સોરઠિયા દુહા/18


18

રણરિયાં મ રોય, રોને રણ છાંડી ગિયાં;
મુએ જ મંગળ હોય, રણ મચિયાં રાખાશનાં.

હે માતા, બહેન, પત્ની! રણસંગ્રામમાં રહી ગયેલાં (મુવેલાં)ને ન રોજે; રોજે રણભૂમિ છોડી ભાગી ગયેલને. રણભૂમિમાં મુવે તો મંગળ જ થાય.