સિગ્નેચર પોયમ્સ/હરિનાં દર્શન – કવિ ન્હાનાલાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 6: Line 6:
મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી :

એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.

શોકમોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં :

નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં.

પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા :

નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.
નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે :
નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે :
નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે.
નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે.
જરા ઊઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ તદા :
જરા ઊઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ તદા :
બ્રહ્મ બ્રહ્માંડ અળગાં રે ઘડી યે ન થાય કદા.

પણ પૃથ્વીના પડળો રે, શી ગમ ત્હેને ચેતનની?

જીવે સો વર્ષ ઘુવડ રે, શી ગમ ત્હો યે કંઈ દિનની

સ્વામી સાગર સરીખા રે, નજરમાં ન માય કદી :

જીભ થાકીને વિરમે રે ‘વિરાટ’ ‘વિરાટ’ વદી.

પેલાં દિવ્ય લોચનિયાં રે પ્રભુ ક્ય્હારે ઊઘડશે?

આવાં ઘોર અંધારાં રે પ્રભુ! ક્ય્હારે ઊતરશે?

નાથ! એટલી અરજી રે, ઉપાડો જડપડદા :
નાથ! એટલી અરજી રે, ઉપાડો જડપડદા :
નેનાં! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.

આંખ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી :
આંખ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી :
એક મટકું તો માંડો રે, હૃદય ભરી નીરખો હરિ.

Latest revision as of 02:26, 19 April 2024

હરિનાં દર્શન

કવિ ન્હાનાલાલ