સોરઠિયા દુહા/93


93

જોબન જાતે ત્રણ ગયાં, કહો સખિ કિયાં?
કંકુ, કાજળ ને કાંચકી, અંગથી અળગાં થિયાં.

હે સખિ! જોબન જતું રહ્યું તેની સાથે કઈ ત્રણ વસ્તુઓ ચાલી ગઈ? કપાળેથી કંકુ, આંખેથી આંજણ અને કેશમાંથી કાંસકીના શણગાર જોબનની સાથે જ ચાલ્યાં ગયાં છે.