સિગ્નેચર પોયમ્સ/હંકારી જા – સુન્દરમ્‌

From Ekatra Wiki
Revision as of 02:30, 19 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હંકારી જા

સુન્દરમ્


મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.
ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સાનેરી સોણલું બતાડી તું જા. મારી
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરેાગી,
જનમભૂખીને જમાડી તું જા. મારી
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મેાજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા. મારી