સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/મુંબઈનો માળો

From Ekatra Wiki
Revision as of 06:02, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મુંબઈજેવુંવિશાળશહેર, એમાંભરચકલત્તાઓ, એમાંએકનાનકડીસાંક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          મુંબઈજેવુંવિશાળશહેર, એમાંભરચકલત્તાઓ, એમાંએકનાનકડીસાંકડીગલી, એમાંએકચારમજલાનુંમકાન, મકાનનીલગોલગલગનનીવાડી, વાડીમાંપીપળાનુંઝાડ, પીપળાનાઝાડમાંભેરવાયેલાફાટેલાપતંગોઅનેચારમાળપરરહેતામાણસોનોબબ્બેઓરડીઓમાંસચવાયેલોસંસાર... મકાનનેદાદરેબેસીવાડીમાંઘણીવારજોયાકર્યુંછે. લગ્નનીમોસમમાંદરરોજનવોમાંડવો... સવારનાપહોરથીવાતાવરણમાંસાડીશેલાંનારંગ... ધોતિયું, કફની, સફેદટોપીઅનેસફેદચંપલ... વાજાંવાળાઓ... લાઉડસ્પીકર... વરઘોડોઆવેત્યારેમુકાતીલગભગએકજરેકર્ડ“ઘૂંઘટકાપટખોલરે, તોહેપિયામિલેંગે” ...પછીરાતનોસમય, બત્તીઓ... અનેપછીકન્યાવિદાય... આંસુઓ... શિખામણો... શણગારેલીમોટરઅને.... આમનેઆમસંસારનીશરૂઆત... ફ્લેટમાંકેઓરડીમાં... વાડીમાંપીપળોએમનેએમઊભોછે. કેટલાંયેલગ્ન ...જમણ...રિસેપ્શન... નાનામોટાઝઘડા... માણસનાંનાનાંમન... એનીઈર્ષાઓ... એનીપ્રદર્શનવૃત્તિ, રોશનીઅનેએપછીનોઅંધકાર... ધામધૂમઅનેએપછીનોસૂનકાર... ચારમાળનામકાનનાપગથિયેપગથિયેશૈશવેકૂદકા-ભૂસકામાર્યાછે, કિશોરાવસ્થાએતંબૂતાણ્યાછે. પ્રત્યેકઓરડીનોજુદોજુદોસંસારજોવામળ્યોછે—તોઆખામાળાનુંસામૂહિકજીવનપણજાણવામળ્યુંછે. દાદરનીવચ્ચેનીજગામાં, છૂટકકામકરતાઘાટીઓપણપોતાનાએશઆરામનીપળોનેપાનતમાકુથીલાલમલાલકરીમૂકતાકેબીડીનાંઠૂંઠાંથીતેજીલીકરતાજોયાછે. પ્રત્યેકઓરડીનુંવ્યકિતત્વજુદું. બહારથીબધીજસમાનલાગેએતોમાત્રઆભાસ. કોઈકનેઘરે-આંગણેતોરણલટકે. તોરણનાપોપટબોલકાલાગેઅનેઓરડીનામાણસોમૂંગા. કોઈકનાંબારણાંબાંડાંજહોય. ઊબરાતોપ્રત્યેકઓરડીનાપૂજાય. સામેનાપીપળાનેકંકુનાછાંટાનિયમિતમળે. મોટાંઓનીતકરારખાસનહોય, પણસીદીભાઈનેસીદકાંવહાલાં—એમછોકરાંઓનીબાબતમાંથીજકાંઈકચકમકઝરે. ઉપલામજલાપરરહેનારાઓનેનીચલામજલાવાળાપ્રત્યેએકસામાન્યફરિયાદરહે: પાણીનોધોધછૂટોમૂકેએટલેઉપરપાણીચડતાંવારલાગે. છાપાંપણદરેકઓરડીમાંનઆવે. પ્રત્યેકમાળામાંએકવ્યકિતતોએવીહોયછેજેમાળાનાંછાપાંનીગરજસારે. આમએકમેકનાઘરેઆવવાજવાનોકેલેવડદેવડનોવહેવારસવારથીશરૂથાય. કોઈનેલેવામાંકેઆપવામાંશરમસંકોચનહીં. કોથમીર, લીંબુનેલીમડાથીમાંડીનેએકાદવાટકીઘી-તેલનીપણલેવડદેવડથાય. હવેતોરેડિયોઓરડીએઓરડીએઆવીગયોહશે. પણપહેલાંતોજોએકાદઓરડીમાંરેડિયોઆવેતોજાણેકેછોકરોજન્મ્યોહોયએમઆસપાસનાંપડોશીઓહરખકરીજતાં. પ્રત્યેકપડોશીનીઆંખમાંબાઈનોક્યુલરનાકાચહોયજ. કોનેત્યાંકોણઆવ્યું, કેમઆવ્યું, ક્યારેઆવ્યું, આવનારવ્યકિતકેટલાકલાકબેઠી, એનોબધોજહિસાબ—અત્યારેરાજકારણમાંજેમએકદેશબીજાદેશનીહિલચાલનીચોકીકરેછેએમ—કર્યાકરે. વૅકેશનમાંતોઆખોમાળોછોકરાઓનોથઈજાય. દાદરનાકઠેડાપરલસરવાથીમાંડીનેબધીજરમતોઅનેમસ્તી-તોફાનોઆરંભાઈજાય. લખોટી, કોડી, પત્તાં, કેરમબોર્ડનીમોસમોઆવેનેજાય. કોઈકનેઘરેઠાકોરજીનીરાજસેવાજેવુંહોયતોએનોપ્રસાદઆખામાળાનેમળે. કોઈકનવરાત્રિમાંગરબાગવડાવેતોએનીલહાણીઘરદીઠમળે. કોઈકનેત્યાંઘરનોમાણસક્યારેકઅતિશયમોડેસુધીનઆવ્યોહોયતોઆખોમાળોચિંતાકરે. અંગતઅનેબિનંગતનોઅહીંસમન્વયથયોહોયછે. સામૂહિકજીવનનીનાનકડીવિદ્યાપીઠજેવોમુંબઈનોમાળોછે.

[‘મારીબારીએથી’ પુસ્તક: ૧૯૭૬]