સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/જીવન પણ ઉત્તમ કળા: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} વૈશાખનીબપોરનાઆકરાતાપમાંહુંરોજજોઉંછું: એકમકાનપરવધારા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
વૈશાખનીબપોરનાઆકરાતાપમાંહુંરોજજોઉંછું: એકમકાનપરવધારાનોએકમાળલેવાનીતૈયારીચાલીરહીછે. માથેકશીછત્રછાયાવિના, કેવળસૂર્યનીનિષ્ઠુરદૃષ્ટિનીચે, ઉઘાડાશરીરે, શ્રમજીવીઓકામકરીરહ્યાછે. કાળાઅબનૂસજેવાંએમનાંશરીરપરસેવાથીતગતગીઊઠ્યાંછે. આકરીમજૂરીકરીરહ્યાછે, નેછતાંએમનેમોઢેગીતછે. એમનાંશરીરનાંહલનચલનનાલયસાથેએનોલયબરાબરમળીજાયછે. બળબળતીબપોરમાંઆલયએકઅવનવીકર્ણમધુરતાસર્જીદેછે.
 
બીજીબાજુ, લગ્નમંડપોમાં, વરઘોડાઓમાંફિલ્મીગીતોનીચીસાચીસસંભળાયછે. એનેકોઈસાંભળતુંનથી, છતાંએકરસમખાતરએગીતોવગાડવામાંઆવેછે.
વૈશાખની બપોરના આકરા તાપમાં હું રોજ જોઉં છું: એક મકાન પર વધારાનો એક માળ લેવાની તૈયારી ચાલી રહી છે. માથે કશી છત્રછાયા વિના, કેવળ સૂર્યની નિષ્ઠુર દૃષ્ટિ નીચે, ઉઘાડા શરીરે, શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે. કાળા અબનૂસ જેવાં એમનાં શરીર પરસેવાથી તગતગી ઊઠ્યાં છે. આકરી મજૂરી કરી રહ્યા છે, ને છતાં એમને મોઢે ગીત છે. એમનાં શરીરનાં હલનચલનના લય સાથે એનો લય બરાબર મળી જાય છે. બળબળતી બપોરમાં આ લય એક અવનવી કર્ણમધુરતા સર્જી દે છે.
જગતસાથેનોઆપણોસંવાદતૂટ્યોછે. શહેરપાસેથઈનેજનદીવહીજાયછે, પણએનાવહેવાનોલયઆપણનેસંભળાતોનથી. સમુદ્રનાભરતી-ઓટથીઅણજાણઆપણે, સમુદ્રનીપાસેરહીને, જીવ્યેજઈએછીએ. વૃક્ષોનોપર્ણમર્મરકેપંખીઓનોકલરવ, કાચીંડાનુંચુપકીદીથીસરકવું, નોળિયાનુંએકવાડમાંથીબીજીવાડમાંસંતાઈજવું—આબધાંથીઅણજાણ, પ્રકૃતિવચ્ચેછતાંપ્રકૃતિમાંથીજહદપારથયાહોઈએએમ, આપણેજીવીએછીએ.
બીજી બાજુ, લગ્નમંડપોમાં, વરઘોડાઓમાં ફિલ્મી ગીતોની ચીસાચીસ સંભળાય છે. એને કોઈ સાંભળતું નથી, છતાં એક રસમ ખાતર એ ગીતો વગાડવામાં આવે છે.
જગત સાથેનો આપણો સંવાદ તૂટ્યો છે. શહેર પાસે થઈને જ નદી વહી જાય છે, પણ એના વહેવાનો લય આપણને સંભળાતો નથી. સમુદ્રના ભરતી-ઓટથી અણજાણ આપણે, સમુદ્રની પાસે રહીને, જીવ્યે જઈએ છીએ. વૃક્ષોનો પર્ણમર્મર કે પંખીઓનો કલરવ, કાચીંડાનું ચુપકીદીથી સરકવું, નોળિયાનું એક વાડમાંથી બીજી વાડમાં સંતાઈ જવું—આ બધાંથી અણજાણ, પ્રકૃતિ વચ્ચે છતાં પ્રકૃતિમાંથી જ હદપાર થયા હોઈએ એમ, આપણે જીવીએ છીએ.
{{Right|[‘પશ્યન્તી’ પુસ્તક]}}
{{Right|[‘પશ્યન્તી’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits