સોરઠિયા દુહા/28


28

સોરઠ મીઠી રાગણી, મીઠો રાગ મલાર;
સેજે મીઠી સુંદરી, રણ મીઠી તલવાર.

અનેક પ્રકારનાં રાગ-રાગિણીઓમાં સોરઠ રાગિણી અને મલાર રાગની મીઠાશ નિરાળી છે. એ જ રીતે સ્ત્રી પથારીમાં મીઠી લાગે છે. તલવાર લડાઈના મેદાનમાં વહાલી લાગે છે.