તિ વાસ્તવદર્શનના ચોક્કસ પરિપ્રેક્ષ્યની અને વાસ્તવાદી કળાના ચોક્કસ Matrixથી નિયંત્રિત અને સંયત થાય છે. વાસ્તવવાદી કળાનો સ્વીકાર કર્યા પછી તેની સર્જકકલ્પના એના સીમિત-એકાત્મક અને સમપરિમાણી-વાસ્તવની વચ્ચે કામ કરે છે. આથી ભિન્ન, પ્રતીકધર્મી કથામાં લેખકની સર્જકકલ્પના એકધારી નવા સ્તરેથી ગતિ કરે છે. એવો લેખક પોતાની અનુભવસામગ્રીના એકએક અંશને પ્રતીકાત્મક સ્તરે ઊંચકે છે; બલકે, અનુભવસામગ્રીના આકલનમાં જ તેની પ્રતીકાત્મક દૃષ્ટિ કામ કરે છે. અતિવાસ્તવાદી કવિતા, એબ્સર્ડ નાટક, અમૂર્તવાદી ચિત્ર શિલ્પ કે ભાવનાત્મક કળા - એ દરેકમાં સર્જકતા જુદા જુદા સંદર્ભે, જુદા જુદા Matrixમાં પ્રવર્તે છે. દરેકમાં સૌંદર્યબોધ કે કળાત્કમ રૂપ વિશેની સમજ અમુક રીત નિયામક બને છે, તો વાસ્તવબોધની અમુક દૃષ્ટિ પણ એમાં નિર્ણાયક બની રહે છે. જરા જુદી રીતે કહીએ તો, પ્રકૃતિવાદી નવલકથા, વાસ્તવવાદી નવલકથા, પ્રતીકવાદી કવિતા-એમ ભિન્નભિન્ન વાદો વિભાવનાઓથી પ્રેરિત કૃતિઓને આગવી એવી વાસ્તવ-વ્યવસ્થા (Unique Order of reality) સંભવે છે. સર્જનપ્રક્રિયા આ પ્રકારની વાસ્તવ-વ્યવસ્થાનો જાણ્યે-અજાણ્યે સ્વીકાર કરીને ચાલે છે, એવી વાસ્તવ-વ્યવસ્થાને અનુસારીને પ્રવર્તે છે.
ગણિત વિજ્ઞાન આદિ વિષયોમાં ચિંતક સંશોધક જે પ્રકારનો dis-course રચે છે, તેમાં બૌદ્ધિક પ્રવૃત્તિ જ મુખ્યત્વે નિર્ણાયક તત્ત્વ બની રહે છે, કહો કે વૈજ્ઞાનિક સત્યોની ઉપલબ્ધિ એમાં મુખ્ય બાબત બની રહે છે. આથી ભિન્ન, સાહિત્યાદિ કળાઓમાં જે વિશ્વ ઊભું થાય છે. તેમાં માનવ જાતિને ઇષ્ટ એવા ત્રણ પરમ મૂલ્યો- ‘સત્ય’, ‘શિવ' અને ‘સુંદર’નો યોગ થાય છે. એટલું જ નહિ, આ મૂલ્યોની સાથે સંકળાઈને બીજાં જીવનમૂલ્યોય એમાં પ્રવેશે છે. સાહિત્યની (કે અન્ય લલિત કળાની) કૃતિ આપણને જે રીતે પ્રભાવિત કરે છે, તેમાં કળાત્મક મૂલ્યોની સાથે સાથે અમુક જીવનમૂલ્યોનોય ફાળો સંભવે છે. સર્જનની પ્રક્રિયાનું, એથી, અલગ અને સ્વતંત્ર મૂલ્ય નક્કી કરવાનું મુશ્કેલ છે. પણ સમગ્ર કૃતિની અર્થવત્તા અને પ્રભાવકતા એની સર્જનપ્રક્રિયામાં જ નિહિત છે એમ કહી શકાય નહિ.
{{Poem2Close}}
{{right|- ‘પ્રતીતિ’માંથી}}

[[File:Sanchayan 60 Pic 7.jpg|center|400px]]
GIEVE PATEL INDIAN, B. 1940; FOOTBOARD RIDER, 2016; Acrylic on canvas, 48 x 60 in