કંથા, રણમેં જાય કે, કાંઈ જુએ છે સાથ? તારાં સાથી તીન હે, હૈયું, કટારી ને હાથ.
હે કંથ! રણભૂમિમાં જતો જતો તું તારા સંગાથીઓની વાટ શીદ જુએ છે? તારાં સાચાં સાથી તો ત્રણેય તારી પાસે જ છે તારું કલેજું, તારી કટાર, ને તારો હાથ એ ત્રણ સાબૂત હશે તો બસ થશે.