સિગ્નેચર પોયમ્સ/છેલ્લો કટોરો – ઝવેરચંદ મેઘાણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 48: Line 48:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = મંભોમિયા વિના – ઉમાશંકર જોશી
|previous = ભોમિયા વિના – ઉમાશંકર જોશી
|next = પ્રાર્થના – સ્નેહરશ્મિ
|next = પ્રાર્થના – સ્નેહરશ્મિ
}}
}}

Latest revision as of 02:39, 19 April 2024

છેલ્લો કટોરો

ઝવેરચંદ મેઘાણી
(ગોળમેજી પરિષદમાં જતી વેળા ગાંધીજીને!]


છેલ્લો કટોરો ઝેરનો આ : પી જજો, બાપુ!
સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ!
અણખૂટ વિશ્વાસે વહ્યુું જીવન તમારુંં
ધૂર્તો–દગલબાજોે થકી પડિયું પનારૂં :
શત્રુ તણા ખોળે ઢળી સુખથી સૂનારું :
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ!
કાપે ભલે ગર્દન : રિપુ-મન માપવું, બાપુ!
સુર-અસુરના આ નવયુગી ઉદધિ-વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને?
તું વિના, શંભુ! કોણ પીશે ઝેર દોણે!
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ!
આ સૌમ્ય-રૌદ્ર! કરાલ કોમલ જાઓ, બાપુ!
કહેશે જગત : જોગી તણા શું જોગ ખૂટ્યા?
દરિયા ગયા શોષાઈ? શું ઘન નીર ખૂટ્યાં?
શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં?
દેખી અમારાં દુઃખ નવ અટકી જજો, બાપુ!
સહિયું ઘણું, સહીશું વધુ નવ થડકજો, બાપુ!
ચાબૂક, જપ્તી, દંડ, ઠંડા મારના,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડાઘણા છંટકાવ ગોળીબારના—
એ તે બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ!
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ!
શું થયું — ત્યાંથી ઢીંગલુ લાવો ન લાવો!
બોસા દઈશું — ભલે ખાલી હાથ આવો!
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ!
દુનિયા તણે મોંએ જરી જઈ આવજો, બાપુ!
હમદર્દીના સંદેશડા દઈ આવો, બાપુ!
જગ મારશે મે’ણાં; ન આવ્યો આત્મજ્ઞાની!
ના’વ્યો ગુમાની – પોલ પોતાની પિછાની!
જગપ્રેમી જોયો! દાઝ દુનિયાની ન જાણી!
આજાર માનવ-જાત આકુલ થઈ રહી, બાપુ!
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ!
જા, બાપ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને—
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ!
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ!
ચાલ્યો જજે! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ!
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ!