સ્વરૂપસન્નિધાન/ઊર્મિકાવ્ય-ચિમનલાલ ત્રિવેદી: Difference between revisions

no edit summary
(replaced with proofread text)
No edit summary

Line 31: Line 31:
'''ઊર્મિકાવ્યનું સંઘટન'''સંઘટનથી કાવ્ય બાંધવું એટલે કવિચિત્તના ઊર્મિસંચલનને, કવિચિત્ત જે ભાવપ્રક્રિયામાંથી પસાર થાય છે તેની ગતિને કૃત્રિમતા આપવા જેવું થાય. સાહજિકતા -જે ઊર્મિકાવ્ય માટે અનિવાર્ય-તે, તેથી તો મરી જાય. આવું બાહ્ય નિયંત્રણ સ્વીકારવાથી તો અવળી ગતિએ કાવ્ય સાધવા જેવું બને. અલબત્ત, આનો અર્થ એ નથી જ કે કવિનું ચિત્ત આવેગમાં જો રઝળપાટે ચડે તો તે પ્રમાણે જ કાવ્યનું સંઘટન થાય. પોતાના લક્ષ્ય તરફ અનિમેષ દૃષ્ટિએ ગતિ કરવા માટે કવિએ પોતાની ભાવગતિનું નિર્માણ કરતાં કંઈક તો નિયંત્રણ કરી, કલાત્મકતા સાધવા જેટલી સંગીનતા તો રાખવી જ પડે. બળવંતરાયના ‘જૂનું પિયરઘર', બાલમુકુન્દના ‘જૂનું ઘર ખાલી કરતાં', ઉશનસ્‌ના ‘શિશુ ઉછરતાં’ કાવ્યોમાં પ્રથમ કયા હેતુનો –Motive નિર્દેશ છે? કેવળ સરળ રીતે પરિસ્થિતિનું આલેખન જ પ્રારંભમાં છે, જે પાછળથી આવતા મર્મ -ઊર્મિતીવ્રતા- માટે અનિવાર્ય અને બળપ્રેરક બને છે. વળી ઊર્મિકાવ્ય આત્મગત હોય ત્યારે પણ સંઘટનમાં તફાવત પડવાનો. ‘વિશ્વ આખું ગુલગુલાબી થઈ ગયું’થી પ્રારંભાતા સુન્દરમ્‌ના ‘વિશ્વ આખું’ કાવ્યનો ઉઘાડ કવિમનની ઉલ્લાસઅવસ્થાનો ઉદ્ગાર છે, તો ‘ભવ્ય સતાર’માં વિશ્વના અકળિત સંગીતના શ્રવણનો આનંદલલકાર સંભળાય છે. ઘણીવાર પહેલે જ તબક્કે કવિ ભાવની છાલક મારે છે અને પછી જ કાવ્ય પ્રસરતું હોય છે. ‘ઘણ ઉઠાવ’માં ઉપર નિર્દેશ્યા પ્રમાણે પોતાના નિશ્ચયનું પ્રાકટ્ય છે. આ બધા ઉપરથી સમજાય છે કે સંઘટન એ ઊર્મિકાવ્ય માટે સ્વતંત્ર કસબ છે. સંઘટનની વિવિધતા ભાવસંચલનના વૈવિધ્યનું નિર્માણ છે અને તેના જેવા મરોડ, તેવા કાવ્યને પણ મરોડ મળે છે. ઘણી વાર કાવ્ય સીધી -Horizontal તો ક્યારેક ઊર્ધ્વ perpendicular, ક્વચિત્ ચક્રાકાર-circular ગતિએ ચાલતું હોય છે. ક્યારેક ‘શરદપૂનમ’માં બન્યું છે તેમ એક જ કાવ્યમાં સંઘટનની જુદી જુદી રીત પણ જોવા મળે છે. જેમ મુખ ઉપર ફરકી જતા હાસ્યનો મરોડ, અંકિત થતી રેખાઓના વિવિધ આકારથી વ્યક્ત થાય છે અને તેનો આધાર મૂળમાં તો મનમાં રમી  રહેલા આનંદની લાગણીના બળ અને સંચાલન બળ અને ઉપર છે, તેમ જ કાવ્યના સંઘટન અને સ્વરૂપ-આકૃતિનો આધાર અંતર્ગત વહેતા ભાવોર્મિના ચલનવલન ઉપર છે.

ઊર્મિકાવ્યના સંઘટનની વાત સાથે તેની શૈલી-કાવ્યભાષા-બાનીનો વિચાર કરી લેવો યોગ્ય ગણાય. કાવ્યભાષા એ કાવ્યમાત્ર માટે મહત્ત્વની બાબત છે, પણ ઊર્મિકાવ્ય માટે તો તેનું અધિક મહત્ત્વ ગણાય. લાંબાં કથનકાવ્યો કે વર્ણનકાવ્યોમાં ભાષાનું થોડું શૈથિલ્ય કદાચ નિર્વાહ્ય બને, ઊર્મિકાવ્યમાં તો તે ન જ નભે. ‘તેજે ઘડ્યા’ શબ્દો જ તેને તો ખપે. સકળ સંવિત્‌ની પરિપૂર્ણ-યથાતથ-અભિવ્યક્તિ માગતા ઊર્મિકાવ્યમાં વાણી-બાની તો સ્વયમેવ ફૂટતી હોવી જોઈએ. પાતાળમાંથી ફૂટતા ફુવારા માફક બાની, તો ઊર્મિકાવ્યમાં ઊછળતા ચૈતન્યનો સ્પંદ-ધ્રૂજારી ભાવકની રગરગમાં વ્યાપી દે તેવી હોવી જોઈએ. ચેતનપિંડ સમાન કાવ્યમાં, કાવ્યભાષા તો તેના ચેતનનો પ્રગટ આવિષ્કાર છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં આનંદવર્ધને અને રુય્યકે શૈલીનો સંબંઘ રસ સાથે દર્શાવ્યો છે.<ref>रसाय नुगुणत्वे न व्य वहारोऽर्थशब्दयो।

औधि त्यक्त्य ता एता वृत्तसे विविध ता स्मृ ता।। ધ્વન્યા લોક ૩૩</ref>
औधि त्यक्त्य ता एता वृत्तसे विविध ता स्मृ ता।। ધ્વન્યા લોક ૩૩</ref>રસ એ કાવ્યનો આત્મા હોઈ- તેનું ચૈતન્ય હોઈ- શૈલીનો તેની સાથે સંબંધ ગણ્યો એટલે અર્થ એ થયો થયો કે કાવ્યભાષા-શૈલી કાવ્યના જીવાતુભૂત તત્ત્વની લીલાને મૂર્તરૂપ આપે છે. એટલે કે ઊર્મિકાવ્યને માટે શૈલી કે કાવ્યભાષા એ કોઈ તૈયાર સીવડાવી રાખેલો વાઘો નથી. કોઈ અમુક ભાષા કે શૈલીનો વાઘો પહેરાવવા જતાં તરત જ પોકળતા પ્રકાશી ઊઠવાની અમુક રીતિ કે, બાની-કાવ્યભાષા પ્રયોજવાથી ન્હાનાલાલ કે ઠાકોર; સુન્દરમ્, ઉમાશંકર કે રાજેન્દ્ર થવાતું નથી. બાની કવિના વ્યક્તિત્વનો જ આવિષ્કાર છે. દરેક કવિના વ્યક્તિત્વની મુદ્રા તેની બાનીમાં ઊપસી આવે છે. કાવ્યભાષા તો પ્રગટી આવે છે, યોજી યોજીને લાવી શકાતી નથી. વૃક્ષને જેમ પાંદડાં ફૂટે તેમ કાવ્યને ભાષા ફૂટવી જોઈએ. કાવ્ય પોતે જ પોતાની ભાષા આંતર જરૂરિયાત પ્રમાણે સાધી લે છે. કાવ્યપદાવલિ વિશેની ચર્ચા એરિસ્ટોટલથી માંડી આજે છેક એલિયટ સુધી થતી જ રહી છે. કાવ્યબાની અમુક પ્રકારની શિષ્ટતા ધરાવતી, ગૌરવાન્વિત, ભારઝલી હોવી જોઈએ, અમુક જ શબ્દો કાવ્યોચિત અન્ય નહીં, એવો આગ્રહ અમુક કાળે રખાતો. બીજી તરફ રોમેન્ટિક યુગમાં લોકભાષા, બોલચાલની છટાવાળી કાવ્યભાષા એ સ્વાભાવિક છે એવો આગ્રહ પણ રખાયો છે. એલિયટ એક સમતોલ વિઘાન કરે છે કે, ‘poetry must not stray too far from the ordinary everyday language which we use and hear’ આમાંના બે મોટા શબ્દ અમે કર્યા છે. રોજ બોલાતી જીવંત ભાષા સાથેનો સંબંધ સદંતર છોડી દેવો કવિતાને પાલવે નહીં, તેમ તે જ ભાષા કાવ્યમાં પૂરેપૂરી પ્રયોજાય તે પણ તેમને ઈષ્ટ નથી. રોજની ભાષાથી તે ખૂબ દૂર ન જાય તેટલું સામીપ્ય અનિવાર્ય- જો કવિતાની સાહજિકતા અને ઊર્મિકાવ્યનું પોતાનું સંગીત પ્રાદુર્ભાવ પામવા દેવાં હોય તો વળી કાવ્યની ભાષા લોકબોલીની ઢબની હોય તો પણ આખા કાવ્યની બાનીનું ઘડતર તો કાવ્યના અંતસ્તત્ત્વે જ કર્યું હોય. તેના ચૈતન્યના પ્રાકટ્યરૂપે બાની જન્મી હોય તેમ તો લાગવું જ જોઈએ. વળી વાગ્મિતા અને કાવ્યપદાવલિ વચ્ચે પણ મોટો ભેદ છે. વાગ્મિતા વાગાડંબરમાં સરી જતાં કાવ્ય પણ મરી જવાનું. કાવ્યપદાવલિ, એરિસ્ટોટલ કહે છે તેમ ‘એકદમ વિશદ અને અતુચ્છ હોવી જોઈએ. અર્થાત્ પ્રસાદ અને ઓજસ ગુણોવાળી હોવી જોઈએ.’ (શ્રી ઉમાશંકરે નોંધેલા શબ્દો) આ બાબતમાં પેટરે ઘણી માર્મિક ચર્ચા કરી છે અને એનો સંબંધ, એણે પોતાની પરિભાષામાં, કાવ્યના આત્મા-રસ-સાથે જોડ્યો છે અને ત્યારે જ તેને સાર્થક્ય છે એમ દર્શાવ્યું છે. જૉન મિડલ્ટન મરીનું વિધાન અહીં નોંધનીય છે, ‘શૈલી એ લખાણનો કોઈ છૂટો પાડી શકાય એવો ગુણ નથી, લખાણ પોતે જ એ છે.’ શ્રી ઉમાશંકર નોંધે છે તેમ ‘આખું લખાણ એ પોતે જ શૈલી છે. દેહીને પ્રગટ કરતા, નખથી માંડીને શિખા પર્યંતના સમગ્ર દેહમાં એ દેહી ભરેલો છે. અને એ દેહદેહી રૂપમાંજ એ કૃતિની શૈલી સમાયેલી છે. અર્વાચીન કલામીમાંસક ક્રોચે અને બોઝાન્કેની વિચારણાઓને માન્ય એવો શબ્દ વાપરીને કહીએ તો કળાકારની ‘અભિવ્યક્તિ' (expression) એ જ એની શૈલી છે.’+ ઊર્મિકાવ્યમાં કાવ્યબાનીનો પ્રશ્ન આથી વિશેષ રીતે વિચારવાનો ન હોય આટલું પર્યાપ્ત છે.

રસ એ કાવ્યનો આત્મા હોઈ- તેનું ચૈતન્ય હોઈ- શૈલીનો તેની સાથે સંબંધ ગણ્યો એટલે અર્થ એ થયો થયો કે કાવ્યભાષા-શૈલી કાવ્યના જીવાતુભૂત તત્ત્વની લીલાને મૂર્તરૂપ આપે છે. એટલે કે ઊર્મિકાવ્યને માટે શૈલી કે કાવ્યભાષા એ કોઈ તૈયાર સીવડાવી રાખેલો વાઘો નથી. કોઈ અમુક ભાષા કે શૈલીનો વાઘો પહેરાવવા જતાં તરત જ પોકળતા પ્રકાશી ઊઠવાની અમુક રીતિ કે, બાની-કાવ્યભાષા પ્રયોજવાથી ન્હાનાલાલ કે ઠાકોર; સુન્દરમ્, ઉમાશંકર કે રાજેન્દ્ર થવાતું નથી. બાની કવિના વ્યક્તિત્વનો જ આવિષ્કાર છે. દરેક કવિના વ્યક્તિત્વની મુદ્રા તેની બાનીમાં ઊપસી આવે છે. કાવ્યભાષા તો પ્રગટી આવે છે, યોજી યોજીને લાવી શકાતી નથી. વૃક્ષને જેમ પાંદડાં ફૂટે તેમ કાવ્યને ભાષા ફૂટવી જોઈએ. કાવ્ય પોતે જ પોતાની ભાષા આંતર જરૂરિયાત પ્રમાણે સાધી લે છે. કાવ્યપદાવલિ વિશેની ચર્ચા એરિસ્ટોટલથી માંડી આજે છેક એલિયટ સુધી થતી જ રહી છે. કાવ્યબાની અમુક પ્રકારની શિષ્ટતા ધરાવતી, ગૌરવાન્વિત, ભારઝલી હોવી જોઈએ, અમુક જ શબ્દો કાવ્યોચિત અન્ય નહીં, એવો આગ્રહ અમુક કાળે રખાતો. બીજી તરફ રોમેન્ટિક યુગમાં લોકભાષા, બોલચાલની છટાવાળી કાવ્યભાષા એ સ્વાભાવિક છે એવો આગ્રહ પણ રખાયો છે. એલિયટ એક સમતોલ વિઘાન કરે છે કે, ‘poetry must not stray too far from the ordinary everyday language which we use and hear’ આમાંના બે મોટા શબ્દ અમે કર્યા છે. રોજ બોલાતી જીવંત ભાષા સાથેનો સંબંધ સદંતર છોડી દેવો કવિતાને પાલવે નહીં, તેમ તે જ ભાષા કાવ્યમાં પૂરેપૂરી પ્રયોજાય તે પણ તેમને ઈષ્ટ નથી. રોજની ભાષાથી તે ખૂબ દૂર ન જાય તેટલું સામીપ્ય અનિવાર્ય- જો કવિતાની સાહજિકતા અને ઊર્મિકાવ્યનું પોતાનું સંગીત પ્રાદુર્ભાવ પામવા દેવાં હોય તો વળી કાવ્યની ભાષા લોકબોલીની ઢબની હોય તો પણ આખા કાવ્યની બાનીનું ઘડતર તો કાવ્યના અંતસ્તત્ત્વે જ કર્યું હોય. તેના ચૈતન્યના પ્રાકટ્યરૂપે બાની જન્મી હોય તેમ તો લાગવું જ જોઈએ. વળી વાગ્મિતા અને કાવ્યપદાવલિ વચ્ચે પણ મોટો ભેદ છે. વાગ્મિતા વાગાડંબરમાં સરી જતાં કાવ્ય પણ મરી જવાનું. કાવ્યપદાવલિ, એરિસ્ટોટલ કહે છે તેમ ‘એકદમ વિશદ અને અતુચ્છ હોવી જોઈએ. અર્થાત્ પ્રસાદ અને ઓજસ ગુણોવાળી હોવી જોઈએ.’ (શ્રી ઉમાશંકરે નોંધેલા શબ્દો) આ બાબતમાં પેટરે ઘણી માર્મિક ચર્ચા કરી છે અને એનો સંબંધ, એણે પોતાની પરિભાષામાં, કાવ્યના આત્મા-રસ-સાથે જોડ્યો છે અને ત્યારે જ તેને સાર્થક્ય છે એમ દર્શાવ્યું છે. જૉન મિડલ્ટન મરીનું વિધાન અહીં નોંધનીય છે, ‘શૈલી એ લખાણનો કોઈ છૂટો પાડી શકાય એવો ગુણ નથી, લખાણ પોતે જ એ છે.’ શ્રી ઉમાશંકર નોંધે છે તેમ ‘આખું લખાણ એ પોતે જ શૈલી છે. દેહીને પ્રગટ કરતા, નખથી માંડીને શિખા પર્યંતના સમગ્ર દેહમાં એ દેહી ભરેલો છે. અને એ દેહદેહી રૂપમાંજ એ કૃતિની શૈલી સમાયેલી છે. અર્વાચીન કલામીમાંસક ક્રોચે અને બોઝાન્કેની વિચારણાઓને માન્ય એવો શબ્દ વાપરીને કહીએ તો કળાકારની ‘અભિવ્યક્તિ' (expression) એ જ એની શૈલી છે.’+ ઊર્મિકાવ્યમાં કાવ્યબાનીનો પ્રશ્ન આથી વિશેષ રીતે વિચારવાનો ન હોય આટલું પર્યાપ્ત છે.
{{Right|ચન્દ્રશંકર ભટ્ટ}}

{{Right|ચન્દ્રશંકર ભટ્ટ}}

{{Right|ઊર્મિકવિતા}}

{{Right|ઊર્મિકવિતા}}