સાહિત્યિક સંરસન — ૩/ભરત સોલંકી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 21: Line 21:
આવો જ શિયાળો બેસતાં કાકાને ગામના શંકરભાઈ સાથે શહેરમાં કપડાંની ખરીદી કરવા જવાનું થયું ને પરત આવતાં તેમના દીકરા જીગલા માટે લાલ રંગનું સ્વેટર લેતા આવ્યા. જીગલો તો પહેલેથી જ ફુલણજી કાગડાભાઈ! સ્વેટર પહેરી ભરબપોરે વટ પાડવા બજારમાં નીકળી પડ્યો. મને પહેરવા તો શું સ્પર્શ કરવા કે જોવા પણ ન મળ્યું. બાપુજી તો બાજુના ગામમાં ગયેલા, ન કોઈ કાગળ કે પત્ર, ફોન તો માત્ર કલ્પના હતી. શહેરોમાં ક્યાંક ક્યાંક ફોન આવેલા. હું હઠ કરું તો કોની પાસે કરું? બા તો ઘરકામમાં જ રચ્યાંપચ્યાં રહે. છેવટે દાદીમા પાસે ટાઢની ફરિયાદ કરી તો તેમણે માળિયા પરથી લોખંડનો ટ્રંક ખોલી તેમાંથી છીંકણી રંગની પાતળી પણ ગરમ શાલ કાઢી આપી. મેં મન મનાવ્યું ને ઓઢી લીધી. પછી તો શાલ જ મારું સ્વેટર બની. સૂતાં-જાગતાં, ખાતાં-પીતાં શાળાએ પણ શાલ મારા અંગને ઢાંકીને ટાઢ સામે રક્ષણ આપતી.  

શિયાળો એટલે શરીરે મેલ જામે ને પોપડા બાજે ને પોપડા ઉખડે, દર રવિવારે શેરીમાં શાલ ઓઢી લેસન કરવા મંડી પડવાનું. કોઈ સ્વેટર, કોઈ ધાબળો, તો કોઈ ન્હાવાના શરીર લૂછવાના ટુવાલ ઓઢી લાવતાં. એકવાર પૂનમ કંઈ ઓઢવાનું ન લાવી. મારી પાસે લેસન કરતાં કરતાં મારી અડધી શાલમાં લપાઈ ગયેલી. શાલનો એક છેડો મારા ખભે ને બીજો છેડો એના ખભે. સવાર સવારની ટાઢ અમારી સાથે યુદ્ધે ચડતી. પૂનમ દાંત કચકચ કરતી વધુ ને વધુ મારી પાસે આવતી લપાતી ને ટાઢ ઉડાડવા પ્રયત્ન કરતી. ક્યારેક મારા પગની કાળી-કાળી રુવાટીને એકીટશે જોયા કરતી, ક્યારેક તેનો ઢીંચણ મારા ઢીંચણ નીચે દબાવી દેતી, પલાંઠી નાની-મોટી કરતી. જાણે મને કશું સાનમાં સમજાવતી ન હોય! હું લેસનમાં હંમેશાં પાક્કો ને આગળ, પણ જીવતરના પાઠમાં પાછળ. મને મારી સરખામણીમાં પૂનમ વધુ હોંશિયાર લાગતી. એકવાર બે-ત્રણ કલાક લેસન કરતા હું થાક્યો ને પગ શાલની બહાર કાઢી લાંબા કર્યા ને પૂનમ જોઈ ગઈ ને મારા પગ પર જામેલા મેલથી તાડૂકી ઊઠી –

      ‘પકલા આ શું છે?’
‘પકલા આ શું છે?’
      ‘શું?’
‘શું?’
      ‘તારા પગે મેલ તો જો!’  
‘તારા પગે મેલ તો જો!’  
      ‘તે હોય હમણાંથી નાહ્યો નથી એટલે...’  
‘તે હોય હમણાંથી નાહ્યો નથી એટલે...’  
      ‘પણ મન નો ગમ, હા’લ માર વાડામાં તન મેલ કાઢી આપું...’  

      મને પરાણે હાથ પકડી લેસન પડતું મૂકી તેનાં ઘરના પછવાડે વાડામાં લઈ ગઈ. એક પથ્થર પર બેસાડ્યો, પાણીની ડોલ ભરી લાવીને નળિયાની ગોળગોળ ઠીકરી કરી મારો પગ એના ખોળામાં લઈ મેલ કાઢવા લાગી. એના હાથનો સ્પર્શ એક તરફ મને ગમવા લાગ્યો તો બીજી તરફ પગ પર ઘસાતી ઠીકરી મને વાગતી હતી. હું સિસકારા બોલાવતો ને તે ખિલખિલાટ હસતી જતી હતી. થોડી જ વારમાં તેણે મારા બંને પગ ઘસી-ઘસીને લાલચોળ કર્યા ને ચોખ્ખાચણક પણ.  

હમણાં-હમણાં શિયાળો ને પાછી શાલ ને શેરી મને વધુ ગમવા લાગ્યા. પૂનમ પણ મારી સામે જ મોટી થઈ હતી પણ હમણાં મને કંઇક નોખી ને જુદી જ લાગતી હતી. સફેદ અને ફિટિંગવાળા ફ્રોકમાં કંઇક વધુ આકર્ષક લાગતી હતી. બધાંયના ગણવેશ બે-બે જોડી સીવડાવેલા તે રવિવાર સુધી એક પહેરવાનો ને સોમવારથી બદલાય. શિયાળાના આરંભે રવિવારે અમારું લેસન એકાદ-બે કલાકમાં પૂરું થઈ જતું પણ હમણાં-હમણાં હાથે કરીને લંબાતું જતું હતું. નાના ધોરણમાં ભણતી કીકલી જતી ને સાથે બધાં જતાં રહે તોય અમે લખ્યાં કરતાં. સૉનેરી તડકો અમને વધુ રૂપાળાં બનાવતો. પૂનમ લેસન કરવાની ચોપડીઓ સાથે શેરડી, ક્યારેક બોર લેતી આવે. હું લેસનમાં તલ્લીન હોઉં ને તે બોર મારાં મોમાં મૂકી દે. હું બોર ચગળું ને તે ધારીને જોતી રહે. તો તે કોઈ વાત માંડે ને તેની સફેદ દાંતની પંક્તિઓ, પવનમાં ઉડતી સૉનેરી વાળની લટ, તેના લાલ લાલ હોઠ ઉપર તો ક્યારેક કાળી ભમ્મર ભ્રમરો ઉપર ફરક્યા કરે ને હું એ અબુધ ભાવે જોયા કરું. તેના અવાજની મીઠાશ પણ શેરડીના ગળ્યા રસ જેવી મીઠી ધમરાક. એનો અંગ-મરોડ પણ આગવો જ. એ આવે, જાય, બેસે કે બોલે તેના શરીરનાં જાણે બધાં જ અંગો એકસામટા ન બોલતાં હોય!  

કાકા એકવાર સાંજે પરત ફરતા ત્યાં કોઇએ શેરડીના સાંઠા પકડાવેલા. અમે રાજીના રેડ. આમ તો સોમથી શનિ ક્યાં જતો રહે ખબર જ ન પડે. થોડુંઘણું લેસન, બીજા ઘરકામમાં આખો દિવસ નીકળી જતો. નિશાળ ભરચક અને શેરી સૂમસામ પણ રવિવાર એટલે નિશાળ સૂમસામ અને શેરી ભરચક. રવિવારે હું શેરડીના બે-ત્રણ સાંઠા સાથે લઈ ગયો. હું પથારો પાથરું ને પછી એક પછી એક જાણે લેસનની પંગતો પડે. પૂનમ તો હક્કપૂર્વક મારી પાસે જ બેસે ને મારી શાલમાં હક્ક કરી ગોઠવાઈ જાય. શેરીનાં નાનાં-મોટાં આદમી-બાઈઓ કામે નીકળતાં જાય ને અમને ‘ભણો ભણો’ કહેતાં જાય. અમારી સૌની ભણવાની લગન જોઈ તેઓ હરખાતાં હતાં, પણ હમણાં મારી અને પૂનમની લગન કંઇક જુદા જ રસ્તે ચાલતી, મારી પાસે શેરડીના સાંઠા જોતાં જ બોલી –  