સિગ્નેચર પોયમ્સ/આતમરામ – રા. વિ. પાઠક ‘શેષ’
Jump to navigation
Jump to search
રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
હજીયે ન જાગે મારો આતમરામ! (૨)
સમુંદર ઘુઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર!
સઢ સંધા ફડફડે, દોર ધિંગા કડકડે!
હાજર સૌ ટંડેલ એક મારાં સૂનાં છે સુકાન!
વહાણ રાખું નાંગરેલું, વેપાર શી રીતે ખેડું?
હવે તો થાય છે મોડું વીનવું હું પાયે પડું,
મારે તો થાવા બેઠો છે ફેરો આ નકામ!
મારો ફેરો આ નકામ!...
જાગોજી જાગોજી મારા આતમરામ!
વ્હાલા આતમરામ!